દાગીના પર જંગી આયાત ડ્યુટી વસુલવાના અમેરીકાના પ્રસ્તાવ અંગે જીજેઇપીસીની સફળ રજુઆત

764
ભારતમાથી અમેરીકામા આયાત થતી સોનાની ઝવેરાત પર જંગી ટેક્સ વસુલવાના અમેરીકન સરકારના સંભવિત પગલાને અટકાવવા જીજેઈપીસીએ ખાસ અભિયાન અંતર્ગત ટ્રેડ મેમ્બર્સનો સહયોગ લઈને કાનુનિ પગલા સ્વરૂપે ઓનલાઈન પીટીશન ઝૂંબેશ હાથ ધરી હતી.વધુમાં 30 એપ્રિલની સમયમર્યાદા પૂર્વે આશરે 140 સભ્યોએ અમેરીકાના આ પ્રસ્તાવિક પગલાની વિરૂદ્ધ અરજીઓ કરી હતી.જેને અનુલક્ષીને યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવએ ઉદ્યોગના પ્રતિનિધિઓની પેનલને વર્ચુઅલ મીટિંગમાં આ મુદ્દે રજુઆત કરવાની મંજૂરી આપી હતી.
વર્ચુઅલ બેઠકમાં જીજેઇપીસીના અધ્યક્ષ કોલિન શાહ,સીતાપુરા જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રી એસોસિએશનના રાજીવ જૈન , સેન્કો ગોલ્ડ લિમિટેડ અને જીજેઇપીસીની સેઝ સબ કમિટીના કન્વીનર સુવાંકર સેન,ગેલેન્ટ જ્વેલરીના અરવિંદ ગુપ્તા, સીપઝ જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચર્સ એસોસિએશનના રાજીવ પંડ્યા તેમજ  રેનાન્સન્સ ગ્લોબલ લિ.ના નેવિલ ટાટા સહીતના મહાનુભાવોએ યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવના અધિકારીઓ સમક્ષ અસરકારક રજુઆત કરી અમેરીકાના આ પગલાથી બંને દેશોને નુકશાન થશે એવુ સમજાવવામાં સફળ રહ્યા હતા.જ્યારે કોલારુસ લો એસોસિએટ્સના ભાગીદાર આર.વી. અનુરાધાએ દલીલ કરતા કહ્યુ કે કલમ 301 હેઠળ એકપક્ષીય કાર્યવાહીથી વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન દ્વારા સ્થાપિત  વિવાદ સમાધાન વ્યવસ્થા  નબળી પડી શકે છે.જેથી બહુપક્ષીય સોલ્યુશન જ એક ઉત્તમ અને આખરી વિકલ્પ છે.

DIAMOND TIMES- ભારતમાથી અમેરીકામાં થતી પર્લ, સિલ્વર અને કેટલાક ગોલ્ડ આર્ટીકલ્સ સહીત વિવિધ 40 વસ્તુઓ પર 25 ટકા સુધી જંગી આયાત ટેક્સ વસુલવા અમેરીકાએ પ્રસ્તાવ મુકયો છે. અમેરીકાનું કહેવું છે કે ભારત સરકારે અમેરીકાની 86 જેટલી ઈ-કોમર્સ કંપનીઓ પર 2.5 ટકા ડિજિટલ સર્વિસ ટેક્સ નાખ્યો છે.ભારત સરકારના આ પગલાના પ્રત્યાઘાત તરીકે ભારતને જવાબ આપવા બાઈડેન સરકારે ઉપરોક્ત નિર્ણય લીધો છે.ઉલ્લેખનિય છે કે ટેક્સની યાદીમાં લુઝ હીરાનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

ભારત અમેરીકા વચ્ચેના આ સંભવિત ટ્રેડવોર અગાઉ સજાગ બનીને જીજેઈપીસીએ ખાસ અભિયાન અંતર્ગત અમેરીકાના આ પગલાને અટકાવવા ટ્રેડ મેમ્બર્સનો સહયોગ લઈને કાનુનિ પગલા સ્વરૂપે ઓનલાઈન પીટીશન ઝૂંબેશ હાથ ધરી છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી)એ જણાવ્યું હતું કે 30 એપ્રિલની સમયમર્યાદા પૂર્વે આશરે 140 સભ્યોએ અમેરીકાના આ પ્રસ્તાવિક પગલાની વિરૂદ્ધ અરજીઓ રજૂ કરી હતી.જેને અનુલક્ષીને યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવએ ઉદ્યોગના પ્રતિનિધિઓની પેનલને વર્ચુઅલ મીટિંગમાં આ મુદ્દે રજુઆત કરવાની મંજૂરી આપી હતી.

જ્વેલરીની આયાત પર ટેરિફ લગાડાશે તો બંને દેશોને નુકશાન : કોલિનશાહની સફળ રજુઆત

ગત તારીખ 10 મે ના રોજ યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ સાથેની વર્ચ્યુઅલ બેઠકમાં ઉદ્યોગના 140 સભ્યોના પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરતાં જીજેઇપીસીના અધ્યક્ષ કોલિન શાહે રજુઆત કરતા કહ્યુ કે જો અમેરીકા ભારતની આયાત પર સૂચિત નવા ટેરિફ લગાડશે તો ભારતનો જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ તેના હરીફ ચીન અને મેક્સિકો સામે ટકી શકશે નહી.જેનાથી ભારત અને અમેરિકા બંનેમાં ઉદ્યોગની સુખાકારીને જોખમમાં મૂકાશે  , પરિણામે બંને દેશોમા બેરોજગારી વધશે.કોલિન શાહે ઉમેર્યું હતું કે અમેરીકામાં ભારતની જ્વેલરી કંપનીઓની અંદાજે 500થી વધુ ઓફીસો કાર્યરત છે.જેના દ્વારા હજારો સ્થાનિક અમેરીકન નાગરીકોને રોજગારી આપે છે.આ ઉપરાંત યુએસ જ્વેલરી કંપનીઓ ભારતીય સપ્લાયરો આપેલી લાંબી ક્રેડિટની સુવિધા પણ ગુમાવશે.