વડાપ્રધાનના વરદ હસ્તે અમદાવાદમાં સરદાર ભવન- કન્યા છાત્રાલયનું લોકાર્પણ

994

DIAMOND TIMES – સમાજના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત 200 કરોડના સરદારધામ ભવનનું લોકાર્પણ તેમજ સમાજની 2500 દીકરી માટે 200 કરોડના ખર્ચે તૈયાર થનાર કન્યા છાત્રાલય સરદારધામનું ભૂમીપૂજન ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે આજરોજ સવારે 11 : 30 કલાકે કરવામાં આવ્યુ હતુ.આ સમારોહમાં સામાજીક ક્ષેત્રના આગેવાનો,સુરત-મુંબઈના હીરાના અગ્રણી વેપારીઓ,મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી,નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહીત અનેક રાજસ્વી મહાનુભાવો,દાતાશ્રીઓ – ટ્રસ્ટીશ્રીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા . સરદાર સાહેબના જીવનમાંથી પ્રેરણા લઈ સરદારધામ સમાજ નિર્માણથી રાષ્ટ્રનિર્માણના ધ્યેયને ચરિતાર્થ કરવા મિશન 2026 અંતર્ગત વિઝન અને પાંચ લક્ષ્યબિંદુઓ સિદ્ધ કરવા કટીબદ્ધ અને સંકલનબદ્ધ છે.સરદારધામ આઈકોનીક બિલ્ડીંગનું નિર્માણ ભાવી પેઢીના ઉજ્જવળ ભવિષ્યનો આધાર બનશે.

સમાજ નિર્માણથી રાષ્ટ્રનિર્માણની કટિબદ્ધતા સાથે સરદારધામનું રૂપિયા 200 કરોડના ખર્ચે 7 લાખ સ્ક્વેર ફૂટના બાંધકામ સાથે નિર્માણ

સરદાર વલ્લભભાઇ પટેલના વિચારો અને આદર્શોને મૂર્તિમંત કરવાના ભાગરૂપે સરદારધામના સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સંકલ્પને સાકાર કરવાના મિશન 2026 અંતર્ગત સરદાર ધામનું નિર્માણ કરાયું છે.સરદાર ધામનું બાંધકામ અંદાજે રૂ. 200 કરોડના ખર્ચે 11670 સ્ક્વેર મીટર પ્લોટમાં આશરે 7 લાખ સ્ક્વેર ફૂટના બાંધકામ સાથે નિર્માણ થયું છે.સરદાર ધામમાં 450 વ્યક્તિઓની ક્ષમતાનું ઓડિટોરિયમ અને 1 હજાર-1 હજાર વ્યક્તિની ક્ષમતાના સાથેના બે હોલ પણ છે.

સરદાર ભવનના બેઝમેન્ટમાં 450થી વધુ કારનું પાર્કિંગ, 50થી વધુ થ્રી-સ્ટાર રૂમ ધરાવતા ટ્રસ્ટી વિશ્રામ ગૃહની પણ વ્યવસ્થા છે. મહેસૂલી માર્ગદર્શન, કાનુની માર્ગદર્શન, સમાજ સુરક્ષા વગેરે પ્રવૃત્તિ માટે 8થી વધુ કાર્યાલયો પણ કાર્યરત રહેશે.સંકુલના પ્રવેશ દ્વારમાં સરદાર વલ્લભભાઇની 50 ફૂટ ઊંચી કાંસ્યની વિશાળ પ્રતિમા રૂ. 3.50 કરોડના ખર્ચે સ્થાપિત કરાશે.આમ, સરદારધામ એક સ્ટેટ ઓફ આર્ટ બિલ્ડિંગનું નિર્માણ થયું છે.જ્યાં 800 દીકરા-800 દીકરી માટે અલગ છાત્રાલય અને 1 હજાર વિદ્યાર્થીઓની ક્ષમતા સાથે ઈ લાયબ્રેરી-પુસ્તકાલય-વાંચનાલયની સુવિધા હશે.