સ્થાપનાની દશાબ્દીની ઉજવણી પ્રસંગે ધર્મજ ટેકનોલોજીસની ક્રાંતિકારી કમાલ
મલ્ટી ફીચર ધરાવતા અધતન “Triumph” સુપર વર્સેટાઇલ લેસર મશીનની હીરા ઉદ્યોગને આપી અનુપમ ભેટ
ધર્મજ ટેકનોલોજીસની સ્થાપનાની દશાબ્દીની ઉજવણી પ્રસંગે 10 નો સુમેળભર્યો અનોખો સંયોગ,દશનો દમ ધરાવતા માત્ર 1 Triumph (ટ્રાયમ્ફ ) સુપર વર્સેટાઇલ મલ્ટી ફીચર લેસર મશીનની કાર્યક્ષમતા 10 લેસર મશીનથી પણ અધિક,ધર્મજ ટેકનોલોજીસની કાબેલ ટીમ દ્વારા ગહન રિચર્સ અને ડેવલોપિંગની સંનિષ્ઠ કામગીરી અને જહેમતના અંતે મળી આ વિશિષ્ટ સિધ્ધિ,10 મશીનનું કામ માત્ર 1 અધતન “Triumph” સુપર વર્સેટાઇલ મલ્ટી ફીચર લેસર મશીનની મદદથી કરી શકાતુ હોવાથી લેબગ્રોન અને કુદરતી હીરાના ઉત્પાદનમાં થતો વધારો વપરાશકર્તાઓ માટે નફાનો કરશે ગુણાકાર…
આ વિડીયોમા ધર્મજ ટેકનોલોજીસની ક્રાંતિકારી કમાલ નિહાળ્યા પછી ખ્યાલ આવી જશે કે ભારત શા માટે વિશ્વના હીરા ઉદ્યોગનુ હબ છે.ઉપરાંત ભારતિય ઇજનેરોની ક્ષમતા જોયા પછી કહી શકાય કે ભારતના યુવાઓ અને બુધ્ધિ ધન વડાપ્રધાનના મેઈક ઇન્ડીયા અને આત્મનિર્ભર અભિયાનને સાર્થક કરવાની તાકાત ધરાવે છે.
DIAMOND TIMES – પર્યાવરણ અંગે સવેંદનશીલ,સામાજિક ઉતરદાયિત્વ નિભાવવામાં અગ્રેસર,રાષ્ટ્રીય ભાવનાથી છલોછલ તેમજ ભારતના હીરા ઉદ્યોગની પ્રગતિમાં અત્યંત મહત્વપુર્ણ યોગદાન આપનાર સુરતની અગ્રણી કંપની ધર્મજ ટેકનોલોજીસ તેમની સ્થાપનાની દશાબ્દીની ઉજવણી કરી રહ્યુ છે.આ ઉજવણી પ્રસંગે ધર્મજ ટેકનોલોજીસએ ક્રાંતિકારી કમાલ કરી બતાવી દશનો દમ ધરાવતા “Triumph” સુપર વર્સેટાઇલ મલ્ટી ફીચર લેસર મશીનના અધતન નવા મોડલની હીરા ઉદ્યોગને એક અનુપમ ભેટ આપી છે.
ધર્મજ ટેકનોલોજીસની કાબેલ ટીમ દ્વારા ગહન રિચર્સ અને ડવલોપિંગની સંનિષ્ઠ કામગીરી પછી “Triumph” (ટ્રાયમ્ફ ) લેસર મશીન સ્વરૂપે મેળવેલી આ સિધ્ધિ અને ઉપલબ્ધતાની કંપનીએ ઘોષણા કરી છે.અનેક પ્રકારની નવિનત્તમ સુવિધાઓથી સુસજ્જ,વાઇબ્રેશન ફ્રી ફ્રેમ સ્ટ્રક્ચર ધરાવતું અધતન નવું ટ્રાયમ્ફ લેસર મશીન નિરંતર ગુણવત્તા યુક્ત માસ પ્રોડકશન આપે છે.વળી હીરાની કટીંગ પ્રક્રિયામાં યુવી ગ્લુની આવશ્યકતા પણ રહેતી નથી.વળી સિંગલ લેસર ડાયોડ ધરાવતા આ લેસર મશીન દ્વારા મળતુ 50%થી પણ અધિક ઉત્પાદન સોનામાં સુગંધ સમાન છે.ઉલ્લેખનિય છે કે (ટ્રાયમ્ફ ) લેસર મશીનમા હીરા કટીંગની પ્રક્રીયા દરમિયાન હીરાની તુટવાની સમસ્યા નથી.ઉપરાંત સિંગલ સ્ટીકમાં મલ્ટિ ટોપ અને પાઇ સોઇંગની સુવિધા,વપરાશકર્તાઓ માટે અત્યંત સરળ યુઝર ફ્રેન્ડલી સોફ્ટવેર સહીત આ મશીન એક કરતા અનેક ખુબીઓ ધરાવે છે.
ક્વોલિટી ચેન્જ ધ વર્લ્ડની ઉદાર ભાવના સાથે અમો આગળ વધી રહ્યા છીએ : પ્રકાશ રાખોલિયા
ધર્મજ ટેક્નોલોજીસના સ્થાપક અને ભાગીદાર પ્રકાશ રાખોલિયાએ કહ્યું હતું કે ક્વોલિટી ચેન્જ ધ વર્લ્ડની ઉદાર ભાવના સાથે અમો આગળ વધી રહ્યા છીએ.દશ પ્રકારના મલ્ટી ફીચર ધરાવતું અધતન Triumph (ટ્રાયમ્ફ ) લેસર કટીંગ મશીનનું વિશ્વસનીય માળખું હીરાની તમામ પ્રકારની એપ્લિકેશનને ધ્યાને રાખીને વિકસિત કરવામાં આવ્યુ છે.જેમા મલ્ટિ સોઇંગ,પાઇ સોઇંગ,નોર્મલ સોઇંગ, કર્વ ફેન્સી શેઇપ,સ્ક્વેર્સ ફેન્સી શેઇપ,કસ્ટમાઇઝ્ડ ફેન્સી શેઇપ,ફોર-પી/કોનિંગ,સીવીડી પોલિકટ,સ્લાઈસ કટીંગ/સીવીડી સીડ અને ડ્રિલિંગ સહીતના ઓપરેશનનો સમાવેશ થાય છે.ખાસ બાબત તો એ છે અમો કંપનીની સ્થાપનાની દશાબ્દીની ઉજવણી કરી રહ્યા છીએ.જેને અનુલક્ષીને અમે આ મશીનની વ્યાજબી કીંમત રાખી છે.
પ્રકાશ રાખોલિયાએ વધુમા કહ્યુ કે લેબગ્રોન ડાયમંડ કટીંગમાં કસ્ટમાઈઝ શેઈપ આપવાની પ્રક્રિયા આ પહેલાં ક્યારેય આટલી સરળ ન હતી.પરંતુ ઇકો ફ્રેન્ડલી અને ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવતા ટ્રાયમ્ફ મશીનના કારણે હવે આ શક્ય બન્યુ છે તેનો અમને ખુબ આનંદ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં લેબગ્રોન હીરાની સતત વધી રહેલી માંગને અનુલક્ષીને ગુણવત્તા યુક્ત માસ પ્રોડ્કશનની ઉભી થયેલી આવશ્યકતાને પહોંચી વળવા અમારી કંપની પ્રથમથી જ સુસજ્જ હતી.જો કે કુદરતી અને લેબગ્રોન એમ બંને પ્રકારના હીરાને ધ્યાનમા રાખીને ટ્રાયમ્ફનુ નિર્માણ કરવામાં આવ્યુ છે.મને આશા છે Triumph ઉપભોક્તાઓની તમામ જરૂરીયાતોને પુર્ણ કરવા સાથે નવી રોજગારીનું પણ સર્જન કરશે.અંતમા તેમણે કહ્યુ કે અમારી કંપની વિશ્વના કોઈપણ ખુણામા તેમના માનવંતા ગ્રાહકને ઉત્તમ અને સરળ સેવા આપવા હંમેશા તત્પર છે.
ધર્મજ ટેક્નોલોજીસનો દશ વર્ષનો પ્રગતિશીલ પ્રવાસ- ધર્મજ ટેક્નોલોજીસ કંપનીની સ્થાપના પ્રકાશ રાખોલિયાએ ફેબ્રુઆરી 2012માં કરી હતી.દશ વર્ષના સફળ પ્રવાસ દરમિયાન ધર્મજ ટેકનોલોજીસએ તેમના ગ્રાહકોને ડાયમંડ પ્રોસેસીંગ મશીનરીની નોંધપાત્ર શ્રેણીની ભેટ આપી હીરા ઉદ્યોગની પ્રગતિમા અનન્ય યોગદાન આપ્યુ છે.અવિરત પ્રગતિ સાધી ધર્મજ ટેક્નોલોજી્સ હીરા ઉદ્યોગમા વપરાતી અધતન મશીનરીના ઉત્પાદન અને સપ્લાયમાં સામેલ અગ્રણી સંસ્થા તરીકે પ્રસ્થાપિત થઈ ચુકી છે.વર્તમાન સમયે કંપની કુશળ મેનેજમેન્ટ,પરિણામ લક્ષી ઉત્પાદન ક્ષમતા અને મજબુત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવે છે.જેમા રિચર્સ અને ડવલોપિંગ માટે વેરહાઉસ અને ગુણવત્તા પરીક્ષણ માટે આધુનિક લેબોરેટરી સહીતની ઇન હાઉસ સુવિધા સામેલ છે.