DIAMOND TIMES – PNB કૌભાંડના આરોપી મેહુલ ચોક્સી અત્યારે ડોમિનિકાની પોલીસ કસ્ટડીમાં છે.એન્ટુગુઆ ન્યૂઝરૂમ દ્વારા ડોમિનિકામાં જેલમાં રહેલા મેહુલ ચોક્સીની તસવીર જાહેર કરવામાં આવી છે.આ તસવીરમાં સ્પષ્ટ દેખાઈ છે કે તેની આંખ પર સોજો છે અને તેની આંખ લાલ થઈ ગઈ છે.જ્યારે હાથ પર ઈજાના નિશાન જોવા મળ્યા છે.મેહુલ ચોક્સીએ તેમને મારપીટ કરી હોવાનો આરોપ લગાવ્યો છે.બીજી તરફ ભાગેડૂ હીરાના કારોબારી મેહુલ ચોક્સીને શક્ય તેટલી ઝડપથી ભારત પરત લાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.એન્ટીગુઆના પ્રધાનમંત્રી ગેસ્ટન બ્રાઉને જાણકારી આપતા કહ્યુ છે કે ભારત સરકારે મેહુલ ચોક્સીને સોપવાની માંગ કરી છે.આ ઉપરાંત ડોમિનિકાના ડગલસ ચાર્લ્સ એરપોર્ટ પર ભારતનું પ્રાઈવેટ જેટ પણ તસવીરમાં નજરે પડે છે.મેહુલ ચોક્સી એન્ટીગુઆથી ફરાર થઈ ગયાની ઘટનામાં ચોક્સીના વકીલે ચોક્સી સાથે મારઝૂડ થયાની અને શરીર પર ઇજાના નિશાન હોવાનો આરોપ લગાવ્યો હતો.ઈસ્ટર્ન કેરિબિન સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે ચોક્સીના વકીલ દ્વારા દાખલ કરવામાં કેબિયસ કોરપસ અરજી પર સુનાવણી કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ચોક્સી પર પંજાબ નેશનલ બેન્ક સાથે રૂપિયા 13,500 કરોડની લોન છેતરપિંડી કરવાનો આરોપ છે.જે રકમ ખાતામાં નાખવામાં આવી છે તેમાં ટોચ પર નીરવ મોદી અને મેહૂલ ચોક્સીની કૌભાંડી કંપની ગીતાંજલી જેમ્સ લિમિટેડ છે.તેમના પર ચોક્સીએ 5492 કરોડની લોન લીધી હતી.તેની સાથે અન્ય એક કંપની ગિલી ઇન્ડિયા લિમિટેડ પર 1447 કરોડ રૂપિયા અને નક્ષત્ર બ્રાન્ડ લિમિટેડે 1109 કરોડ રૂપિયાની લોન લીધી હતી.આ ઉપરાંત અન્ય એક યાદીમાં આરઇઆઇ એગ્રો લિમિટેડે દ્વારા લેવામાં આવેલી 4314 કરોડ રૂપિયાની લોનનો પણ સમાવેશ થાય છે.
RBI એ મેહુલ ચોક્સી સહિત 50 નાદારોના 68000 કરોડ રૂપિયા માંડવાળ કર્યા હોવાનો RTIમાં ખુલાસો
રિઝર્વ બેન્કએ RITમાં સ્વીકાર્યું છે કે તેમણે ભાગેડુ મેહુલ ચોક્સી સહિત 50 જેટલા વિલફુલ ડિફોલ્ટરોની રૂ.68607 કરોડની લોનની રકમ માંડવાળ કરી છે.ગોખલેની RTIના જવાબમાં રિઝર્વ બેન્કે જે યાદી આપી છે તેમાં હરીશ આર. મહેતાની અમદાવાદ સ્થિત ફોરએવર પ્રેસિયસ જ્વેલરી એન્ડ ડાયમંડ પ્રાઈવેટ લિમિટેડનો પણ સમાવેશ થાય છે.આ કંપની પર ઉપર બેંકોના રૂ. 1962 કરોડની લોન બાકી છે.
RBIની યાદીમાં લોન માંડવાળ થયેલી કંપનીઓની યાદી
મેહૂલ ચોક્સી – 5492
ગિલિ ઇન્ડિયા લિ. – 1447
REI એગ્રો લિ. – 4314
વિન્સમ ડાયમંડ – 4076
કુડોસી કેમી – 2326
રોટોમેક ગ્લોબલ – 2850
રૂચી સોયા ઇન્ડ. – 2326
ઝૂમ ડેવલપર્સ – 2012
કિંગફિશર એરલાઇન્સ – 1943