જૈન અલ્પ સેવા સંસ્થાને મહારાષ્ટ્રના રાજ્યપાલને જૈન પ્રાચીન ગ્રંથ અર્પણ કર્યો

741

DIAMOND TIMES- મુંબઈ સ્થિત જૈન અલ્પ સેવા સંસ્થાન પાછલા અનેક વર્ષોથી સામાજીક,ધાર્મિક અને શૈક્ષણિક ક્ષેત્રે જરૂરિયાત મંદ લોકોને તન, મન અને ધનથી બનતી મદદ કરી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવી રહી છે.

જૈન અલ્પ સેવા સંસ્થાન દ્વારા સમાજસેવાની ફેલાયેલી સુવાસના પગલે આ સંસ્થાના સેવાકાર્યોની કદર કરવા મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રીભગતસિંહ કોશ્યારીએ જૈન અલ્પ સેવા સંસ્થાના પ્રમુખ અરવિંદભાઈ શાહ,ઉપપ્રમુખ સંજય શાહને સન્માન પત્ર એનાયત કરી સન્માનિત કર્યા હતા.જૈન અલ્પ સેવા સંસ્થાના હોદ્દેદારોએ રાજ્યપાલ શ્રી ભગતસિંહ કોશ્યારીનું શાલ ઓઢાડીને અભિવાદન કર્યુ હતુ.તેમજ સ્મૃતિ ભેટ તરીકે જૈન પ્રાચીન ગ્રંથ અર્પણ કર્યો હતો.આ પ્રસંગે સંસ્થાના કારોબારી સભ્યો અને મહાનુભાવો ખુબ વિશાળ સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.