DIAMOND TIMES – સમગ્ર વિશ્વમાંથી ટોપની 100 લક્ઝરી કંપનીઓના લિસ્ટમાં ભારતની 5 જ્વેલરી બ્રાન્ડનો સમાવેશ થાય છે.આ બાબત ભારત માટે ગર્વ લેવા જેવી છે.
વિશ્વની ટોપ 100 લક્ઝરી કંપનીઓમાં તાતા ગ્રુપની કંપની ટાઈટન ત્રણ સ્થાન આગળ વધીને હનુમાન કૂદકો મારી 22 મું સ્થાન પ્રાપ્ત કર્યુ છે.અન્ય ચાર કંપનીઓની વાત કરીએ તો તેમાં કલ્યાણ જવેલર્સ 37 માં સ્થાને, જોયલુક્કાસ 46 માં સ્થાને, પી.સી. જવેલર્સ 57 માં અને ત્રિભુવનદાસ ભીમજી જવેલર્સ લિમિટેડ 92 માં સ્થાને આવે છે.
ભારત આદિકાળથી જેમ્સ એન્ડ જ્વેલરી કેટેગરીમાં પ્રભુત્વ ધરાવતું રહ્યું છે.ટોપ 10 કંપનીઓમાં યુરોપ, મીડલ ઇસ્ટ, અને સાઉથ આફ્રિકાના દેશોની કંપનીઓનો સમાવેશ પણ સમાવેશ થાય છે.આ રિપોર્ટ પ્રસિદ્ધ કરનાર કંપની ડેલોઈટ જણાવે છે કે આ ટોપ હન્ડ્રેડ કંપનીઓ દ્વારા 252 બિલિયન ડોલરની વાર્ષિક આવક પ્રાપ્ત થાય છે.