લેબગ્રોન અને નેચરલ વચ્ચે જામ્યો જાહેરાતના મુદ્દે જંગ

1535
લેબગ્રોનની તુલનાએ કુદરતી હીરા વધુ ઇકો ફ્રેન્ડલી,જમીનના પેટાળમાં ઉભી થયેલી કુદરતી હીરાની અછત,માનવ સર્જિત હીરાની તુલનાએ કુદરતી હીરાનું વધુ પુન વેંચાણ મૂલ્ય તેમજ ખાણ દ્વારા ઉત્પાદીત હીરા જ રિયલ હીરા છે સહીતના લેબગ્રોન અને કુદરતી વચ્ચેના અનેક તુલનાત્મક પાસાઓની જાહેરાતમાં કરેલી છણાવટને લેબગ્રોન ડાયમંડ્સ ((LGDs) ઉત્પાદકોએ પડકારતા નેચરલ ડાયમંડ કાઉન્સીલને ઉપરોક્ત તુલનાત્મક પાસાઓને જાહેરાતમાંથી હટાવવા યુ.એસ. નેશનલ એડવર્ટાઇઝિંગ ડિવિઝન દ્વારા ભલામણ કરવામાં આવી છે.

DIAMOND TIMES-નેચરલ ડાયમંડ કાઉન્સીલ દ્વારા કુદરતી હીરાના પ્રમોશન માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે.જેને અનુલક્ષીને નેચરલ ડાયમંડ કાઉન્સિલએ હીરા અને હીરા જડીત આભુષણોના પ્રમોશન માટે અભિનેત્રી અના ડે અર્માસ અભિનિત નાઇવ્સ આઉટ કેમ્પેઈન દ્વારા વૈશ્વિક જાહેરાત ઝુંબેશ ગત સપ્ટેમ્બરમાં હાથ ધરવામાં આવી છે.આ ઝુંબેશ અભિયાન પ્રિન્ટ, ડિજિટલ મીડીયા અને ટેલિવિઝન સહીત વિવિધ માધ્યમોમાં જાહેરાત થકી પ્રદર્શિત થઈ રહ્યુ છે.

આ અભિયાન અંતર્ગત લેબગ્રોનની તુલનાએ કુદરતી હીરા વધુ ઇકો ફ્રેન્ડલી, જમીનના પેટાળમાં ઉભી થયેલી કુદરતી હીરાની અછત,માનવ સર્જિત હીરાની તુલનાએ કુદરતી હીરાનું વધુ પુન : વેંચાણ મૂલ્ય તેમજ ખાણ દ્વારા ઉત્પાદીત હીરા જ રિયલ હીરા છે સહીતના લેબગ્રોન અને કુદરતી વચ્ચેના અનેક તુલનાત્મક પાસાઓની છણાવટ કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે લેબગ્રોન ડાયમંડ્સ ((LGDs) ઉત્પાદકો દ્વારા નેચરલ ડાયમંડ કાઉન્સીલે જાહેરાતમાં કરેલા દાવાઓને પડકારવામાં આવ્યા હતા.

લેબગ્રોન ડાયમંડ્સ ((LGDs) ઉત્પાદકો દ્વારા આપવામાં આવેલા પડકારના પગલે લેબગ્રોન હીરાની તુલનાએ કુદરતી હીરા પર્યાવરણ માટે વધુ સારા હોવાનો જાહેરાતમાં દાવો નહી કરવાની યુ.એસ. નેશનલ એડવર્ટાઇઝિંગ ડિવિઝન (એનએડીએ) દ્વારા ભલામણ કરવામાં આવી છે. એનએડીએ કહ્યુ કે ખાણકામ દ્વારા પ્રાપ્ત કરેલા હીરા પર્યાવરણ માટે માનવસર્જિત હીરા કરતાં વધુ સારા છે એવા સૂચિત દાવાઓને જાહેરાતકર્તાએએ કરવા જોઇએ નહી.કારણ કે જાહેરાતકર્તાઓ દ્વારા તુલનાત્મક કાર્બન ઉત્સર્જનના દાવાઓ અંગે પૂરતા પ્રમાણમાં વિશ્વસનીય પુરાવાઓ નથી.ઉપરાંત પ્રાકૃતિક હીરાની સપ્લાયની અછત માટે જાહેરાતમાં કરેલા દાવાના પણ પુરાવા નહી હોવાનું નિર્ધારીત કરતા નેચરલ ડાયમંડ કાઉન્સિલે કરેલા માનવસર્જિત હીરા “વાસ્તવિક” હીરા નથી તેવા ગર્ભિત દાવાને પણ બંધ કરવાની સુચના આપવામાં આવી હતી.

યુ.એસ. નેશનલ એડવર્ટાઇઝિંગ ડિવિઝનના આ પગલાનો પ્રતિસાદ આપતા નેચરલ ડાયમંડ કાઉન્સિલે કહ્યુ કે તે એનએડીની ભલામણોનું પાલન કરવા સંમત છે.એનએડીએની આ સુચના બદલ અમે તેમનો આભાર માની તમામ સૂચનોનો સ્વીકાર કરીએ છીએ.આગામી જાહેરાતમાં કુદરતી હીરાના પ્રમોશન માટે અમારા દ્વારા કરવામાં આવનાર તમામ સંભવિત દાવાઓને ટેકો આપવા ડેટા એકત્રિત કરવાનો અમારો પ્રયાસ રહેશે.

યુ.એસ. નેશનલ એડવર્ટાઇઝિંગ ડિવિઝન અગાઉ લેબગ્રોન ડાયમંડ્સ ઉત્પાદકોનો કાન આમળી ચુકી છે.

લેબગ્રોન ડાયમંડ્સ ((LGDs) ઉત્પાદકો દ્વારા લેબગ્રોન હીરાના પ્રમોશન માટેની જાહેરાતમાં કુદરતી અને લેબગ્રોન હીરા વચ્ચેના તફાવતને સ્પષ્ટ કરવામાં આવ્યા હતા.ઉપરાંત સોશિયલ મીડિયાની એડવર્ટાઇઝિંગમાં લેબગ્રોન હીરાને તેની વ્યાખ્યા વગર જ દર્શાવવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે નેચરલ ડાયમંડ કાઉન્સીલે યુ.એસ. નેશનલ એડવર્ટાઇઝિંગ ડિવિઝન સમક્ષ રજુઆત કરી હતી.જેને પગલે આ વિવાદનો અંત લાવવા એનએડીની તમામ ભલામણોનો લેબગ્રોન ડાયમંડ્સ ((LGDs) ઉત્પાદકોના સમુહ દ્વારા સ્વીકાર કરતા કહ્યુ હતુ કે આગામી સમયમાં પણ અમો નેશનલ એડવાઈઝરી ડીવિઝનના તમામ નિયમોનુ પાલન કરીશુ.