બિટકોઇનનાં રોકાણકારો સાવધાન: માત્ર આ એક ભૂલના કારણે 34 અબજના બિટકોઇન બની ગયા કચરો

22

શેરહોલ્ડરસ શેરમાર્કેટમાં ઉછાળો આવે ત્યારે ઘણાં શેર ખરીદી લે છે. પરંતુ ઘણીવાર તેઓ પણ થાપ ખાઈ જતાં હોય છે. વૉશિંગ્ટનમાં એક IT વર્કરની હાઇ ડ્રાઇવ ગુમ થઇ જતા મોટું નુકસાન થઇ ગયું છે. 2013માં આઇટી એન્જિનિયર જેમ્સ હોવેલ્સે ભૂલથી પોતાની હાર્ડ ડ્રાઇવને કચરાપેટીમાં ફેંકી દીધી હતી,

તેમાં એક ક્રિપ્ટોગ્રાફિક ‘પ્રાઇવેટ કી’ સ્ટોર કરી હતી. આ ‘કી’ જેમ્સની પાસે હાજર બિટકોઇન્સ માટે ખૂબ જ અગત્યની હતી. તેની કિંમત આજની તારીખમાં 340 મિલિયન પાઉન્ડર છે. હવે તેણે પોતાના ડૂબતા ભાગ્યને બચાવવા માટે નાસાના ડેટા એક્સપર્ટની મદદ લીધી છે.

જેમ્સે શોધખોળ કરવા માટે વિશ્વભરના એન્જિનિયર્સ, પર્યાવરણવિદો અને ડેટા રિકવરી એક્સપર્ટનો સંપર્ક કર્યો છે. હવે તેણે આના માટે ઓનટ્રેક કંપનીની મદદ લીધી છે. આ ડેટા રિકવરી ફર્મે 2003માં પૃથ્વી પર પડ્યા પછી કોલંબિયા અવકાશયાનમાંથી બળી ગયેલી અને ક્ષતિગ્રસ્ત હાર્ડ ડ્રાઈવમાંથી ડેટા નીકાળી દીધો હતો.

નાસા પણ ડેટા રિકવરી માટે આ કંપનીની મદદ લે છે. જેમ્સની મુશ્કેલીઓ ઓછી થવાને બદલે વધી રહી છે. તેનો સૌથી મોટો પડકાર કચરાના ઢગલામાંથી ડ્રાઇવ શોધવાનો છે પરંતુ તેના પ્રથમ તબક્કામાં જ સત્તાવાળાઓ તેને તેમ કરવા દેતા નથી.

હોવેલ્સે પ્રશાસનને એવો પણ પ્રસ્તાવ મૂક્યો છે કે જો તેને ડ્રાઇવ દ્વારા પૈસા મળે છે તો તે શહેરના કોવિડ-રિલીફ ફંડમાં 25% હિસ્સો આપી દેશે. તેમ છતાં અધિકારીઓ તેની વાત સાંભળવા તૈયાર નથી. તેમણે કહ્યું છે કે પ્રશાસને યોજનાને સાંભળ્યા વિના સીધી જ ના પાડી દીધી છે. કંપની કથિત રીતે માને છે કે, જો જેમ્સની હાર્ડ ડ્રાઈવ તૂટી નહીં હોય તો તેના બિટકોઈન પાછા મળી શકે તેવી 80 થી 90%ની શક્યતા છે.