ઓમાન અને જીજેઇપીસી વચ્ચે વર્ચ્યુઅલ બિઝનેસ મીટિંગ

126

ભારતના ઝવેરાત ઉત્પાદકો અને ઓમાનના અગ્રણી રિટેલરો વચ્ચે વ્યાપારિક સબંધો વધુ મજબુત બનાવવા જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી) એ 28 જાન્યુઆરી 2021 ના ​​રોજ ઓમાન સાથે વર્ચ્યુઅલ બિઝનેસ મીટિંગ મીટિંગ મળી હતી.

જેમા ભારતીય દૂતાવાસના રવિ શંકર ગોએલ, સંયુક્ત સચિવ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકારના સેક્રેટરી સુરેશ કુમાર,વાણિજ્ય રોકાણ અને વેપાર પ્રમોશન મંત્રાલયજી જીમોલોજીકલ ડીપાર્ટમેન્ટના નાસિર અશરફ અલ બલુશી, જીજેઇપીસીના અધ્યક્ષ કોલિન શાહ, જીજેઇપીસીના કન્વીનર મનસુખ કોઠારી,જીજેઇપીસીના ઇવેન્ટ ક્ન્વીનર સબ્યસાચી રે જોડાયા હતા.

ઓમાન સાથે ઈન્ડિયા ગ્લોબલ કનેક્ટ મીટનું આયોજન કરવા માટે જીજેઇપીસીનો આભાર માનતા મસ્કત સ્થિત ભારતીય દૂતાવાસના સચિવ શ્રી રવિ શંકર ગોયલે કહ્યું, “આ પહેલ ભારતીય રત્ન અને ઝવેરાત ઉત્પાદકોને પડકારો, તકો, બજારની સ્થિતિને સમજવામાં મદદ કરશે,ઓમાન અને ભારત વચ્ચેના ઐતિહાસિક રીતે સારા સંબંધોને 2008માં વ્યૂહાત્મક વ્યાપારિક ભાગીદારીમાં અપગ્રેડ કરવામાં આવ્યા હતા.ત્યારબાદ બંને દેશો વચ્ચે ઉચ્ચ સ્તરના સબંધો વધુ મજબુત બન્યા છે.વર્તમાન સમયમા ઓમાન અને ભારત વચ્ચે હીરા અને ઝવેરાતનો વેપાર નજીવો છે પરંતુ તેમાં સુધારણા માટે પૂરતો અવકાશ છે. ”

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના સંયુક્ત સચિવ શ્રી સુરેશ કુમારે જણાવ્યું હતું કે, “ભૂતકાળમાં, ભૌગોલિક સીમાને કારણે બંને દેશો વચ્ચેની વેપાર વધારવાની સંભવિતતા અંગે પ્રયત્નો કરી છીએ.વર્ચુઅલ પ્લેટફોર્મ્સ પર વેપાર અને વ્યવસાયોને સ્થાનાંતરિત કરવાથી વ્યવસાયિક શક્યતાઓ ઓળખવાની એક અદ્ભુત તક મળી છે.અમને આશા છે કે આ દિશા તરફ, ભારત ગ્લોબલ કનેક્ટ મીટિંગ અમને બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર વધારવા,ખાસ કરીને રત્ન અને ઝવેરાત ઉત્પાદનો માટેના ઇચ્છિત ઉદ્દેશને પ્રાપ્ત કરવામાં સક્ષમ બનાવશે.”

જીજેઇપીસીના અધ્યક્ષ કોલિન શાહે કહ્યું, “રત્ન અને ઝવેરાત સંબંધિત ભારત-ઓમાન દ્વિપક્ષીય વેપાર મહત્વપૂર્ણ છે.ઓમાન વિશ્વમાંથી 431.52 મિલિયન ડોલરના સોનાના ઝવેરાતની આયાત કરે છે.જો કે, ભારતમાંથી તે ફક્ત 1 2.51 મિલિયનના સોનાના ઝવેરાતની આયાત કરે છે,જે તેની કુલ આયાતના માત્ર 0.60% હિસ્સો છે.ભારતની ઝવેરાત કંપનીઓ દ્વારા નિર્મિત ડિઝાઇનની સંવેદનાઓ મેચ કરે છે.મધ્ય પૂર્વમાં સોનાની ઝવેરાતની નિકાસમા ભારતનો કુલ 66% હિસ્સો છે,જે તેને અત્યાર સુધીમાં સૌથી મોટું બજાર બનાવે છે. “