ધ જ્વેલરી બુટિક શો વિસેનઝાઅરો સપ્ટેમ્બરમાં ઇટાલીમાં યોજાશે

DIAMOND TIMES – ઇટાલિયન એક્ઝિબિશન ગ્રૂપ(IEG) દ્વારા ધ જ્વેલરી બુટિક આંતરરાષ્ટ્રીય શો વિસેનઝાઅરો (Vicenzaoro) આગામી 10 થી 14 સપ્ટેમ્બર 2021 દરમિયાન ઈટાલીમાં વીસેન્ઝા ખાતે યોજાશે. VO VINTAGE અને T.GOLD નામકરણ પામેલા આ ધ જ્વેલરી બુટિક શો વિસેનઝાઅરોમાં જ્વેલરી પ્રોસેસિંગ માટે આધુનિક ટેકનોલોજી ધરાવતી મશીનરી, ઝવેરાત તેમજ ઉચ્ચ ગુણવત્તા યુક્ત વિંટેજ રિસ્ટવોચ પ્રદર્શન કમ વેંચાણ માટે મુકવામાં આવશે. ઉલ્લેખનિય છે કે કોરોના મહામારી પછી ઇટાલિયન એક્ઝિબિશન ગ્રૂપ દ્વારા ઈટાલીમાં આયોજીત થનારી વર્ષની પ્રથમ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં મધ્ય પૂર્વ, ઉત્તર અમેરિકા,ફ્રાંસ,જર્મની અને રશિયાથી ખરીદદારો ઉમટી પડવાના છે.

ધ જ્વેલરી બુટિક શો વિસેનઝાઅરો અત્યંત વિખ્યાત અને મહત્વની ઇવેન્ટ છે. જેમા બ્રાન્ડ ફોપ,રોબર્ટો સિક્કો, ક્રિવેલ્લી ,બ્રોસ મનિફેટુરે,યુનોઆઅરે, ગ્રેઝિએલા ગ્રુપ, ક્રિસોસ, કરીઝિયા,વર્લ્ડ ડાયમંડ ગ્રુપ સહીતની વિખ્યાત રિસ્ટવોચ બ્રાન્ડ દ્વારા અત્યારથી જ પ્રદર્શનમાં ભાગ લેવા નામની નોંધણી કરાવી લીધી છે.વિસેનઝાઅરોના આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વના જ્વેલરી કારોબારમાં આમુલ પરિવર્તન અને વલણને પારખી તેને અનુકુળ થઈને ઝવેરાતના વ્યવસાયને ગતિ આપવાનો છે.

નોંધ: ઉપરોક્ત તસ્વીર ધ જ્વેલરી બુટિક શો વિસેનઝાઅરોની ફાઈલ તસ્વીર છે.