DIAMOND TIMES : તાજેતરમાં કાઠીયાવાડી ઉદ્યોગપતિ પ્રદીપ ગોંડલિયાએ આફ્રિકામાં સોનાની ખાણ ખરીદી લીધાના અહેવાલ છે.ગુજરાતી ઉદ્યોગ સાહસિકો કારોબાર ના ક્ષેત્રમાં ખુબ જ સફળ છે.ધીરજ, દૃઢનિશ્ચય, સખત મહેનત તથા પરિવાર અને સમાજ ના સહયોગથી થોડીક મૂડી સાથે શરૂ કરેલો વેપાર વિસ્તારીને વિશાળ ઔદ્યોગિક સામ્રાજ્યમાં રૂપાંતરિત કરી તેને લિજેન્ડરી દરજ્જો આપવામાં ગુજરાતીઓ ભારે પાવરધા છે.સેવેલા સ્વપ્નો પૂરા કરવાની મહત્વાકાંક્ષા, વિશ્વના કોઈપણ ખૂણે જવાની તૈયારી ગુજરાતીઓની વૃદ્ધિ અને સિદ્ધિઓ પાછળનુ મહત્વનું પરીબળો છે.
ગુજરાતના ઉદ્યોગ સાહસિકો અને રોકાણકારોમાં આફ્રિકાના દેશોમાં રોકાણ કરવાનું પ્રમાણ વધ્યું છે અને અત્યાર સુધી લગભગ 40 લાખ ડોલરના પ્રોજેક્ટમાં રોકાણની સહમતી દર્શાવાઈ હોવાનું એશિયન આફ્રિકન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ફાઉન્ડેશનના ચેરમેન ડૉ. જી. ડી. સિંઘે જણાવ્યું હતું.
તેઓના કહેવા પ્રમાણે બે દેશોના વિવિધ ઉદ્યોગ સાહસિકો વચ્ચે 70 લાખ ડોલરના આપસી વેપારના કરાર થયા હતા.આ થયેલા કરારમાં 90 ટકા ગુજરાતના સાહસિકો રહ્યા હતા આમ કુલ 60 લાખ ડોલરથી વધુનું રોકાણ કર્યું છે જેઓ કેન્યા, ધાના, નાઇજેરિયા, યુગાન્ડા, ટાન્ઝેનિયા જેવા દેશોમાં રોકાણમાં વધુ રસ દાખવ્યો છે.
ગુજરાતમાંથી એમએસએમઈ અને એસએમઈ સેક્ટર્સે રોકાણ અંગે વધુ રસ બતાવ્યો છે.ગુજરાત અને ભારતમાંથી આફ્રિકામાં વધતા રોકાણ રસને ધ્યાનમાં લઇને આગામી 2025 સુધીમાં ફાઉન્ડેશન આફ્રિકામાં 35 ચેપ્ટર ઓફિસ શરૂ કરવાનો લંક્ષ્યાક ધરાવે છે,જેની સંખ્યા હાલ ચાર રહી છે. આફ્રિકા 2030 સુધીમાં વૈશ્વિક માનવબળ અને ઉપભોક્તા બજારનો અંદાજે ચોથો ભાગ ધરાવતું હશે તેવો અંદાજ છે જેથી સમગ્ર ખંડ વિશ્વની સરકારો અને કારોબારો માટે અત્યંત સદ્ધર ભાગીદાર બની રહેશે.ભારત આ ખંડમાં 74 બિલિયન ડૉલરના રોકાણો સાથે ટોચના પાંચ રોકાણકારોમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. એએસીસીઆઈ દ્વારા કરવામાં આવેલી પહેલથી બંને ખંડો વચ્ચે સીધા અને ઝડપી કારોબારને સુવિધા મળી રહેશે.