હીરાનું મહત્વ દર્શાવવા ડાયમંડ્સ ડુ ગુડ સંસ્થા દ્વારા અનોખી ઝૂંબેશ

495
ડાયમંડ્સ ડુ ગુડ દ્વારા આયોજીત જ્વેલરી ડીઝાઈન સ્પર્ધામાં ભાગ લેવાની અવધિમાં વધારો કરાયો

DIAMOND TIMES – વિશ્વભરના ડિઝાઇનરો માટે ડાયમંડ્સ ડુ ગુડ જ્વેલરી પેશન સ્પર્ધામાં ભાગ લેવાની અવધિમાં વધારો કરી તેને 23 જુલાઇ, 2021 સુધી લંબાવી દેવામાં આવી છે.ડાયમંડ્સ ડુ ગુડના આયોજકોએ વિશ્વભરના ડિઝાઇનરોને બ્રેસલેટની ‘વિકાસ, એકતા અને સમાનતા’ની થીમ ખાસ ડીઝાઇન બનાવવાની ચેલેંજ આપી છે.

હીરા ડુ ગુડની સ્થાપના 2006માં દક્ષિણ આફ્રિકામાં કુદરતી હીરાની સકારાત્મક અસર અંગે વિશ્વને માહીતગાર કરવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી.આ સંસ્થાનું ધ્યાન આજે વિશ્વભરના હીરા સમુદાયોમાં આમુલ પરિવર્તન લાવવા પર કેન્દ્રીત થયુ છે. તેના દ્વારા આયોજીત બ્રેસલેટ ડીઝાઈન સ્પર્ધાના સહભાગીઓ બ્રેસલેટ ડિઝાઇનમાં કુદરતી હીરા માટે ‘વિકાસ, એકતા અને સમાનતા’ ની થીમના સંદેશનું અર્થઘટન કરશે.જેને રિસ્પોન્સિબલ જ્વેલરી કાઉન્સિલ(આરજેસી) દ્વારા પ્રમાણિત કરવામાં આવશે.

ડાયમંડ્સ ડુ ગુડ દ્વારા આયોજીત જ્વેલરી ડીઝાઈન સ્પર્ધામાં ભાગલેનાર દ્વારા તૈયાર કરવામાં આવેલી ડીઝાઇન પૈકી અંતિમ ડિઝાઇનની પસંદગી કરનારી સમીક્ષાકારોની પેનલમાં કેસિયા કેફી (એસવીપી, જનરલ મેનેજર પિયર્સિંગ પેગોડા), ડો. બેન્જામિન એફ. ચેવિસ( જુનિયર : પ્રેસિડેન્ટ, નેશનલ ન્યુઝ પેપર પબ્લીશર એસોસિયેશન.એનએનપીએ કિમ ક્રોફોર્ડ(વી.પી. ડીવિઝનલ મેનેજર,જ્વેલરી અને વોચ), આઝિયા જેમ્સ(બ્રાંડિંગ, ડિજિટલ માર્કેટિંગ મેનેજર, હેમિલ્ટન જ્વેલર્સ) એડી લેવિયન(સીઈઓ લે વિઆન)ડેનિયલ મિલે (જેમ ગોસિપ), લોલા ઓલાડુ નોજોઇ ( ડિઝાઇનર ,લોલા ફેનહર્સ્ટ)અને સ્ટેલીન વોલાન્ડ્સ(એડીટર ઇન ચીફ, ટાઉન એન્ડ કન્ટ્રી)સહીતના આદરણીય જૂથ શામેલ છે.