DIANMOND TIMES -જેમ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ (GJEPC) એ સતત 18માં વર્ષે જ્વેલરી અરેબિયા ખાતે ઈન્ડિયા પેવેલિયનનું આયોજન કર્યું, જેમાં 90 બૂથ પર 55 પ્રદર્શકોની મજબૂત હાજરી રહી હતી.જ્વેલરી અરેબિયા શો 16 થી 20 નવેમ્બર 2021 દરમિયાન બહેરીન ઇન્ટરનેશનલ એક્ઝિબિશન સેન્ટર મનામા, બહેરીન ખાતે યોજાયો હતો.મિડલ ઇસ્ટ માર્કેટની સોર્સિંગની જરૂરિયાતો પૂરી કરશે.
આજે ભારત સમગ્ર વિશ્વ માટે ગુણવત્તાયુક્ત જેમ્સ અને જ્વેલરી માટે પસંદગીનું સ્થાન છે.જે હીરાના ઉત્પાદનમાં નિર્વિવાદ અગ્રણી છે.તે એકમાત્ર એવો દેશ છે જે હીરા અને રંગીન રત્નો સાથેના સાદા અને સ્ટડેડ જ્વેલરી સેટની ખરેખર પ્રભાવશાળી વિવિધતા પ્રદાન કરે છે.દેશ વિશાળ ઉત્પાદન દ્વારા વિશ્વના બધા માર્કેટને દરેક આકાર અને કદમાં પોલિશ્ડ હીરાની શ્રેણીની તક પૂરી પાડે છે.
ભારતની રત્ન અને ઝવેરાતની નિકાસ દર વર્ષે 40 બિલિયન યુ.એસ ડોલરની છે.185 ક્લસ્ટરો સાથે 1 મિલિયન સાહસ દ્વારા ઉદ્યોગો 4.3 મિલિયન કામદારોને રોજગારી આપે છે.ઉચ્ચ કૌશલ્ય ધરાવતા કર્મચારીઓની સાથે ઉદ્યોગ પરંપરાગત અને અદ્યતન ટેકનોલોજીની સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સહિતની પદ્ધતિઓથી સજ્જ છે.