DIAMOND TIMES – ક્રિસમસ અને ન્યૂયર દેશની બહારે સેલિબ્રેટ કરવાનો પ્લાન કરી રહ્યાં હોય તો એક સારા સમાચાર છે. સરકારે હવે 632 દિવસના પ્રતિબંધ બાદ 15 ડિસેમ્બરથી ઈન્ટરનેશનલ એર ટ્રાવેલની મંજૂરી આપી દીધી છે. સરકારે ગત વર્ષે કોરોના લોકડાઉનના ત્રણ દિવસ પહેલાં 22 માર્ચે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
હવે તે દેશોની હવાઈ યાત્રા શક્ય બનશે જ્યાં કોવિડની સ્થિતિ કંટ્રોલમાં છે. જો કે 14 દેશના ટ્રાવેલિંગ પર હજુ પણ પ્રતિબંધ યથાવત રહેશે. જેમાં યુકે, ફ્રાંસ, જર્મની, નેધરલેન્ડ, ફિનલેન્ડ, સાઉથ આફ્રિકા, બ્રાઝીલ, ચીન, મોરેશિયસ, સિંગાપુર, બાંગ્લાદેશ, બોત્સવાના, ઝિમ્બાબ્વે અને ન્યૂઝીલેન્ડ સામેલ છે.
સરકારે આ નિર્ણય કોરોના વાયરસના નવા વેરિયન્ટને ધ્યાનમાં રાખીને લેવાયો છે. સરકારે જે 14 દેશોના હવાઈ સફર પર હજુ પણ પ્રતિબંધ લગાવી દીધો છે, જેમાંથી કેટલાંક દેશની સાથે એર બબલ એગ્રીમેન્ટ અંતર્ગત ફ્લાઈટ સર્વિસ યથાવત છે. વર્તમાનમાં ભારતના અમેરિકા, બ્રિટન, UAE સહિત 31 દેશોની સાથે એર બબલ એરન્જમેન્ટ છે.
ડોમેસ્ટિક ફ્લાઈટ પુરી ક્ષમતાની સાથે ઉડાડવાની મંજૂરી
ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સની જેમ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ પણ લોકડાઉન દરમિયાન પ્રતિબંધિત કરી દેવાઈ હતી. જો કે બે મહિનાના બ્રેક પછી મે 2020માં લિમિટેડ કેપિસિટીની સાથે ડોમેસ્ટિક ફ્લાઈટ ઓપરેશન શરૂ કરાયા હતા. ગત મહિને જ ડોમેસ્ટિક ફ્લાઈટ્સની પુરી ક્ષમતાની સાથે ઉડાનની મંજૂરી આપી દીધી છે.
ફ્લાઈટ પ્રતિબંધથી કંપનીઓની નાણાંકીય સ્થિતિ બગડી
શેડ્યૂલ ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર લાંબા સમયથી સસ્પેન્શનના કારણે મોટા ભાગની એરલાઈન્સની નાણાંકીય સ્થિતિ પ્રભાવિત થઈ છે. વિસ્તારાએ કહ્યું હતું કે વિમાનન ક્ષેત્રના રિવાઈવલની તમામ ભવિષ્ણવાણી ખોટી સાબિત થઈ છે. તેથી એવું કહેવું ઉતાવળભર્યું હશે કે વિમાન ઉદ્યોગ સંપૂર્ણપણે સંકટમાંથી બહાર આવી ગયું છે.
ઈન્ટરનેશનલ ટ્રાવેલ કરતાં પહેલાં આ વાતોનું ધ્યાન રાખવું જરૂરી
1. તમે કોઈ વિદેશી યાત્રા પર જવા માગો છો ત્યારે કોવિન એપ પર તેની જાણકારી આપવી જરૂરી રહેશે. કોવિન પર તમારે તમારા પાસપોર્ટની ડિટેઈલ આપવી જરૂરી.
2. તમારે ફુલી વેક્સિનેટેડ હોવું જરૂરી છે. જો તમે વેક્સિનનો સિંગલ ડોઝ જ લીધો હોય તો તમે ટ્રાવેલ નહીં કરી શકો. બંને ડોઝના સર્ટિફિકેટ હોવું જરૂરી છે. જેને ફોનમાં રાખો.
3. ટ્રાવેલ પહેલાં RT-PCR ટેસ્ટ જરૂરથી કરાવી લે. અલગ-અલગ દેશોમાં તમારી પાસે આ રિપોર્ટ માગવામાં આવી શકે છે. ટેસ્ટનો રિપોર્ટ એક સપ્તાહથી વધુ જૂનો ન હોવો જોઈએ.