ભારતીય અર્થતંત્ર વર્ષ ૨૦૨૩ સુધી માં આ બે દેશ ના અર્થતંત્ર ની આગળ નીકળી જશે

DIAMOND TIMES – ચીન અમેરિકાને પાછળ છોડી વર્ષ 2030 સુધીમાં વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર બની જશે.
આગામી વર્ષે વૈશ્વિક અર્થતંત્ર 100 ટ્રીલિયન ડોલરની સીમાચિન્હરૂપ સપાટી કુદાવી જશે. ભારતીય અર્થતંત્ર વર્ષ 2022માં ફ્રાંસને અને 2023માં જર્મનીથી આગળ નિકળી જશે

વિશ્વનું અર્થતંત્ર આગામી વર્ષે પ્રથમ વખત 100 ટ્રીલિયન ડોલરના સીમાચિન્હરૂપ સપાટીને કુદાવી જશે અને ચીનને અમેરિકાને પાછળ છોડી વિશ્વના સૌથી વિશાળ અર્થતંત્ર બનવામાં અગાઉની વ્યક્ત કરાયેલી ધારણા કરતાં બે વર્ષનો વધારે સમય લાગશે, તેમ તાજેતરમાં પ્રકાશિક એક અહેવાલમાં જણાવાયું છે. બ્રિટનની કન્સલ્ટન્સી સબ્રએ તેના અહેવાલમાં આગાહી કરી છે કે ચીન વર્ષ 2030 સુધીમાં ડોલરમાં મૂલ્યની દ્રષ્ટ્રિએ વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર બની જશે. અગાઉ ગયા વર્ષે વર્લ્ડ ઈકોનોમિક લીગના અહેવાલમાં ચીન વર્ષ 2028 સુધીમાં અમેરિકાને પાછળ રાખી વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર બની જશે તેવી આગાહી કરવામાં આવી હતી.

બ્રિટન કન્સલ્ટન્સી સેબ્ર પ્રમાણે વર્તમાન સમયમાં વિશ્વના છઠ્ઠુ સૌથી મોટું અર્થતંત્ર ધરાવતુ ભારત વર્ષ 2022માં ફ્રાંસને અને ત્યારબાદ વર્ષ 2023માં બ્રિટનને પાછળ રાખી દેશે. સમગ્ર વિશ્વના અર્થતંત્ર માટે જે ચિંતાનો વિષય બન્યો છે તે ફુગાવો વર્તમાન સમયમાં અમેરિકામાં 6.8 ટકાની સપાટીએ પહોંચ્યો છે, તેમ સેબ્રના ડેપ્યુટી ચેરમેન ડગ્લાસ મેકવિલિયમ્સે જણાવ્યું હતું.

અમને આશા છે કે ફુગાવાની સ્થિતિને વિશ્વસમુદાય અંકૂશમાં મેળવી લેશે, જો તે અંકૂશમાં લેવામાં નહીં આવે તો વિશ્વએ વર્ષ 2023 અથવા તો 2024માં મંદીનો સામનો કરવો પડશે.

અહેવાલ પ્રમાણે જર્મની સૌથી મોટા અર્થતંત્રની દ્રષ્ટિએ વર્ષ 2033 સુધીમાં જાપાનને પાછળ રાખી શકે છે. રશિયા પણ વર્ષ 2036 સુધીમાં ટોચના 10 અર્થતંત્રમાં સામેલ થઈ શકે છે અને ઈન્ડોનેશિયા પણ વર્ષ 2034માં સૌથી મોટા અર્થતંત્રની દ્રષ્ટિએ નવમું સ્થાન હાંસલ કરી શકે છે.