હીરાની ચમક ઝાંખી નહી પડવા દેવાનો અગ્રણીઓનો મક્કમ નિર્ધાર

7384

ઉત્રાણ ખાતે કાનજીભાઈ ભાલાળા અને મહેશભાઈ સવાણીના હસ્તે કોવીડ આઇસોલેશન સેન્ટર શરૂ કરાયું

કોરોના સામેના જંગમા સહુ સાથે છીએ એવો સકારાત્મક સંદેશ આપવાનો નમ્ર પ્રયાસ : મહેશભાઈ સવાણી

સાથે મળીને કરીએ સેવા- ના મુદ્રાલેખ સાથે કોરોના મહામારીમાં આ સેવાકાર્ય કરવાનો ઉદ્દેશ્ય આર્થિક રીતે સામાન્ય સ્થિતિ ધરાવતા પરિવારને હુંફ આપવાનો અને લોકોને સકારાત્મક સંદેશ આપવાનો એક નમ્ર પ્રયાસ છે.વર્તમાન સમયે જનમાનસમા પ્રવર્તમાન ભયને દુર કરવાનો અને નિરાશામાથી આશાના ઉજાસ તરફ લઈ જવાની જરૂરીયાત છે.આ બાબતને ધ્યાનમાં રાખીને સહુ કોઇ બનતી મદદ કરી સેવાયજ્ઞ કરી રહ્યા છે.આ સેવા યજ્ઞમાં એક નાનકડી આહુતિ આપીને નિર્ભયતાથી કોરોના સામેનો જંગ વધુ મજબુત બનાવવાની મારી દરેકને નમ્ર અપીલ છે.

DIAMOND TIMES –  હીરા નગરી સુરતનુ ખમીર અને તાસિર અલગ જ પ્રકારની છે.સામાજિક ક્રાંતિ અને સમાજ સેવામાં દેશના એપિસેન્ટરનું માનભર્યુ બિરુદ્દ મેળવનાર સુરત ગુજરાતની આર્થિક રાજધાની અને હીરા ઉદ્યોગનું કેન્દ્ર પણ છે.કર્ણની આ પ્રતાપી ભુમિ પર અનેક સેવાભાવી સંસ્થાઓ અને ભામાશા સમાન દાતાઓ વસે છે. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે જ્યારે કોઇ કુદરતી કે માનવ સર્જીત આફત આવી છે, ત્યારે ત્યારે તાપીના કાઠે વસેલી નર્મદની આ ખમતીધર નગરી સુરતની ધરતીના પાણીદાર પનોતા પુત્રોએ કઈક એવુ કરી બતાવ્યુ છે કે જેનાથી સમગ્ર દેશને પ્રેરણા તો મળી જ છે,પરંતુ સાથોસાથ સામુહીક જન માનસમાં સકારાત્મક બદલાવ લાવવામાં પણ ખુબ મહત્વની ભુમિકા નિભાવી છે . જ્યારે સમગ્ર દેશમાં ભય અને નિરાશાનું ઘોર અંધકાર મય વાતાવરણ હોય એવા સમયે આ વિરલાઓએ તેમના સેવા કાર્યથી સમગ્ર દેશને આશાના ઉજાસ તરફ નિર્ભયતાથી ડગ માંડવાની પ્રેરણા આપી છે.

કોરોના મહામારી વચ્ચે ભય અને નિરાશાના વમળોમા ફસાયેલી સામાન્ય જનતાના લોક માનસમાં સકારાત્મક પરિવર્તન લાવનારો સેવાયજ્ઞ સુરતની ધરતી પર શરૂ કરવામાં આવ્યો છે. હીરાની ચમકને બરકરાર રાખવાના મજબુત ઇરાદા સાથે લાઈફ લાઈન ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા આજરોજ રીખ 13 એપ્રિલ અને મંગળવારના રોજ ઉત્રાણ સ્થિત કોમ્યુનિટી હોલ ખાતે મોટા વરાછા વિસ્તારના નગર સેવકોના સહયોગથી લાઈફ લાઈન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 20 બેડની કેપેસીટી ધરાવતો કોવીડ આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.આ આઇસોલેશન વોર્ડને સમાજ અગ્રણી કાનજીભાઇ ભાલાળા,પિતા વિહોણી અનેક દીકરીઓના પાલક પિતા મહેશભાઈ સવાણી તેમજ વિપક્ષના નેતા ધર્મેશભાઈ ભંડેરીના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો છે.

કોરોના સંક્રમિત દર્દીઓને આઇસોલેટ થવાની ડોકટરી ભલામણને અનુલક્ષીને જે દર્દીને ઘરે સગવડ ન હોય,ખાસ તેમના માટે તૈયાર કરવામાં આવેલા આ આઇસોલેશન વોર્ડમા ડોક્ટર,જરૂરી દવા,ચા-નાસ્તો, બે ટાઈમ ભોજન, મિનરલ વોટર અને એનર્જી ડ્રિન્કની પણ સગવડ ઉપલબ્ધ કરવામાં આવી છે.

આ વિડીયોમાં નજરો નજર નિહાળો આ આઇસોલેશન વોર્ડની સુવિધા