ડાયમંડ ટાઈમ્સ
ગુજરાતનું બજેટ રજૂ કરતાં પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે આત્મનિર્ભર ગુજરાતની જે યોજના જાહેર કરવામાં આવી છે તેના કારણે રાજ્ય સરકારે જંગી ખર્ચ કરવો પડ્યો છે.ગુજરાતની જનતાને લાભ મળે તે માટે બજેટ વિકાસલક્ષી હશે અને તેને ધ્યાનમાં રાખીને બજેટમાં શક્ય તેટલી જોગવાઈ કરવામાં આવી છે.
નીતિન પટેલે કહ્યું કે બજેટ વિકાસ લક્ષી હશે અને સુખ-શાંતિ જળવાઇ રહે એ પ્રમાણેનું બજેટ હશે.બજેટમાં જે રકમ જાહેર થશે તેનાથી દરેક વર્ગને લાભ થશે.સાથે જ ગઇકાલની ચૂંટણી પરિણામને લઈને તેમણે કહ્યું કે ગઇકાલે ચૂંટણીમાં ભાજપને મોટુ સમર્થન મળ્યું તેથી અમારી જવાબદારી વધી છે અને અમે પ્રજાલક્ષી વધુ સારા કામ કરીને લોકોને વધુ રાહત આપીશું.
ડીઝીટલ બજેટને ઓનલાઈન જોઇ શકાશે
ગુજરાત સરકાર પ્રથમ વખત પેપરલેસ બજેટ રજૂ કરશે અને નીતિન પટેલ આજે 9મી વખત બજેટ આપવા જઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે ગુજરાતનું વર્ષ 2021-22નું બજેટ ઓનલાઇન પણ જોઇ શકાશે, અગાઉ સરકારે ઓનલાઈન બજેટ માટે એપ્લિકેશન પણ લોન્ચ કરી છે.નોંધનીય છે કે ગુજરાત પહેલુ રાજ્ય છે જ્યા મોબાઇલ એપ પર બજેટ મુકાશે જેમાં ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં તમામ દસ્તાવેજ ઉપલબ્ધ હશે. લોકો એપ્લિકેશનમાં બજેટને લઇ તમામ વિગતો જોઇ શકશે તથા એપ્લિકેશનમાં ગત વર્ષના બજેટના દસ્તાવેજોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
બજેટની હાઈલાઈટ
નીતિન પટેલે ગુજરાતનું 5388.52 કરોડની પુરાંતવાળું બજેટ રજૂ કર્યુ
કૃષિ વિભાગ માટે 7232 કરોડ રૂપિયાની જોગવાઈ
કોરોના મહામારીમાં રૂપાણી સરકારે મહત્વની કામગીરી કરી : નીતિન પટેલ
આ વખતે પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યું
ગુજરાતની પ્રજાનો આભાર માનું છું : નીતિન પટેલ
કોરોના મહામારીમાં ગુજરાત સરકારે યોગ્ય કામગીરી કરી
બજેટ રજૂ કરતા પહેલાં ભાજપ સરકારના વિકાસના કાર્યો જણાવ્યા
નાણામંત્રી નીતિન પટેલનું સતત નવમી વખત 2021-22નું બજેટ રજૂ