આક્રમક વ્યૂહાત્મક યોજના સાથે મેદાનમાં ઉતરવાની ઇન્ટરનેશનલ ગ્રોન ડાયમંડ એસોસિએશનની જાહેરાત

16

DIAMOND TIMES – આક્રમક વ્યૂહાત્મક યોજના સાથે મેદાનમાં ઉતરવાની જાહેરાત સાથે ઈન્ટરનેશનલ ગ્રોન ડાયમંડ એસોસિએશન (IGDA)એ તેની અધતન નવી વેબસાઈટ લોંચ કરી છે.આ નવી વેબસાઈડ રોકેટગતિએ વિકસતા લેબગ્રોન હીરા ઉદ્યોગને સેવા અને ટેકો આપવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે સંપૂર્ણપણે સુધારેલ સંસ્કરણ છે.

લેબગ્રોન ઉદ્યોગ સાથે સંકળાયેલા સમર્થકો અને યુવા સભ્યોને આવકારવા અમો અત્યંત ઉત્સુક : ડિકગેરાર્ડ

ઈન્ટરનેશનલ ગ્રોન ડાયમંડ એસોસિએશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડિકગેરાર્ડએ જણાવ્યું હતું કે IGDA 2.0 વૈશ્વિક સ્તરે લેબગ્રોન ડાયમંડ ઉત્પાદક કંપનીઓની વધતી સંખ્યાને સમર્થન આપવાની સાથે જરૂરી સેવાઓ પ્રદાન કરશે.તેમણે ઉમેર્યુ કે લેબગ્રોનના પ્રમોશન માટે અમારી પાસે અનેક આક્રમક વ્યૂહાત્મક યોજનાઓ છે.અમો વૈશ્વિક લેબગ્રોન હીરા ઉદ્યોગ સાથે ઘણા લાંબા સમયથી સંકળાયેલા સમર્થકો અને યુવા સભ્યો ને આવકારવા અત્યંત ઉત્સુક છીએ.

અમે નવી અધતન વેબસાઈટ લોંચ કરીને IGDA બોર્ડનું વ્યાપક વિસ્તરણ કરીને નવા સલાહકારોને સામેલ કર્યા છે.આ બોડીની મુખ્ય જવાબદારીમાં નવા માર્કેટ અને ગ્રાહકો શોધવાનું,લેબગ્રોન હીરાનું પ્રમોશન કરવાનું,તેને લગતી સામગ્રી નું વિતરણ કરવાનુ,સહયોગીઓ કંપનીઓને જરૂરી તાલીમ આપવાનું, આંતરરાષ્ટ્રીય સ્તરે નવા નેટવર્ક પ્રસ્થાપિત કરવાનું ,ગ્રાહકોને શિક્ષિત કરવાનું અને લેબગ્રોન હીરા-ઝવેરાત ને પ્રમોશન કરવા સહીતના કાર્યોનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનિય છે કે ઈન્ટરનેશનલ ગ્રોન ડાયમંડ એસોસિએશનની સ્થાપના વર્ષ 2016માં એક બિનનફાકારક જૂથ તરીકે વિશ્વભરમાં લેબ દ્વારા નિર્મિત હીરા ઉદ્યોગમાં શિક્ષણ,સંદેશા વ્યવહાર અને વિકાસના કેન્દ્ર તરીકે સેવા આપવા માટે કરવામાં આવી હતી.