રફ હીરાના બે નંબરના વહેવારો પર ઇન્કમટેક્ષ વિભાગની નજર

20

કેટલાક હીરા ઉદ્યોગકારો ઇન્કમટેક્ષ વિભાગની માન્યતાનું ખંડન કરતા કહે છે કે બિલ વગર કે પછી દાણચોરીથી રફ હીરાની આયાત થવાની શક્યતાઓ ખુબ ઓછી છે.રફ હીરા પર નિર્ધારીત આયાત ડ્યુટી ભર્યા પછી રફ હીરા ને બિલ વગર રિસેલ કરાઈ ત્યારે તે બે નંબરના વહેવારની વ્યાખ્યામાં આવે છે.પરંતુ હીરા ઉદ્યોગની મોટા ભાગની પાર્ટીઓ આ પ્રકારની ઝંઝટમાં પડ્યા વગર પ્રામાણિક્તા પુર્વકના કારોબારને વધુ મહત્વ આપે છે.જેથી આ બાબતે હીરા ઉદ્યોગે વધુ ચિંતા કરવાની જરૂર નથી.

DIAMOND TIMES- રફ ડાયમંડના બે નંબરના વહેવાર પર સુરત ઇન્કમટેક્ષ વિભાગે નજર દોડાવી તેની સમગ્ર ચેઈનને તોડવા કમરકસી છે.ઇન્કમટેક્ષ વિભાગના અધિકારીઓના ધ્યાન પર આવ્યુ છે કે વિદેશમાથી જેટલા પ્રમાણમા રફની આયાત થાય છે,તેની તુલનાએ પોલિશ્ડ હીરાની નિકાસ ઓછી થાય છે.જેના પરથી અધિકારીઓ એ અંદાજ લગાવ્યો છે કે સ્થાનિક બજારમાં ખુબ જ મોટા પાયે બિલ વગરના રફ હીરાની લેવડ-દેવડ થાય છે.સહુથી ગંભીર બાબત તો એ છે કે રફ હીરાનો ખુબ મોટો જથ્થો દાણચોરી દ્વારા આવી રહ્યો હોવાની પણ અધિકારીઓને શંકા છે.

સુરત ઇન્કમટેક્ષ વિભાગના રડારમાં સુરત-મુંબઇના કેટલાંક હીરા કારોબારીઓ આવી ગયા છે.નોંધનિય બાબત એ છે કે સુરત અને મુંબઈ સહીત જે પણ શહેરમાં હીરાનો વેપાર અને મોટા જ્વેલરી શો-રૂમ છે,તેવા તમામ શહેરોમાં આવકવેરા વિભાગ સામુહીક રીતે આ કેસનો અત્યંત ગંભીરતાથી અભ્યાસ કરી રહ્યા હોવાનો ચોંકાવનારો અહેવાલ છે.

રૂપિયા 700 કરોડથી વધુના નાની સાઈઝના રફ હીરાનું બિલ વગર વેંચાણ થયુ હોવાનું અધિકારીઓના ધ્યાન પર આવ્યુ છે. જેથી રફ હીરાનો મોટો જથ્થાનું કઈ પાર્ટીએ વેંચાણ કર્યુ અને તેની કઈ કઈ પાર્ટીએ ખરીદી કરી એ દીશામાં તપાસ તેજ કરી છે.અધિકારીઓને એવી પણ પાકી માહીતી મળી છે કે વિદેશમાથી મોટા જથ્થામાં આયાત કરવામાં આવતા રફ હીરામાથી નાની સાઈઝના તેમજ સ્ક્રેપ પ્રકારના રફ હીરાનું બે નંબરમાં વેંચાણ થાય છે.આ બાબત પરથી અંદાજ લગાવી શકાય છે કે આગામી દીવસોમાં હીરા ઉદ્યોગની કેટલીક પાર્ટીઓ ઇન્કમટેક્ષ વિભાગના સંકજામા સપડાઈ તેવી સંભાવનાઓ છે.
બીજી તરફ કેટલાક હીરા ઉદ્યોગકારો ઇન્કમટેક્ષ વિભાગની આ માન્યતાનું ખંડન કરતા કહે છે કે બિલ વગર કે પછી દાણ ચોરીથી રફ હીરાની આયાત થવાની શક્યતાઓ ખુબ ઓછી છે.રફ હીરા પર નિર્ધારીત આયાત ડ્યુટી ભર્યા પછી રફ હીરાને બિલ વગર રિસેલ કરાઈ ત્યારે તે બે નંબરના વહેવારની વ્યાખ્યામાં આવે છે.પરંતુ હીરા ઉદ્યોગની મોટા ભાગની પાર્ટીઓ આ પ્રકારની ઝંઝટમાં પડ્યા વગર પ્રામાણિક્તા પુર્વકના કારોબારને વધુ મહત્વ આપે છે.જેથી આ બાબતે હીરા ઉદ્યોગે વધુ ચિંતા કરવાની જરૂર નથી.