માણસની મુખ્ય જ३રિયાત : રોટી, કપડાં, મકાન અને હવે વીમો 

521
માણસની મુખ્ય રિયાત : રોટી, કપડાં, મકાન અને હવે વીમો 

કોરોના મહામારીના બીજા વેવમાંથી મહદઅંશે આપણે બહાર નીકળી ગયા છીએ. છેલ્લા 2-3 મહિનામાં ઘણી અફડાતફડી, ડર, લાચારી, સંઘર્ષ જોયા. રોગને જોયો નથી પણ એકદમ નજીકથી અહેસાસ જ३ર કર્યો છે. સુરતનો કોઈ પરિવાર બાકી નહિ હોય  જેણે પરિવારના સભ્ય કે સ્વજન ને હોસ્પિટલ માં બેડ / ઓક્સિજન માટે વલખા મારતા ન જોયો હોય કે કાયમ માટે ગુમાવ્યો ન હોય. છતાં, ફક્ત 10-15 દિવસમાં મનથી બધા બિન્દાસ છે, સૅનેટાઇઝર હવે અડધું એમનામ પડ્યું છે. માસ્ક ડર નહિ પણ દંડ ને લીધે પહેરવું પડે છે. સોશિયલ ડિસ્ટન્સ ગયું તેલ લેવા. તો આપણી આ ગુજરાતી/ભારતીયની રેગ્યુલર તાસીરને શેખાદમ આબુવાલા ની ગઝલ પંક્તિ ‘ અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં, સર કરીશું જીવનનાં સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં’ એમ ફિનિક્સ પક્ષીની રાખમાંથી બેઠા થઇ જવાનું ઝનુન સમજવું કે ‘ હતા ત્યાંને ત્યાં’ એ નહિ સુધરવાની હઠ ?

આપણે તકેદારી રાખીએ કે ન રાખીએ, મુકો સાઈડમાં. એમ પણ આપણા દેશમાં ‘હર્ડ ઇમ્યુનીટી’ લાગુ પડે. પ્રજા અને તંત્ર બધાની બેદરકારીથી એકવાર રોગને આવવા દ્યો શરીરમાં, જાતે એન્ટીબોડી/ઇમ્યુનીટી ડેવલપ કરો. પણ હજી આ બીમારી ક્યાં સ્વ३પે આવે એ ખબર નથી અને કદાચ ન પણ આવે તો બીજી બીમારીઓ કે અકસ્માત સમયે હોસ્પિટલ ના તોતિંગ ખર્ચ માટે તૈયાર રહેવાનું કઈ પ્લાંનિંગ કર્યું? કે જે તે મુશ્કેલી સમયે પાછી દોડાદોડ, નાણાકીય સહાય માટેની લાચારી કે વ્યાજે લઈને વ્યવસ્થા કરશું? ભૂતકાળ હજી દુર નથી ગયો, યાદ કરો એ દિવસો, મોટા ભાગના મધ્યમ-નાના ધંધાદારીઓની સ્થિતિ એક સાંધે ત્યાં તેર તુટે જેવી હતી. ઘરના સભ્ય કે સ્વજનની સારવાર માટે, ધંધો ચલાવવા માટે, ક્યારેક સ્ટાફના પરિવારની સારવાર કરવા કરેલી માંગણી માટે સ્વેચ્છાએ કે અનિચ્છાએ આપવા પડતા ઉપાડ માટે નાણાકીય સહાય કરવી પડી.

ઉપરાંત, હોસ્પિટલ માં દાખલ થવું પડશે એવું કહે એટલે પ્રથમ દિવસે બાળકને શાળાએ જવાનો જે ડર હોય એવી ફાળ પડતી. દાખલ થતા જ, મહદઅંશે દર્દી કે પરિવારજનો 50% માનસિકતાથી નબળા પડી જતા અથવા કેટલાય દાખલ ન થવા માટે રોગને સહન કરીને ગંભીર સ્થિતિને આમંત્રણ આપતા. જેના મૂળમાં હોસ્પિટલના મોટા ખર્ચને પહોંચી વળવાનો જ ડર હતો. ફક્ત નાણાકીય ડર ન હોય તો કેવું સકારાત્મક પરિણામ આવે એનો તાજો પુરાવો: નાની મોટી સંસ્થાઓ અને અમુક વ્યક્તિઓ દ્વારા સંગઠીત ‘સેવા’ ‘સંસ્થા દ્વારા ફ્રી સારવાર, ઘરથી વિશેષ હૂંફ, ખોરાક અને સેવા મળવાને લીધે ત્યાંથી હોસ્પિટલમાં દાખલ થતા દર્દી કરતા સાજા થઈને ઘરે જવાનો રેશિયો 90% છે. એમના ડેડીકેટેડ ટીમવર્ક દ્વારા માઈક્રો મેનેજમેન્ટ અને સરાહનીય કાર્ય માટે સમગ્ર હિરા ઉદ્યોગ અને સુરત શહેર ઋણી રહેશે.

તો, આવી પરિસ્થતિ બીજીવાર ન ઉભી થાય એ માટે ખુબ નાની પણ અતિ મહત્વની બાબત તરફ આપનું ધ્યાન દોરવા માંગુ છું જેનાથી તમારા રોજીંદા જીવનખર્ચમાં કોઈ ફરક નથી પડવાનો, એ છે મેડીક્લેમ વીમા પોલિસી દ્વારા આપણા પરિવારનું સુરક્ષા કવચ. એ ખોરાક – કપડાં – મકાન જેટલું જ અનિવાર્ય છે, જેટલું જલ્દી સ્વીકારો એટલા ફાયદામાં. કદાચ ઘણા દેશોની જેમ આપણી સરકાર પણ ફરજીયાત લાગુ પાડે તો નવાઈ નહીં. આજના બેઠાડુ અને તણાવભર્યા જીવન, પ્રદુષિત વાતાવરણ -ખોરાક, તકલાદી શરીર ને લીધે હવે ગંભીર બીમારીઓ પણ સામાન્ય થઇ ગઈ છે. અને બીજી બાજુ, મેડિકલ ખર્ચ ઉત્તરોત્તર વધતો જાય છે. તો એ આકસ્મિક ખર્ચને પહોંચી વળવા મેડીક્લેમ પ્રાથમિક જ३રિયાત બનવાની છે. ઘરને આપણે જ३રીયાત સમજીને લાખો ३પીયા ખર્ચીને લઈએ છીએ, એની સામે આપણી લાઈફની સુરક્ષા માટે નજીવો ખર્ચ નથી કરી શકતા. સમજો કે, કારમાં સ્પેર વ્હીલ પડયું જ રહેતું હોય છે અને 4-5 વર્ષે ફેઈલ થાય એટલે નાખી દઈએ છતાં રાખવું પડે છે, આકસ્મિક જ३ર પડે તો કામ લાગે. બસ, એ જ કામ છે મેડીક્લેમ નું. આકસ્મિક સમયે, તમે કે તમારો પરિવાર, હોસ્પિટલના પગથીયા ચડતા અચકાવ નહિ એ માટે, અચાનક આવી પડેલી મુશ્કેલી સમયે કોઈની પાસે સહાયની લાચારી ન કરવી પડે એ માટે કે માનસિક શાંતિ માટે… લોન / ક્રેડિટ કાર્ડ / વ્યાજના હપ્તા ભરવા કરતા હેલ્થ ઈન્સ્યુરન્સ ના EMI ભરવા સારા..!

આપણા દેશમાં હેલ્થ પ્રોટેક્શન સાથે બચત, રોકાણ અને રિસ્ક કવરને લગતી 250 થી વધારે પ્રોડક્ટ્સ છે પણ આજે, ‘બિઝનેસ ચિંતન’ માં કોઈપણ નાનો કે મોટો ધંધાર્થી વ્યક્તિ, પોતાનાં તેમજ સ્ટાફના પરિવાર માટે મળવાપાત્ર પેડિકલેમ ના પ્રકાર, ઉપલબ્ધ યોજના, નવા અપડેટ વિષે ટુંકમાં સમજણ મેળવીએ.

હેલ્થ ઈન્સ્યુરન્સ કે મેડીક્લેમ પોલિસી પણ પ્રકારે ઉપલબ્ધ હોય છે;
 1. મેડીક્લેમ વીમો (રેગ્યુલર) : જે તે વીમા કંપની અને પોલિસી પ્લાનની શરતો, વળતર મુજબ નક્કી કરેલા રોગો કે અકસ્માત સમયે હોસ્પિટલ નો ખર્ચ, હોસ્પિટલ પહેલા અને પછીની સારવારનો ખર્ચ, વ્યક્તિ કે પરિવારના સભ્યને મળવાપાત્ર.
 2. ફીક્સ બેનિફિટ પોલિસી: જેને હોસ્પિટલ કેશ બેનિફિટ પોલિસી તરીકે પણ જાણવામાં આવે છે. જે તે બીમારી સામે વીમા કંપનીએ નક્કી કરેલ રકમ મળી જાય. પછી તમે ફ્રી કે વધારે રકમથી નિદાન કર્યું એનો મતલબ નથી. (LIC અને અન્ય કંપનીમાં ઉપલબ્ધ)
 3. ક્રિટિકલ ઈલનેસ પોલિસી: જેમાં નવ ગંભીર બીમારીનો સમાવેશ થાય છે. બીમારી પ્રમાણે વીમા કંપનીએ નક્કી કરેલ શરતો અને વળતર મુજબ, બીમારીને લીધે મૃત્યુ થાય કે ન થાય, વીમા પોલિસી લીધા બાદ નિયમોનુસાર નક્કી કરેલા દિવસો પછી રોગ લાગુ પડે તો ફિક્સ વીમા રકમ મળે છે.
 4. એક્સિડન્ટ પોલિસી / અકસ્માત વીમો: કોઈપણ ધંધાર્થી /નોકરિયાત કે આવક ધરાવતી વ્યક્તિ માટે જ લાગુ. એકદમ ઓછા પ્રીમિયમ માં ખુબ મોટી રકમ (અંદાજીત વાર્ષિક 1500-2000 ३. પ્રીમિયમ માં 10-20 લાખ સુધીનો વીમો). જેમાં અકસ્માતથી મૃત્યુ, ટોટલ/અમુક/કાયમી/ટેમ્પરરી ડિસેબિલિટી, હોસ્પિટલ ખર્ચ, ઘરે આરામ કરવો પડે એમ હોય તો દર અઠવાડીએ નક્કી કરેલ રકમ (કેશ બેનિફિટ), એડિશનલ બેનિફિટ તરીકે અન્ય EMI કવર, બાળકોની શિક્ષણ લોન, વિદેશમાં અકસ્માત થાય તો ત્યાંનો ખર્ચ વગેરે કવર થાય છે. ઘરમાં એક વ્યક્તિ કમાતી હોય એને માટે આ પોલિસી લેવાનો મારો વ્યક્તિગત આગ્રહ.
 5. હોસ્પિટલ કેશ બેનિફિટ: બીમારી કે અકસ્માતમાં હોસ્પિટલનો દૈનિક ખર્ચ, પોલિસી વીમા રકમ અને શરતો મુજબ મળવાપાત્ર.
 6. સુપર ટોપ-અપ પોલિસી: જે ઓછા પ્રીમિયમમાં વધારે રકમ સમાવેશ કરવા માટે ફાયદામંદ છે. જેમાં બેઝીક (મુખ્ય) મેડીક્લેમ પોલિસી હોવી જોઈએ, એના જે બેનિફિટ છે એ સાથે ટોપ-અપ પોલિસી ઉમેરીને પરિવાર માટે વધારે વીમા સુરક્ષા મેળવી શકો છો.
દરેક નાગરિક માટે સરકારી/અર્ધ સરકારી વીમા યોજના
યોજના નું નામ મળવાપાત્ર રકમ ફાયદા શરતો વધુ વિગત
માં અમૃતમ/ વાત્સલ્ય/ આયુષ્માન ભારત (PMJAY ) કુટુંબદીઠ વાર્ષિક મહત્તમ 5 લાખ સુધીની કેશલેસ સારવાર મોટી ગંભીર બીમારીઓ, જોઈન્ટ રિપ્લેસમેન્ટ જેવી અન્ય નક્કી કરેલ બીમારીની સારવાર શક્ય APL રેશનકાર્ડ ધરાવતા કુટુંબદીઠ વાર્ષિક 4 લાખ કે ઓછી આવક ધરાવતા પરિવાર માટે , સીનીયર સિટીજન ( 60 વર્ષ કે વધુ વયના) માટે 6 લાખ કે તેથી ઓછી આવક ધરાવતા પરિવાર. જેમાં ફક્ત સીનીયર સિટીજન ને જ લાગુ.                www.magujarat.com ટોલ ફ્રી: 1800-233-1022
www.pmjay.gov.in
ટોલ ફ્રી: 14555
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) 12 . વાર્ષિક પ્રીમિયમ (1 જુન થી 31 મે) અકસ્માતથી મૃત્યુ થાય તો 2 લાખ ३., અકસ્માતને લીધે કાયમી ખોડખાપણ થાય તો 1 લાખ ३. મળવાપાત્ર કોઈપણ અકસ્માતમાં  મૃત્યુ અને  કાયમી ખોડખાપણ થાય તો જ લાગુ 18 થી 70 વર્ષની ઉંમરના દરેક બેન્ક ખાતા ધારક નાગરિક ને મળવાપાત્ર                                         જે બેન્ક માં ખાતું હોય તે બેન્ક શાખામાં ३બ३ સંપર્ક કરવો.
પ્રધાનમંત્રી જીવનજ્યોત વીમા યોજના (PMJJBY) 330 . વાર્ષિક પ્રીમિયમ ( 1 જુન થી 31 મે) કોઈપણ કારણસર મૃત્યુ થવાથી 2 લાખ ३. મળવાપાત્ર 18 થી 70 વર્ષની ઉંમરના દરેક બેન્ક ખાતા ધારક નાગરિક ને મળવાપાત્ર                                       જે બેન્ક માં ખાતું હોય તે બેન્ક શાખામાં ३બ३ સંપર્ક કરવો.
સ્વાસ્થ્ય કોષ / સ્વાસ્થ્ય રત્ન ( ફક્ત હીરા અને જવેલરી ઉદ્યોગ માટે લાગુ) સ્વાસ્થ્ય કોષ માં 1 લાખ સુધી અને  સ્વાસ્થ્ય રત્ન માં 5 લાખ સુધી સ્ટાફ અને તેના પરિવાર સભ્યને કેશલેસ વીમા રકમ મળવાપાત્ર GJEPC એ ટાઈપ કરેલી વીમા કંપની અને નક્કી કરેલી શરતો અને બીમારીની સારવાર માટે લાગુ ડાયમંડ / જવેલરી એસોસિએશન દ્વારા મેળવેલ પરિચય કાર્ડ દ્વારા GJEPC માં અપ્લાય કરીને, હીરા કે જવેલરી ઉદ્યોગ માં કામ કરતા રત્નકલાકાર, સ્ટાફ માટે લાગુ. જેમાં સ્વાસ્થ્ય રત્ન પોલિસી માટે ધંધાની પેઢી કે મુખ્ય વ્યક્તિ GJEPC મેમ્બર હોવા ફરજીયાત છે.  www.gjepc.org/swasthya-kosh , gjepc.org/about-swasthya-ratna-policy ફોન: 0261-2209000
શ્રમ અને રોજગાર મંત્રાલય, ભારત સરકાર દ્વારા ESIC (કર્મચારી રાજ્ય વીમા નિગમ ) પોલીસી જેમાં સ્ટાફે માસિક પગારના 0.75% અને કંપની એ 3.25% રકમ પ્રીમિયમ તરીકે ચુકવવાના  હોય છે. વીમા રકમ અમર્યાદિત. પ્રથમ 6 મહિના સુધી સામાન્ય બીમારી કવર, પછી મોટી કે ગંભીર બીમારીનો સમાવેશ, પરિવાર સભ્ય ને 1 વર્ષ પછી સારવાર મળવાપાત્ર. અકસ્માત કે બીમારી સમયે માન્ય ESI હોસ્પિટલમાં દાખલ થવું પડે, બીમારી મુજબ ત્યાં અથવા બીજી સૂચિત હોસ્પિટલમાં સારવાર મળી શકે. www.esic.nic.in     ટોલ ફ્રી:: 1800-11-2526

 

હેલ્થ ઈન્સ્યુરન્સ/ મેડીક્લેમ વીમા ના પ્રકાર
વ્યક્તિગત કંપની / ગ્રુપ વીમો
ફેમિલી
વ્યક્તિગત
ફેમિલી
ફ્લોટર 
કોઈપણ પ્રાઇવેટ કંપનીમાં
જે તે વીમા રકમ પરિવારની નક્કી કરેલ વ્યક્તિ ને જ મળવાપાત્ર. જે તે વીમા રકમ વીમા પોલિસીમાં દર્શાવેલ પરિવારના દરેક સભ્ય ને લાગુ. 10 કે તેથી વધારે સ્ટાફ ધરાવતી કંપની માટે
વ્યક્તિદીઠ અલગ પોલિસી હોવાથી સુરક્ષા વધે પરંતુ સરવાળે પ્રીમિયમ પણ ઘણું વધી જાય. નિર્ધારિત રકમમાંથી પરિવારની કોઈપણ વ્યક્તિને મળવાપાત્ર જ३રીયાત, બજેટ, બેનિફિટ ને ધ્યાનમાં લઈને કસ્ટમાઇઝ વીમા રકમ અને પ્રીમિયમ, સ્ટાફ અને તેના પરિવાર માટે નક્કી કરી શકાય.
ઓછા પ્રીમિયમ માં ફેમિલી કવર ગ્રુપ વીમો હોવાથી ઓછા પ્રીમિયમમાં કંપનીના બધા સ્ટાફના પરિવારની સુરક્ષા.
વધુ વિગત માટે જાણીતા વીમા એજન્ટ કે ડાયરેક્ટ કોઈ કંપનીનો સંપર્ક કરી શકો.

 

કોવિડ સ્પેશ્યલ અપડેટ

 • IRDAI દ્વારા દરેક વીમા કંપનીઓને કોરોનાપીડિત દર્દીઓને તાત્કાલિક વળતર માટે કડક સુચન.
 • સરકારી કોઈપણ યોજનામાં હાલ કોવિડ ને લગતી બીમારીનો સમાવેશ નથી.
 • 14 મે સુધીમાં, દેશમાં 11794 કરોડ, જેમાં ગુજરાતમાં 1327 કરોડનું વીમા કંપનીઓ દ્વારા વળતર. 

સવાલજવાબ

 1. મેડીક્લેમ લેતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ?

દરેક વીમા કંપનીની પોલિસીમાં મળવાપાત્ર બેનિફિટ, બીમારીનો સમાવેશ, માન્ય હોસ્પિટલ વિગત, ન સમાયેલ વસ્તુ કે બીમારી, જે તે કંપનીના પ્લાન અને શરતો પ્રમાણે અલગ અલગ નક્કી કરેલ હોય છે. ખાસ કરીને નોન મેડિકલ આઈટમ કે કન્ઝયુમેબલ આઈટમ ખર્ચ ( ગ્લોવ્સ, સિરીંજ, ઓક્સિજન વગેરે) અલગ અલગ કંપની ઓછું, પૂરેપૂ३ કે નહિવત આપે છે. જેથી, તમારી પોલિસીમાં કઈ બીમારી? શું બેનિફિટ કવર છે? શું નથી? તે જાણીને પોલિસી પ્લાન અને કંપની સિલેક્ટ કરવું મહત્વનું છે.

 1. એક કરતા વધારે મેડીક્લેમ પોલિસી હોય તો સારવાર બાદ કેટલામાં ક્લેમ કરી શકાય?

મેડીક્લેમ ના નિયમ પ્રમાણે તમારી પાસે 3-4 કે 5 પોલિસી હોય, બધામાં ક્લેમ કરવા માટે એલીજીબલ છો પરંતુ જે તે બીમારી કે અકસ્માત, પોલિસી પ્લાન ની શરતોને આધીન મળવાપાત્ર થાય કે ન થાય.

 1. કઈ બીમારીઓ મેડીક્લેમ પોલિસીમાં નથી મળતી?

મોટા ભાગે જન્મજાત બીમારી (કંજનાઈટલ), કોસ્મેટિક ટ્રીટમેન્ટ, HIV કે ડેન્ટલ ટ્રીટમેન્ટ, જેવી. પરંતુ, હવે અમુક કંપનીઓ પોલિસીમાં મેટરનીટી (પ્રેગનન્સી), ન્યુ બોર્ન બેબી, OPD, બેરિયાટ્રિક સર્જરી (પેટની ચરબીનું ઓપરેશન) વગેરે પણ કવર કરે છે. જે તે બીમારી પછી કંપની જલ્દી વીમો આપવા તૈયાર નથી હોતી.

 1. વીમા લીધા પહેલાની કોઈ હયાત બીમારી હોય તો એની સારવાર શક્ય?

સામાન્ય રીતે, અમુક ઉમર પછી ની વ્યક્તિને ઘણી કંપનીઓ નવી પોલિસી ઈશ્યુ કરતા પહેલા મેડિકલ ચેકઅપ ફરજીયાત કરાવે છે. તો એના દ્વારા કે તમે સ્વૈચ્છીક જૂની બીમારી દર્શાવેલ હોય તો, અમુક વર્ષ હયાત બીમારીની સારવાર નવી પોલિસીમાં નથી મળતી, જે નક્કી કરેલા વર્ષો પછી ચોક્કસ કવર થાય છે. દરેક કંપનીના પ્લાન, નિયમો અને શરતો ને આધીન.

 1. મિનિમમ કેટલી વીમા રકમનો મેડીક્લેમ લેવાય?

જે સ્થળ કે શહેરમાં રહીએ છીએ એમાં તમને જે મુખ્ય 10 હોસ્પિટલ સારી લાગતી હોય તેનો ગંભીર બીમારીમાં અંદાજીત ખર્ચ થાય તેના આધારે તેમજ તમારા પરિવારના સ્વાસ્થ્ય અને બજેટ ને ધ્યાનમાં લઈને વીમા રકમ નક્કી કરી શકાય. દા.ત. સુરત માં કુટુંબદીઠ અંદાજીત 5 લાખ વીમા રકમ.

 1. મેડીક્લેમ ક્યાંથી લેવો જોઈએ?

મેડીક્લેમ તમે વીમા એજન્ટ, બ્રોકર, બેન્ક પાસેથી કે ઓનલાઇન ખરીદી કરી શકો છો. ખરીદી ગમે ત્યાંથી કરી શકાય પણ એ ખાસ ધ્યાનમાં લેવું કે જયારે ક્લેમ ની પ્રોસેસ કરવાની હોય ત્યારે એની પ્રોસીજર, ડોક્યુમેન્ટ સબમીશન બધું મોટાભાગની કંપનીઓ માં ઓફલાઈન છે. કંપનીની કવેરી દરમ્યાન ડોક્યુમેન્ટ્સ, ફોર્મ બધું વ્યવસ્થિત આપવું પડે છે. ઉપરાંત, ઓનલાઇનમાં ફ્રોડ કંપનીઓ, ડેટા હેકિંગ, નાણાં ઉચાપતનું પણ જોખમ હોય છે. એટલે જો તમે તમારી જ३રિયાત મુજબ વીમા પોલિસીની માહિતી મેળવવા સક્ષમ હોવ, ઓનલાઇન ખરીદીથી પુરા વાકેફ હોવ, મેઈલ, ફોન કે લિખિત વ્યવસ્થિત કમ્યુનિકેશન કરી શકો એમ હોવ તો જ ઓનલાઇન કે બેંકથી ખરીદવી નહીંતર તમારા જાણીતા વીમા સલાહકાર પાસે પોલિસી લેવી ખુબ જ હિતાવહ છે. જેના દ્વારા તમારા, બજેટ, જ३રીયાત, સ્થળ અને સમય અનુ३પ પોલિસી લઇ શકશો અને ક્લેમ પ્રોસિજર દરમ્યાન સંપૂર્ણ સહયોગ મેળવી શકશો.

 1. માં અમૃતમ/ વાત્સલ્ય/ આયુષ્માન ભારત, આ ત્રણેય સરકારી વીમા યોજનામાં શું તફાવત છે?

ત્રણેય યોજનામાં મળવાપાત્ર લાભ એકસમાન છે. કુટુંબદીઠ તમે ત્રણ માંથી કોઈપણ એક કાર્ડ લેવા માટે જ એલીજીબલ છો. માં અમૃતમ/વાત્સલ્ય યોજના ગુજરાતની નક્કી કરેલ હોસ્પિટલ માં માન્ય. APL રેશનકાર્ડ હોય તો માં અમૃતમ અને BPL કાર્ડ ધારકને માં વાત્સલ્ય. BPL કાર્ડધારક ને આવકનો દાખલો બતાવવાની જ३ર નથી. આયુષ્માન કાર્ડ ધારકને ગુજરાત તેમજ ભારતના કોઈપણ શહેરમાં માન્ય હોસ્પિટલમાં સારવાર મળવાપાત્ર ગણાય છે. 

IRDAI દ્વારા સામાન્ય દેશવાસીઓ માટે એકસમાન સ્ટાન્ડર્ડ હેલ્થ પ્લાનઆરોગ્ય સંજીવનીની સુંદર ભેટ

 • બધી કંપનીઓએ ‘ આરોગ્ય સંજીવની’ નામથી નક્કી થયેલ સ્ટાન્ડર્ડ પ્લાન પ્રમાણે મેડીક્લેમ પોલિસી ફરજીયાત આપવી પડશે.
 • મિનિમમ 1 લાખ થી મહત્તમ 5 લાખ સુધીની વીમા રકમ ની પોલિસી ઉપલબ્ધ.
 • કુટુંબદીઠ 18 થી 65 વર્ષ (બાળક 3 મહિના થી 25 વર્ષ) વય મર્યાદા
 • એક વીમા કંપનીમાંથી, બીજી કંપનીમાં ચાલુ ફાયદા સાથે ગમે ત્યારે પોર્ટ/ ટ્રાન્સફર થઇ શકાશે (ફોન સીમકાર્ડ ની જેમ)
 • ‘આરોગ્ય સંજીવની’ અંતર્ગત બધી કંપનીઓમાં નિર્ધારિત શરતો, બીમારી કવર, ફાયદા એકસમાન અને પ્રીમિયમ માં પણ નજીવી સમાનતા.
 • વ્યાજબી પ્રીમિયમ માં વધુ બીમારી કવર ઉપરાંત ‘આયુષ ટ્રીટમેન્ટ’ નો પણ સમાવેશ (આયુર્વેદ, નેચરોપેથી, હોમિયોપેથી, યુનાની વગેરે) (ફક્ત માન્ય આયુષ હોસ્પિટલ માં જ)
 • 1 એપ્રિલ 2021 થી લાગુ થયેલ છે.
 • વધુ માહિતી કે ખરીદી માટે તમારા જાણીતા વીમા એજન્ટ કે ડાયરેક્ટ કોઈપણ કંપનીનો સંપર્ક કરી શકો. 

ચાલુ વીમા પ્રીમિયમ ને ઓછું કરવા કે બચત કરવા માટે કેટલીક ટિપ્સ :

 1. બેજીક હેલ્થ પ્લાન / મેડીક્લેમ પોલિસી ને નજીવા એક્સ્ટ્રા પ્રીમિયમ દ્વારા ટોપ – અપ અને સુપર ટોપ – અપ ઓપ્શન થી વીમા રકમ વધારી શકાય.
 2. ‘ કો- પેય’ અને ‘ ડિડકટીબલ ઓપ્શન’ દ્વારા પ્રીમિયમ રકમ ઘટાડી શકાય. જેનો મતલબ સારવાર સમયે નક્કી કરેલ વીમા રકમમાં 10-30% રકમ પોતાની નાખવાની, જે મુજબ 10-20% પ્રીમિયમ માં ડિસ્કાઉન્ટ મળે.
 3. ‘ વેલનેસ ઈન્સેન્ટિવ’ જે નવો કોન્સેપટ છે એ મુજબ મોટાભાગની કંપની પોતાના કાયમી વીમાધારકને ઈન્સેન્ટિવ દ્વારા લાભ આપે. દા.ત. રેગ્યુલર અમુક સ્ટેપ ચાલો તો તમને પોઇન્ટ મળે જે તમે પ્રીમિયમ રકમમાં લાભ લઇ શકો, વગેરે.
 4. ફેમિલી ફ્લોટર પ્લાન લો, પણ એમાં વધારે ઉમર કે સિનિયર સિટીજન સભ્ય ને સમાવેશ ન કરો. વીમા રકમ અને શરતો વ્યક્તિની ઉમર પ્રમાણે નક્કી થતી હોય છે. હાઈ રીસ્ક – હાઈ પ્રીમિયમ. ઘરમાં બીમાર કે સિનિયર સિટીજન / પેરેન્ટ્સ માટે અલગ પોલિસી લેવી હિતાવહ છે.
 5. નાના ક્લેમ ટાળો અને ક્યુમ્યુલેટીવ કે નો ક્લેમ બોનસ મેળવો. ઘણીવાર સામાન્ય માંદગીની સારવાર માટે વિમાની નાની રકમનો ફાયદો ટાળીએ તો રીન્યુઅલ સમયે વીમા રકમમાં 20-50% સુધી ‘નો ક્લેમ બોનસ’ મળવાપાત્ર થાય. જે વધારે ફાયદાકારક છે.
 6. ‘ મલ્ટી યર ડિસ્કાઉન્ટ’ મેળવો. એક વર્ષના પ્રીમિયમ ભરવા કરતા એકસાથે 2 કે 3 વર્ષનું પ્રીમિયમ સાથે ભરીએ તો દરેક કંપની એમના નિયમો મુજબ ચોક્કસ ડિસ્કાઉન્ટ આપે છે, ઉપરાંત તેના દ્વારા ટેક્સમાં પણ વધારે રાહત મેળવી શકાય છે.
 7. સારા અને સસ્તા પ્લાનમાં શિફ્ટ કરીને. તમા३ હાલનું પ્રીમિયમ વધારે લાગતું હોય તો તમારા વીમા સલાહકાર સાથે મિટિંગ કરીને જ३રીયાત, બજેટ અનુસાર એ જ કે બીજી કંપનીમાં નવા અપડેટેડ સારા કે સસ્તા પ્લાનમાં શિફ્ટ થઇ શકો.
 8. અન્ય ડિસ્કાઉન્ટ નો લાભ: સમયની માંગ પ્રમાણે તમે કંપની ની ડાયરેક્ટ સાઈટ થી ઓનલાઇન ખરીદી કરો તો 5-10 % સુધી ડિસ્કાઉન્ટ, ડેબિટ/ક્રેડિટ કાર્ડ દ્વારા ઓટો રીન્યુઅલ ઓપ્શન ગોઠવો તો 2-3% ડિસ્કાઉન્ટ, વીમા કંપનીમાં સતત અમુક વર્ષો સુધી પોલિસી ચાલુ રાખવા બદલ 3-4 વર્ષ પછી 5-10% સુધી લોયલ્ટી બોનસ, અમુક વીમા કંપનીઓ દ્વારા એમની નિર્ધારિત હોસ્પિટલ માં સારવાર લો તો 10-15% ડિસ્કાઉન્ટ, મહિલા પ્રાધાન્ય આપતી કંપનીઓ પરિવારમાં દીકરી હોય કે ફક્ત મહિલાનો વીમો હોય તો 5-50% ડિસ્કાઉન્ટ અને રહેઠાણ ના ઝોન આધારિત ટાયર 2-3 શહેર પ્રમાણે 10-20% સુધી ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ હોય છે. (દરેક કંપનીઓની શરતોને આધીન)

મારો અભિપ્રાય: જયારે વીમા ની ખરેખર જ३ર હશે, ત્યારે કદાચ વીમા કંપની તમને લાયક ન ગણાવીને ના પાડી દે, એટલે સ્વાસ્થ્ય સા३ હોય ત્યારે જ વીમા પોલિસી લઈ લેવી હિતાવહ છે.

નોંધ: હું વીમા સલાહકાર નથી. ઉપરોક્ત માહિતી મારી સમજણ અને મળેલા માર્ગદર્શન આધારે માહિતીની ચોક્સાઇને ધ્યાનમાં લઈને જનહિત માં ફક્ત સારા ઉદ્દેશ સાથે જણાવવાનો નમ્ર પ્રયાસ કરેલ છે. કોઈ ક્ષતિ બદલ ક્ષમા.