લોકો અને કોરોનાના દર્દીઓને હૂંફ આપવા લોકલ વોકલ બિઝનેસ ગૃપે હાથ ધર્યુ પ્રેરણાત્મક અભિયાન

820

‘‘હું જીતીશ કારણ કે હું આવી અનેક લડતો જીતી ચુક્યો છું ’’ કોરોનાની વિકટ પરિસ્થિતિમાં લોકોને માનસિક રીતે મજબૂત બનાવવા સુરતમાં લગાવ્યા 4 હજારથી પણ વધુ બેનરો

DIAMOND TIMES –  કોરોના મહામારીની વર્તમાન વિકટ પરિસ્થિતિમાં લોકોને સારવારની સાથે માનસિક તણાવથી દુર રહે તે માટે મોટીવેટ કરવા ખૂબ જરૂરી છે.આ બાબતને ધ્યાનમાં રાખીને નાગરીકો અને કોરોના દર્દીઓનો આત્મવિશ્વાસ વધારવાના ઉદ્દેશ્ય સાથે શહેરનું લોકલ -વોકલ બિઝનેસ ગ્રુપ આગળ આવ્યું છે. લોકલ- વોકલ બિઝનેસના ફાઉન્ડર આકાશ વઘાસીયા અને અજય ઇટાળીયા દ્વારા આ ઉમદા અભિયાન શરૂ કરાયુ છે.

આ અભિયાનમાં પરાગ પાનસુરીયાએ પોઝીટીવ વિચારો આપ્યા છે.મારૂતિ વીર જવાન ટ્રસ્ટના સહયોગથી સમગ્ર સુરતના વિવિધ વિસ્તારોમાં આશરે 4 હજાર થી પણ વધુ બેનરો લગાડવામાં આવ્યા છે.આ કાર્યમાં અનેક સામાજીક સંસ્થાઓ અને સમાજ સેવી લોકોએ મદદ કરી છે.જેથી વધુ માં વધુ લોકોને માનસીક હૂંફ મળી શકે.

લોકલ વોકલના ફાઉન્ડર આકાશ વઘાસિયાએ જણાવ્યું હતું કે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાની સાથે જ મોટાભાગના લોકો માનસિક રીતે ભાંગી પડે છે,જેથી પ્રથમ તો તેમને હિંમત,માનસિક હૂંફની ખૂબ જ જરૂર પડે છે.જેથી સુરતના વિવિધ વિસ્તારોમાં 4 હજાર બેનરો લગાવી પ્રેરણાત્મક સુત્રો ટાંકીને લોકોનું માનસિક સ્વાસ્થ્ય મજબુત થાય તેવા પ્રયત્નો કર્યા છે. જેમકે ‘‘હું જીતીશ કારણ કે હું આવી અનેક લડતો જીતી ચુક્યો છું ’’આ પ્રકારાના પ્રેરણાત્મક સુત્રો સુરતની અનેક સોસાયટીઓના ગેટ પર,સર્કલ પર, આઇસોલેશન વોર્ડમાં, સ્મશાન ભૂમિમાં, બસ સ્ટેન્ડ પર,ધાર્મિક સ્થાનો, હિરાબજાર, શાકમાર્કેટ, ટેક્ષટાઇલ માર્કેટ, હોસ્પિટલો સહિત વિવિધ વિસ્તારોમાં લગાડેલા બેનરોમાં ટાંકવામાં આવ્યા છે.જેથી કોરોના પીડિત દર્દીને માનસિક રીતે મજબૂત રાખી શકાય.અમને વિશ્વાસ છે કે અમારા આ અભિયાનથી લોકો ભયમુક્ત બનશે.

બેનરોમાં ટાંકવામાં આવેલા પ્રેરણાત્મક સોનેરી સુત્રો…

– ‘‘હું જીતીશ કારણ કે હું આવી અનેક લડતો જીતી ચુક્યો છું ’’
– ‘‘આભ ને ટેકો દેવાની તાકાત રાખું છું, ભુલતી નહી ઓ મુસીબત હું માણસ છું’’
– ‘‘હું પરમાત્માનું શ્રેષ્ઠ સર્જન છું મને ઇશ્વરે શ્રેષ્ઠ શક્તિઓ પ્રદાન કરી છે’’
– ‘‘એમ થાકી હારી બેસુ શેનો, જીતુ નહી તો હું માણસ શેનો’’
– ‘‘ચડે પડે તોય લડે પણ હારે નહી, એ માણસની જાત’’
– ‘‘એમ થાકી હારી બેસુ શેનો, જીતુ નહી હું માણસ શેનો’’