ઇનફોર્મ માર્કેટ્સ અને ઇટાલિયન એક્ઝિબિશન ગ્રુપ દુબઇમાં જવેલરી શો નું કરશે આયોજન

750

DIAMOND TIMES – ઇનફોર્મ માર્કેટ્સ અને ઇટાલિયન એક્ઝિબિશન ગ્રુપ (આઇઇજી) દુબઇમાં જ્વેલરી શો નું આયોજન કરશે. ફેબ્રુઆરી 2022માં આયોજીત થનારા આ ત્રિદીવસીય જ્વેલરી શો માટે ઇનફોર્મ માર્કેટ્સ અને ઇટાલિયન એક્ઝિબિશન ગ્રુપે દુબઈ સ્થિત જેમ એન્ડ ટેકનોલોજી દુબઈ (જેજીટી દુબઈ) અને દુબઈ મલ્ટી કોમોડીટી સેન્ટર(ડીએમસીસી) સાથે હાથ મિલાવ્યા છે.

દુબઈમાં આયોજીત થનારી આ ત્રિદીવસીય (B2B) ઇવેન્ટનાં આયોજન પાછળનો ઇનફોર્મ માર્કેટ્સ અને ઇટાલિયન એક્ઝિબિશન ગ્રુપનો હેતુ ઈટાલિયન જ્વેલરી ઉદ્યોગની ક્ષમતાઓ અને સંસાધનોનો એશિયાના માર્કેટને લાભ આપવાનો છે.

દુબઈ મલ્ટી કોમોડીટી સેન્ટર(ડીએમસીસી)ના એક્ઝિક્યુટિવ ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ અધ્યક્ષ અહેમદ બિન સુલેયેમે કહ્યુ કે દુબઈ માટે આ એક સારો પ્રસંગ છે . આઇઇજીના ચીફ એક્ઝિક્યુટિવ કોરેડો પેરાબોનીએ જણાવ્યું હતું કે અમો મધ્ય પૂર્વના દેશો યુરોપ,ઉત્તર અમેરિકા સહીત સમગ્ર વિશ્વનાં મુખ્ય બજારોમાં સક્ષમ ભાગીદાર નોંધાવી ક્લાસિક અને પ્રિમિયમ પ્રકારની જ્વેલરીના ઉત્પાદનમાં રહેલી અમારી કુશળતાને દર્શાવવાની અમારી અપેક્ષા છે.