સુરતને લેબગ્રોન હીરાના હબ બનાવવાના પ્રયાસમાં જોડાવા ડાયમંડ કંપની જયકારના ચેરમેન નરેશભાઈ પરીખ અને ચિંતનભાઈ પરીખનો હીરા ઉદ્યોગને અનુરોધ
DIAMOND TIMES – ડાયમંડ જોબવર્ક માટે પ્રસિધ્ધ સુરત સ્થિત કંપની જયકાર અત્યંત આધુનિક ટેકનોલોજીની સાથે કુશળ મેન પાવરનો અનેરો સંગમ ધરાવતી ભારતની શ્રેષ્ઠ,વિશ્વસનીય અને અગ્રીમ હરોળની કંપની છે.હીરાના મેન્યુફેકચરીંગના ક્ષેત્રમાં વિશાળ અનુભવ અને વિશિષ્ટ કાબેલિયત ધરાવતા જયકાર કંપનીના ચેરમેન નરેશભાઈ પરીખ અને ચિંતન ભાઈ પરીખના વિશેષ માર્ગદર્શન અને કુશળ નેતૃત્વ હેઠળ જયકારએ સરાહનિય પ્રગતિ કરી હીરા ઉદ્યોગમાં એક આગવી પ્રતિષ્ઠા પ્રસ્થાપિત કરી દીધી છે.વર્તમાન સમયે સુરત સહીત સમગ્ર ભારતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં કાર્યરત 2500થી પણ અધિક સંતુષ્ટ ગ્રાહકો જયકારા સાથે જોડાયેલા છે.ડાયમંડ જોબવર્ક કાર્યમાં ગ્રાહકોની જરૂરીયાતનો ખ્યાલ રાખી નિર્ધારીત સમય મર્યાદામાં કાર્ય પુર્ણ કરવા જયકાર પુર્ણપણે પ્રતિબધ્ધ છે.
લેબગ્રોન પોલિશ્ડ ડાયમંડ ખરીદવા માટે એક મજબુત અને સક્ષ્મ પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવવાનો અમારો ઉમદા આશય : જયકારના ચેરમેન નરેશભાઈ પરીખ અને ચિંતનભાઈ પરીખ
પાછલા કેટલાક વર્ષોથી કુદરતી હીરાની સમાંતર લેબગ્રોન હીરાનું વૈશ્વિક માર્કેટ વિસ્તરી રહ્યુ છે.ખાસ કરીને યુરોપ-અમેરીકાના બજારમાં લેબગ્રોન હીરાની ભારે ડીમાન્ડ છે તો ભારતમાં પણ લેબગ્રોન બજાર વિસ્તરી રહ્યુ છે.બીજી તરફ હજુ પણ ઉદ્યોગ કારો ખુલીને લેબગ્રોનના વ્યવસાયમાં આવતા ખચકાઈ રહ્યા છે.ઉપરાંત સુરતમાં લેબગ્રોન ડાયમંડના સપ્લાયર પણ જુજ સંખ્યામાં છે.આ બાબતને ધ્યાનમાં રાખી ભારતના હીરા કારોબારીઓને લેબગ્રોન પોલિશ્ડ ડાયમંડ ખરીદવા માટે એક મજબુત અને સક્ષ્મ પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવવાનો અમારો ઉમદા આશય છે.આ કાર્ય ખાસ કરીને જ્વેલરી ઇન્ડસ્ટ્રી માટે ખુબજ મહત્વનું છે.
લેબગ્રોનની વૈશ્વિક ડીમાન્ડ અને આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડના ટેન્ડરનું આયોજન કરવાનો ગ્રાહકોનો આગ્રહ હતો.જેને અનુલક્ષીને અમારી કંપની ‘જયકાર’ દ્વારા જીજેઇપીસીની ભીમરાડ સ્થિત નવનિર્મિત નવરત્ન ગેલેરી ખાતે 28 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર-2021 દરમિયાન ચાર દીવસીય લેબગ્રોન ડાયમંડનું પ્રદર્શન અને ટેન્ડરનું આયોજન કરવામાં આવ્યુ છે.જેમા ટ્રેડર્સ અને જ્વેલરી મેનુફેકચર્સની જરૂરિયાતને ધ્યાનમાં રાખી બીડ કરવામાં સરળતા રહે અને કીંમતમાં પારદર્શકતા જળવાઈ રહે તે બાબતને પ્રાધાન્ય આપી તમામ પ્રકારની સાઈઝ,કલર,ક્લેરિટી, શેઈપ,સર્ટિફાઈડ,નોન-સર્ટિફાઈડ લેબગ્રોન હીરા પ્રદર્શનમાં મુકવામાં આવનાર છે.
ઓકશનમાં ભાગ લેવા પ્રિ-રજીસ્ટ્રેશન અનિવાર્ય :- હીરા ઉદ્યોગના હીત માટે જયકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલો આ નવીનતમ વિચારને હીરા ઉદ્યોગ તરફથી અત્યંત ઉમદા પ્રતિસાદ સાંપડી રહ્યો છે.આ પ્રદર્શની જાહેરાતના પ્રથમ દીવસે જ 70થી વધુ સેલર અને 45 જેટલા બાયર્સ રજીસ્ટ્રેશન કરાવી ચુક્યા છે.જેમાં ગુજરાત બહારથી પણ ટ્રેડર્સ અને જ્વેલરી મેનુફેકચર્સ આવી રહ્યા છે.