જાન્યુઆરીથી દીવાળી-2021 સુધીના સમયગાળામાં હીરા ઉદ્યોગની ચમકમાં અકલ્પનિય વૃદ્ધિ

55

DIAMOND TIMES – વિશ્વના અનેક દેશોમાં જબરી માંગ વચ્ચે દિવાળી વેકેશનના કારણે ભારતની પોલિશ્ડ-હીરા ની નિકાસમાં ગત ઓક્ટોબર મહીનાની તુલનાએ નવેમ્બરમાં ઘટાડો જોવા મળ્યો છે.આ પરિબળથી પોલિશ્ડ હીરા માટે ડીમાન્ડ અને સપ્લાયની આદર્શ સ્થિતિનું સર્જન થયુ છે.જેનાથી પોલિશ્ડ હીરાની કીંમતો જાળવી રાખવામાં મદદ મળી છે.

જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) ના તાજેતરના ડેટા અનુસાર યુરોપ-અમેરીકા સહીત વૈશ્વિક મજબૂત માંગ વચ્ચે ગત નવેમ્બર મહીનામાં પોલિશ્ડ હીરાની નિકાસ 21% ઘટીને 1.3 બિલિયન અમેરીકી ડોલર થઈ હતી.આ ઉપરંત રફ હીરાની આયાતમાં પણ ઘટાડો થયો હતો.

પરંતુ જાન્યુઆરીથી દીવાળી સુધીનો સમય ભારતના હીરા ઉદ્યોગ માટે સોનેરી અને ઐતિહાસિક સાબિત થયો છે.કોરોના મહામારી પર અંકુશ આવતાની સાથે જ વૈશ્વિક હીરા ઉદ્યોગમાં રીકવરી આવી હતી.ત્યારબાદ હીરા ઉદ્યોગમાં તેજીની ગાડી પુરપાટ ઝડપે દોડી હતી.જાન્યુઆરીથી દીવાળી સુધીના સમય ગાળામાં હીરા ઉદ્યોગની વ્યાપારીક ગતિવિધી પર ધ્યાન કેન્દ્રીત કરીએ તો ભારતે કીંમતની દ્રષ્ટ્રિએ 20.44 બિલિયન અમેરીકી ડોલરના તૈયાર હીરાની નિકાસ કરી છે.તો તેની તુલનાએ 14.97 બિલિયન અમેરીકી ડોલરના રફ હીરાની આયાત કરી છે.

નવેમ્બર 2020 ની તુલનાએ નવેમ્બર 2021માં હીરા કારોબારની ગતિવિધી

1)- પોલિશ્ડ હીરાની નિકાસ 21% ઘટી 1.3 બિલિયન અમેરીકી ડોલર
2) – પોલિશ્ડ હીરાની આયાત 84 % ઘટીને 15 મિલિયન અમેરીકી ડોલર
3)- નેટ પોલિશ્ડ નિકાસ 17 % ઘટીને 1.29 બિલિયન અમેરીકી ડોલર
4)- રફ હીરાની આયાત 6% ઘટીને 1.04 બિલિયન અમેરીકી ડોલર
5)- રફ હીરાની નિકાસ 64 % વધીને 77 મિલિયન અમેરીકી ડોલર
6) – ચોખ્ખી રફ આયાત 10% ઘટીને 963 મિલિયન અમેરીકી ડોલર
7)- પોલિશ્ડ હીરાની નિકાસ (વોલ્યુમની ગણતરીએ) 23% ઘટીને 1.8 મિલિયન કેરેટ
8) – પોલિશ્ડ નિકાસની સરેરાશ કિંમત 3% ના વધારા સાથે પ્રતિ કેરેટ 732 અમેરીકન ડોલર

જાન્યુઆરીથી નવેમ્બર 2020 ની તુલનાએ જાન્યુઆરીથી નવેમ્બર 2021 દરમિયાન હીરા કારોબારની ગતિવિધી

1- પોલિશ્ડ નિકાસ 71% ના વધારા સાથે – 22.06 બિલિયન અમેરીકી ડોલર
2- પોલિશ્ડ હીરાની આયાત 17% ના ઘટાડા સાથે 1.62 બિલિયન અમેરીકી ડોલર
3- નેટ પોલિશ્ડ નિકાસ 86% ના વધારા સાથે 20.44 બિલિયન અમેરીકી ડોલર
4- રફ હીરાની આયાત 100% ના વધારા સાથે 15.62 બિલિયન અમેરીકી ડોલર
5- રફ હીરાની નિકાસ 33% ના વધારા સાથે 650 મિલિયન અમેરીકી ડોલર
6- નેટ રફ આયાત 105% ટકાના વધારા સાથે 14.97 બિલિયન અમેરીકી ડોલર
7- પોલિશ્ડ નિકાસ (વોલ્યુમની ગણતરીએ) 59%ના વધારા સાથે 29.1 મિલિયન કેરેટ
8 – પોલિશ્ડની સરેરાશ કિંમત 7% ના વધારા સાથે પ્રતિકેરેટ 757 અમેરીકન ડોલર

નોંધ : નેટ પોલિશ્ડ નિકાસ એટેલે કે કુલ પોલિશ્ડ હીરાની નિકાસમાં પોલિશ્ડ હીરાની આયાતને બાદ કરતા મળેલો આંક જ્યારે નેટ રફ આયાત એટલે કે કુલ રફ આયાતમાં રફ હીરાની નિકાસ બાદ કરતા મળેલો આંકડો