મોરેટોરીયમ પીરીયડનું વ્યાજનું વ્યાજ ધિરાણ ખાતામાં પરત જમા કરાવવા બેન્કોને સૂચના : ઈન્ડીયન બેન્ક એસોસિયેશન

522

સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન થશે,એન.પી.એ.ની ગણતરીના સમયે છ માસનો મોરેટોરીયમ પીરીયડને એવોઈડ કરાશે: ઈન્ડીયન બેન્ક એસોસિયેશન

DIAMOND TIMES -દેશમાં મોરેટોરીયમનો અંત આવી ગયો છે.એ સમયગાળાનું વ્યાજ તો લોન લેનારે ભોગવવું જ પડશે તે નિશ્ર્ચિત છે.પરંતુ સર્વોચ્ચ અદાલતે વ્યાજનું વ્યાજ નહી વસુલવા અને જે કોઈ ચક્રવૃદ્ધિ વ્યાજ લોન ખાતામાં ઉધારાયું છે તે પરત આપવા ઈન્ડીયન બેન્ક એસોસિયેસને તમામ બેન્કોને સૂચના આપી છે. ઉપરાંત બેન્કોને હવે તેના નોન પર્ફોમીંગ એસેટસ જે ધિરાણ ખાતામાં હપ્તા કે ડયુ રકમ બેન્કોના એનપીએના નિયમ મુજબ ચુકવાયા નથી તેને આ કેટેગરીમાં મુક્તા સમયે મોરેટોરીયમનો છ માસનો સમયગાળો ગણતરીમાં નહી લેવા માટે પણ ખાસ સૂચના આપી છે.

તા.26 માર્ચના રોજ ઈન્ડીયન બેન્ક એસો. દ્વારા તેની તમામ સભ્ય બેન્કોને તેના ધિરાણના બાકીદારોને કમ્પાઉન્ડ ઈન્ટ્રેસ્ટ એટલે કે વ્યાજના વ્યાજમાં રાહત આપવા ખાસ જણાવ્યું છે. જો કે આ પ્રકારનું ચક્રવૃદ્ધિ વ્યાજ ફકત રૂા.2 કરોડ સુધીના મજુર થયેલા ધિરાણમાંજ મળે છે. મોરેટોરીયમ તે જ સમયગાળા માટે લાગુ થયો હતો. બેન્કોએ માર્ચ 2020થી ઓગષ્ટ 2020 સુધીના સમયગાળામાં વ્યાજનું વ્યાજ નહી લેવાનો નિર્ણય લેવાયો છે અને બેન્કોએ આ વ્યાજ ઉધાર્યુ છે તે પરત જમા થશે.

સુપ્રીમ કોર્ટે આ પ્રકારના આદેશમાં બેન્કો જે ચક્રવૃદ્ધિ વ્યાજ માફ કરે તે કેન્દ્ર સરકાર ભોગવે અને બેન્કોને તે રકમનું વળતર ચૂકવે તેવું જણાવ્યું હતું. જો કે કેન્દ્ર આ રકમ ચૂકવશે કે કેમ તે પ્રશ્ર્ન છે. ચક્રવૃદ્ધિ વ્યાજની કુલ રકમ રૂા.6500 કરોડ જેટલી થવાનો અંદાજ છે અને બેન્કોએ જ તેના આગામી સમયના નાણાકીય હિસાબોમાં તેની જોગવાઈ કરવી પડશે. જો કે મોરેટોરીયમના સમયગાળામાં જે હપ્તા કે અન્ય ડયુ રીકવર થયા નથી અથવા ભરાયા નથી તેને એન.પી.એ.ની ગણતરી સમયે આ છ માસનો સમયગાળો ગણાશે નહી અને લોન પીરીયડ તે મુજબ વધારી અપાશે.