‘બાય નાઉ પે લેટર’ પેમેન્ટની નવી પદ્ધતિ સાથે ભારતનું ઇ-કોમર્સ બજાર જેટ ગતિએ વિકસશે : અભ્યાસ

645

અમેરીકા અને યુરોપમાં ઓનલાઈન જ્વેલરીના વેંચાણમા સતત મજબુત વૃદ્ધિ થઈ રહી છે.આ ટ્રેન્ડ ધીમે ધીમે ભારતમાં પગપેસારો કરી રહ્યો હોવાથી દીર્ઘદ્રષ્ટ્રા ઝવેરીઓએ ઓનલાઈન જ્વેલરીનું વેંચાણમાં પ્રવેશ કરવા તૈયારીઓ આરંભી દીધી હોવાના અહેવાલ છે.

DIAMOND TIMES – કોવિડ-૧૯ રોગચાળા પછી ભારતનું ઇ-કોમર્સ બજાર અતિ ઝડપથી વધી રહ્યુ છે. જાણકારોના મત્તે ઇ-કોમર્સ બજાર આગામી વર્ષ ૨૦૨૪ સુધીમાં ૮૪ ટકાના દરે વધીને ૧૧૧ અબજ ડોલર થઈ જવાની ધારણા છે.દુનિયાના ૪૧ દેશોમાં વર્તમાન અને ભવિષ્યના પેમેન્ટની ચકાસણીના આધારે ગ્લોબલ પેમેન્ટ દ્વારા જારી કરાયેલા રિપોર્ટ મુજબ રોગચાળા અંતર્ગત ડિજીટલ કોમર્સમાં વધારાનો ટ્રેન્ડ જોવા મળે છે.ભારત સહિત વિવિધ દેશોમાં ગ્રાહકોના અભિગમમાં પરિવર્તન જોવા મળી રહ્યુ છે.તેમજ પેમેન્ટના નવા ટ્રેન્ડમાં વધારો જોવા મળી રહ્યો છે.ભારતના ઇ-કોમર્સ બજારમાં રોગચાળાની વચ્ચે વર્ષ ૨૦૨૦માં નોંધપાત્ર વધારો થયો છે.ફાઇ ટેક્નોલોજી કંપની એફઆઇએસના રિપોર્ટ મુજબ ભારતના ઇ-કોમર્સ બજારમાં હાલ અને વર્ષ ૨૦૨૪ વચ્ચે ૮૪ ટકાના દરે વૃદ્ધિ થાય એવી ધારણા છે.વર્ષ ૨૦૨૦માં સૌથી લોકપ્રિય પેમેન્ટ પદ્ધતિઓ ડિજીટલ વોલેટસ (૪૦ ટકા) પછી ક્રેડિટ કાર્ડ(૧૫ ટકા) અને ડેબિટ કાર્ડ (૧૫ ટકા) હતી.

ભારતમાં બાય નાઉ પે લેટર સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ પામતી પેમેન્ટ પદ્ધતિ છે. રિપોર્ટના વિશ્લેષણને આધારે હાલ આ પદ્ધતિ ફક્ત ૩ ટકા બજાર હિસ્સો ધરાવે છે. જે વર્ષ ૨૦૨૪ સુધીમાં વધીને ૯ ટકા થઈ જવાની ધારણા છે. આંકડા દર્શાવે છે કે ડિજીટલ વોલેટ્સ સાથે ખરીદીમાં વધારો થશે અને વર્ષ ૨૦૨૪ સુધીમાં તેનો બજારહિસ્સો વધીને ૪૭ ટકા થઈ જશે તેવી અપેક્ષા છે.

ઉપલબ્ધ ડેટા મુજબ ભારતમાં પોઇન્ટ ઓફ સેલ (પીઓએસ) માર્કેટમાં વર્તમાન અને વર્ષ ૨૦૨૪ વચ્ચે ૪૧ ટકા સુધી વધીને ૧,૦૩૫ અબજ ડોલર થાય એવી અપેક્ષા છે. સૌથી લોકપ્રિય ઇન-સ્ટોર પેમેન્ટ પદ્ધતિ રોકડ ૩૪ ટકા છે જે પછી ડિજીટલ વોલેટ્સ (૨૨ ટકા) અને ડેબિટ કાર્ડ પેમેન્ટ (૨૦ ટકા) છે. વર્ષ ૨૦૨૪ સુધી સૌથી લોકપ્રિય પેમેન્ટ પદ્ધતિ તરીકે રોકડનું સ્થાન ડિજીટલ વોલેટ્સ લેશે, જે પેમેન્ટનો ૩૩ ટકા હિસ્સો ધરાવશે.

ભારતીય ઇ-કોમર્સ ઉદ્યોગ ભવિષ્યની વૃદ્ધિ માટે નોંધપાત્ર અવકાશ ધરાવે છે.ઇ-કોમર્સ ક્ષમતા પરંપરાગત વેબસાઇટ પૂરતી લાંબો સમય મર્યાદિત નહીં રહે અને ડિજીટલ દુનિયા સાથે ફિઝીકલ રિટેલનો સમન્વય થયો છે.હવે શોપ ફ્લોર આપણા હાથની આંગળીઓમાં છે.જો વેપારીઓ ચેકઆઉટ પ્રોસેસના હાર્દમાં ગ્રાહકના અનુભવને રાખશે તો તેઓ સફળતા મેળવવાની સારી સ્થિતિમાં હશે.જેમણે પોતાની ડિજીટલ પેમેન્ટ ક્ષમતાઓ ઉભી કરી છે. તેઓ ભારતમાં રિટેલ અને ઇ-કોમર્સ બજારમાં વૃદ્ધિના આગામી પ્રવાહને ઝડપવા સારી સ્થિતિમાં હશે.