નવેમ્બર મહિનામાં ભારતની પોલિશ્ડ નિકાસ સૌથી નીચા સ્તરે રહી

DIAMOND TIMES : જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા દર્શાવે છે કે નવેમ્બર દરમિયાન ભારતની પોલિશ્ડ ડાયમંડની નિકાસ સૌથી નીચા સ્તરે આવી ગઈ છે. જે કુલ 1.25 બિલિયન ડોલર છે.

માર્ચમાં ટોચ પર પહોંચ્યા પછી પોલિશ્ડ નિકાસ ઘટી રહી છે. જો કે સપ્ટેમ્બરમાં નોંધપાત્ર ઉછાળો મળ્યો હતો. અહેવાલ મુજબ નવેમ્બરમાં વેચાણ વાર્ષિક ધોરણે માત્ર 4 ટકા જેટલું ઘટ્યું હતું. પરંતુ ઓક્ટોબર 1.89 બિલિયન ડોલરની સરખામણીમાં લગભગ 34 ટકા જેટલું ઓછું હતું. તમામ જેમ્સ અને જ્વેલરીની નિકાસ નવેમ્બરમાં માત્ર 2 ટકા વધીને 2.43 બિલિયન થઈ છે.

એપ્રિલથી નવેમ્બર સુધીમાં રફ આયાત થોડી વધીને 11.68 બિલિયન ડોલર થઈ જે પ્રતિ મહિને સરેરાશ 1.46 બિલિયન ડોલર દર્શાવે છે. આ સમયગાળા દરમિયાન પોલિશ્ડ લેબગ્રોન હીરાના વેચાણમાં લગભગ 50 ટકાનો વધારો થયો છે.