એપ્રિલ થી મે – 2021 દરમિયાન જેમ એન્ડ જ્વેલરીની નિકાસ 9 ટકાની વૃદ્ધિ સાથે 46214 કરોડને આંબી ગઈ

640

DIAMOND TIMES – આંતરરાષ્ટ્રીય બજારમાં કટ અને પોલિશ્ડ હીરાની સાથે ડાયમંડ જ્વેલરીની પણ મોટી ડિમાન્ડ નીકળી છે.જેને પગલે એપ્રિલથી મે 2021 દરમિયાન જેમ એન્ડ જ્વેલરીની નિકાસ 9 ટકાની વૃદ્ધિ સાથે 46214.33 કરોડને આંબી ગઈ છે.જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ ગત નાણાકીય વર્ષના સમાન ગાળાની તુલનાએ નાણાકીય વર્ષ 2020-21 ના પ્રથમ બે મહિના એટલે કે એપ્રિલ અને મે મહીના દરમિયાન જેમ એન્ડ જ્વેલરીની નિકાસમાં 9 ટકાનો વધારો થયો છે.

નિકાસવૃદ્ધિનો સિલસિલો ચાલુ રહેશે : જીજેઇપીસીના અધ્યક્ષ કોલિનશાહ

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન કોલિનશાહે કહ્યુ કે આંતરાષ્ટ્રીય માર્કેટ ખુલતા જેમ એન્ડ જ્વેલરીની ડિમાન્ડમાં વધારો થયો છે. ઉપરાંત કેટલાક મુદ્દાઓ પર ભારત સરકારની સકારાત્મક નીતિઓને લીધે પણ નિકાસમાં પોઝિટિવ અસર થઈ છે.સરકાર દ્વારા જેમ એન્ડ જ્વેલરી સેક્ટરમાં કેટલીક વસ્તુઓ પર ઇમ્પોર્ટ ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવતા નિકાસને પ્રોત્સાહન મળ્યુ છે.ઉપરાંત ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમમા સુધારો અને ઇન્ટરેસ્ટ ઇક્વેલિજન સ્કીમમાં શીપમેન્ટ આવવાના ત્રણ મહીના પહેલા અને પછી સુધી લંબાવવામાં આવતા નિકાસકારો ઉત્સાહમાં છે.તેમણે ઉમેર્યુ કે આવનારા દિવસોમાં જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસમાં તીવ્ર વધારો થવાની શક્યતા છે. આગામી મહીનાઓમાં વિદેશોમાં જ્વેલરી શો આયોજિત થવાના છે.જેનો પણ ભારતના જેમ એન્ડ જ્વેલરી સેકટર્સને ફાયદો મળશે.જીજેઇપીસી ઓગસ્ટ 2021માં દુબઇમાં મુખ્ય ટ્રેડ શોનું આયોજન કરી રહ્યું છે.જેનાથી ભારતીય ઉત્પાદકો અને વેપારીઓનું મનોબળ વધશે અને નિકાસ વ્યવસાયને વેગ આપશે.

સ્ટડેડ ગોલ્ડ જ્વેલરીમાં પાછલા નાણાકીય વર્ષના એપ્રિલ અને મે મહીના કરતા 41 ટકાનો વધારો નોંધાયો છે.પાછલા નાણાકીય વર્ષમાં જે 516.81 મિલિયન ડોલર હતી.તે વધીને 730.04 મિલિયન ડોલર થઈ છે.જ્યારે કટ અને પોલિશ્ડ હીરામાં 21 ટકાનો વધારો થયો છે.પાછલા નાણાકીય વર્ષનાં એપ્રિલ અને મે મહીનામાં કટ અને પોલિશ્ડ હીરાની નિકાસ 3.5 બિલિયન અમેરીકી ડોલર થઈ હતી, જે વધીને 4.26 બિલિયન અમેરીકી ડોલર પર પહોંચી છે.પ્લેન ગોલ્ડ જ્વેલરીમાં 71 ટકાનો ઘટાડો થયો છે.પાછલા નાણાકીય વર્ષમાં 434.11 મિલિનય અમેરીકી ડોલરની સરખામણીએ ચાલુ વર્ષ માત્ર 1.49 બિલિયન અમેરીકી ડોલરની પ્લેન ગોલ્ડ જ્વેલરી નિકાસ થઈ છે.સિંગાપોર,મલેશિયા અને દુબઇ જેવા મુખ્ય સ્થળો પર પ્રવાસીઓના અભાવથી ભારતમાંથી થતી પ્લેન ગોલ્ડ જ્વેલરીની નિકાસને અસર થઈ છે.