1.93 કરોડ કરદાતાઓને આવકવેરા વિભાગે આપ્યુ 1.95 લાખ કરોડનુ રિફંડ

144

તમામ ટેક્સપેયરને મેઈલ કરવામાં આવ્યા છે.આમ છતા જો મેઈલ નથી મળ્યો તો કરદાતાઓ રિફંડની સ્થિતિ જાણવા માટે આવકવેરા વિભાગની વેબસાઈટ પર કે ઈ ફાઈલિંગ પોર્ટલ પર જઈને ચેક કરી શકે છે.

ડાયમંડ ટાઈમ્સ

ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં 1.93 કરદાતાઓને 1.95 લાખ કરોડ રુપિયા રિફંડ ચુકવી દેવાયુ છે. જેમાં વ્યક્તિગત કરદાતાઓની કેટેગરીમાં 1.90 કરોડ ટેક્સપેયરને 69653 કરોડ રુપિયા તથા કંપની અને વ્યવસાયોની કેટેગરીમાં 1.26 લાખ કરોડ રુપિયાનુ રિફંડ આપવામાં આવ્યુ છે.કુલ મળીને એક એપ્રિલ 2020 થી 22 ફેબ્રુઆરી 2021 વચ્ચે 1.93 કરોડ કરદાતાઓને 1.95 લાખ કરોડ રુપિયા પાછા આપવામાં આવ્યા છે.

આવકવેરા વિભાગે વર્તમાન નાણાકીય વર્ષમાં કરદાતાઓને અપાયેલા રિફંડની જાણકારી જાહેર કરી છે.આવકવેરા વિભાગના જણાવ્યા પ્રમાણે નાણા મંત્રીએ આત્મ નિર્ભર ભારતની કરેલી જાહેરાત બાદ રિફંડ આપવાની પ્રક્રિયા વધારે ઝડપી બનાવાઈ છે. 202માં રિફંડ માટે કોઈએ પણ આવકવેરા વિભાગને વિનંતી કરવી પડી નથી. તમામ ટેક્સપેયરને મેઈલ કરવામાં આવ્યા છે. આ મેઈલનો કરદાતાઓ વહેલી તકે જવાબ આપે કે જેથી જેમને રિફંડ નથી મળ્યુ તેમને પણ તેનો લાભ આપી શકાય.રિફંડ આપવાની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન કરવામાં આવી છે.રિફંડની રકમ સીધી કરદાતાના બેન્ક એકાઉન્ટમાં જમા થાય છે.