ભારતિય હીરા મેન્યુફેક્ચરીંગ કંપનીઓેએ રફની જંગી ખરીદી કરી હોવાના અહેવાલ

148

અલરોઝા અને ડીબિયર્સે સહીત મોટાભાગની રફ ઉત્પાદક કંપનીઓએ રફના ભાવમા વધારો ઝીંક્યો,જાણકારોનુ કહેવુ છે કે રફ હીરાની ઉંચી કીંમતોના પગલે તૈયાર હીરાના ભાવને પણ ટેકો મળી રહેશે.

દેશ-વિદેશમા તૈયાર હીરાની માંગ નિકળતા તેજીના પગલે હીરાની કેટલીક પસંદગીની ક્વોલિટીમા સ્ટોકનો અભાવ છે.વર્તમાન સમયે બજારનું સેન્ટિમેન્ટ તેજી તરફી છે.અમેરિકામા તૈયાર હીરાની માંગ સતત જળવાઈ રહી છે.સોનામા સુગંધ ભળે એમ વધારામા હવે આગામી દીવસોમા ચીનમા નવા વર્ષની ઉજવણીનો તહેવાર આવવાનો છે.મીની વેકેશનમા લોકો જવેલરી સહીત અન્ય મોજશોખની ચીજોની મનમુકીને ખરીદી કરતા હોય છે.આ બાબતને ધ્યાનમા રાખીને ભારતિય હીરા ઉદ્યોગકારો તૈયાર હીરાની માંગને પહોંચી વળવાના આશયથી રફ હીરાની જંગી ખરીદી કરી હોવાનુ બજારના સુત્રો દ્વારા જાણવા મળી રહ્યુ છે.ભારતિય હીરા કંપનીઓે દ્વરા રફની જંગી ખરીદીના પગલે રફ બજાર તેજીમા આવ્યુ છે.અલરોઝાએ રફની કીંમતમા 7 ટકાનો જ્યારે ડીબિયર્સે 5 ટકાનો વધારો કર્યો છે.અલરોઝા કંપનીના ચોથા ત્રિમાસિક પરિણામમા વોલ્યુમની દૃષ્ટિએ વેંચાણ 10.7 ટકાના દરે વધીને 1 કરોડ 70 લાખ કેરેટનું થયું હતું.

ડીબિયર્સની પેટા કંપની પેટ્રાડાયમંડએ પણ રફના ભાવમા 8 ટકાનો વધારો કર્યો છે.પેટ્રાએ જાહેર કરેલા પરિણામોમા દર્શાવવામા આવ્યુ છે કે કેલેન્ડર વર્ષના પ્રથમ છ માસિક સમયગાળામાં આશરે પોણાચાર લાખ નંગ હીરાના વેંચાણથી ૩ કરોડ ડૉલરની આવક મેળવી છે.ગુલાબી હીરાની જનની તરીકે વિખ્યાત ઓસ્ટ્રેલિયાની રિયોટીન્ટો કંપનીની માલિકીની આર્ગાઈલ ખાણમાથી પણ રફ હીરાનુ ઉત્પાદન સતત ઘટી રહ્યુ છે.આમ રફ ઉત્પાદક દેશોની વિવિધ ખાણોમાથી રફ હીરાનુ ઉત્પાદન ઘટવાના કારણે પણ રફના ભાવ વધ્યા હોવાનુ જાણકારો માની રહ્યા છે.ગુલાબી હીરાની જનની તરીકે વિખ્યાત ઓસ્ટ્રેલિયાની રિયોટીન્ટો કંપનીની માલિકીની આર્ગાઈલ ખાણમાથી પણ રફ હીરાનુ ઉત્પાદન સતત ઘટી રહ્યુ છે.આમ રફ ઉત્પાદક દેશોની વિવિધ ખાણોમાથી રફ હીરાનુ ઉત્પાદન ઘટવાના કારણે પણ રફના ભાવ વધ્યા હોવાનુ જાણકારો માની રહ્યા છે.બજારના સુત્રો કહે છે કે રફ હીરાના ભાવ વધવાના કારણે તૈયાર હીરાના ભાવને પણ ટેકો મળી રહેશે.