હીરા જડીત જ્વેલરીનું ભારતિય બજાર 17 અબજ ડોલરને આંબી જશે : સચિન જૈન

1227

DIAMOND TIMES -ગત તારીખ 24 થી 26 ઓગસ્ટ 2021 દરમિયાન ડી બિયર્સ ફોરએવરમાર્કના મુંબઇમાં યોજાયેલા 10 મા ત્રિદીવસીય વાર્ષિક અધિવેશનમાં ડીબિયર્સનો પાયલટ પોગ્રામ કોડ ઓફ ઓરિજિન ભારતમાં લોંચ થયો હતો.જેનો હેતુ ડી બિયર્સ દ્વારા બોત્સ્વાના,કેનેડા સહીત દક્ષિણ આફ્રિકાની ખાણોમાથી ખોદવામાં આવેલા રફ હીરામાથી તૈયાર કરેલા 0.08 કેરેટ અને તેનાથી ઓછા વજનના હીરાની શ્રેણીને કોડ ઓફ ઓરિજિન સર્ટિફિકેટમાં આવરી લેવાનો છે.

કોડ ઓફ ઓરિજિન હીરા જડીત જ્વેલરીની ખરીદી કરનાર ગ્રાહક ને ખાતરી આપશે કે જ્વેલરીની અંદર જડવામાં આવેલા  હીરા કુદરતી ડી બિયર્સ દ્વારા ઉત્પાદીત અને સંઘર્ષ મુક્ત છે.આ ઉપરાંત ડીબીયર્સ ફોરએવરમાર્ક ડાયમંડ જ્વેલરી વેરિફિકેશન રિપોર્ટ બહાર પાડ્યો છે.જે ગ્રાહક દ્વારા ખરીદવામાં આવેલા હીરાને જ નહીં પરંતુ સમગ્ર ઉત્પાદનને પ્રમાણિત કરશે.આ પ્રકારની ખાતરી આપવાથી કુદરતી હીરા જડીત જ્વેલરીની ખરીદી કરનાર ગ્રાહકો પર ખુબ હકારાત્મક અસર થવાની ડીબિયર્સની ધારણા છે.ઉલ્લેખનિય છે કે આ વર્ષના વાર્ષિક અધિવેશનની થીમ મેક લાઇફ બ્રિલિયન્ટ હતી.જે કુદરતી હીરાના કારોબારમાં ડીબીયર્સનો મુખ્ય ઉદ્દેશ્ય,ગ્રાહકો,સમુદાયો અને જીવનને તેજસ્વી બનાવવાની ક્ષમતા અને માન્યતાને પ્રતિબિંબિત કરે છે.

ડીબિયર્સની ઉજ્જ્વળ છબીની હકારાત્મક અસર રહેવાની મને ખાતરી છે : સચિન જૈન

ત્રિદીવસીય વાર્ષિક અધિવેશનની સમાપ્તિ પછી આયોજીત પ્રેસ કોન્ફરન્સમાં ડી બિયર્સ ફોરએવરમાર્કના મેનેજિંગ ડિરેક્ટર સચિન જૈને આ કોડ ઓફ ઓરિજિનની અગત્યતા અને મહત્તા અંગે જણાવતા કહ્યુ કે આ પોગ્રામથી ભવિષ્યમાં હીરાની માંગને આગળ વધારવામાં મદદ મળશે.તેમણે જણાવ્યું હતું કે હીરાની માંગમાં આ વર્ષે સારી વૃદ્ધિ જોવા મળી છે.વર્તમાન સમયે 5.5 થી 6 અબજ ડોલરના હીરા જડીત જ્વેલરીનું ભારતિય બજાર આગામી 2030 સુધીમાં 17 અબજ ડોલર સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે . આપણે આ તકનો પારદર્શિતા સાથે ઉપયોગ કરીશુ તો કુદરતી હીરાનો વ્યવસાય વધવાની વિશાળ સંભાવનાઓ છે.જેને ધ્યાનમાં રાખી ડીબિયર્સ કેટલાક મહત્વપૂર્ણ પગલાંઓ ભર્યા છે.

સચિન જૈને કહ્યુ કે ફોરએવરમાર્કનું નામ બદલીને ડીબીયર્સ ફોરએવરમાર્ક કરવામાં આવ્યુ છે.આ પરિવર્તન ડીબિયર્સના વ્યાપક બ્રાન્ડ ટ્રાન્સફોર્મેશનનો એક ભાગ છે. જે ગ્રાહકોને સામાજિક,પર્યાવરણીય અને જવાબદાર સોર્સિંગ લાભો સાથે જોડવા પર કેન્દ્રિત છે.આઇકોનિક ડી બિયર્સ બ્રાન્ડ,ડીબીયર્સ ગ્રુપની ફોરએવર સસ્ટેઇનેબિલિટી કમિટમેન્ટ્સ,કુદરતી હીરાના કારોબારમાં કંપનીનો 130 વર્ષથી વધુની કુશળતા સહીત હૃદય અને મનમાં રહેલી ડીબિયર્સની ઉજ્જ્વળ છબીની હકારાત્મક અસર રહેવાની મને ખાતરી છે.

ફોરએવરમાર્કના હીરા સૌંદર્યની સાથે ધારાધોરણોને પણ અનુસરે છે : નેન્સી લિયુ

ડીબિયર્સ ફોરએવરમાર્કના સીઇઓ નેન્સી લિયુએ એક નિવેદન માં કહ્યુ કે છેલ્લા એક દાયકામાં અમે હીરા ઉદ્યોગની ઉત્ક્રાંતિ અને વિકાસ જોયો છે.સાથે સાથે ગ્રાહકોની વર્તણૂકને પણ બદલી છે.ગ્રાહકોની સતત માંગ રહી છે કે તેઓ જે જ્વેલરી બ્રાન્ડ ખરીદે છે તેમના મૂલ્યોને પ્રતિબિંબિત કરી વિશ્વાસને પ્રેરિત કરવો જોઇએ.ફોરએવરમાર્કના હીરા હંમેશા સૌંદર્યની સાથે જવાબદાર સોર્સિંગના ઉચ્ચતમ ધારાધોરણોને પણ અનુસરે છે.ભારતમા હીરા જડીત જ્વેલરીના વિકસતા બજારને ધ્યાનમાં રાખી ડી બિયર્સ ફોરએવરમાર્ક આગામી 10 સપ્ટેમ્બરે ભારતમાં જ્વેલરી અભિયાન અવંતિની શરૂઆત કરશે.જેમા ખાસ લહેરની કલ્પનાથી પ્રેરિત 18 કેરેટ ગુલાબ, પીળા અને સફેદ સોનામાં દુર્લભ ફોરએવરમાર્ક હીરા જડીત ખાસ ડિઝાઇન ધરાવતી જ્વેલરી હશે.જેને ફોરએવરમાર્કના થ્રી-ડી વર્ચ્યુઅલ સ્ટોર પણ નિહાળી શકાશે.