ગત બે મહીનામાં ભારતિય કંપનીઓએ સરેરાશ 15 ટકા ઉંચા ભાવે એન્ટવર્પમાથી ખરીદી રફ !!

312

વર્લ્ડ ડાયમંડ સેન્ટરના આંકડાઓ મુજબ જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2020 ની સરખામણીએ જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2021 દરમિયાન એન્ટવર્પેની રફ હીરાની નિકાસમાં 8.91% નો ઘટાડો થયો છે. આમ છતા રફના ભાવ વધારે મેળવ્યા છે. આગામી સમયમા હજુ પણ રફની ડીમાન્ડ અને ભાવ વધવાની ધારણા વચ્ચે નફો અંકિત કરવા ભારતિય હીરા મેન્યુફેક્ચરીંગ કંપનીઓએ ભારે સંઘર્ષ કરવો પડશે…

DIAMOND TIMES –  એન્ટવર્પ વર્લ્ડ ડાયમંડ સેન્ટર(એડબ્લ્યુડીસી) દ્વારા જાહેર કરાયેલા અહેવાલ અનુસાર ફેબ્રુઆરી 2021માં એન્ટવર્પએ 877 મિલિયન ડોલરની કીંમતની 8.2 મિલિયન કેરેટ રફ હીરાની આયાત કરી છે. ફેબ્રુઆરી 2020 ના આ જ સમયગાળામાં એન્ટવર્પએ 684 મિલિયન ડોલરની કીંમતની 8.3 મિલિયન કેરેટ રફ હીરાની આયાત કરી હતી. ઉપરોક્ત આંકડાઓ સુચવે છે કે ફેબ્રુઆરી 2020ની તુલનાએ જથ્થાની દ્રષ્ટ્રીએ રફ હીરાની આયાતમાં ભલે 0.55% જેટલો મામુલી ઘટાડો થયો હોય , પરંતુ વેલ્યુની દ્રષ્ટ્રીએ તેમા 28.22% નો વધારો થયો છે.આંકડાઓ ચકાસતા માલુમ પડે છે કે ફેબ્રુઆરી 2020ની સરખામણીએ 2021માં રફ હીરાના ભાવમા આશરે 20 ટકા જેટલા જંગી વધારો થયો છે.જેના પરથી આસાનીથી અંદાજ લગાવી શકાય તેમ છે કે એન્ટવર્પની રફ સપ્લાય કરતી કંપનીઓએ ઉંચા ભાવે રફની ખરીદી કરી હોવાથી આગામી સમયમા રફ હીરાના ભાવમા 5 થી 7 ટકા જેટલો વધારો થવાની પુરેપુરી સંભાવનાઓ છે.

રફ હીરાની નિકાસ:  એડબ્લ્યુડીસીનાં આંકડા મુજબ ફેબ્રુઆરી 2021માં 862 મિલિયન ડોલરની કીંમતના 8.2 મિલિયન કેરેટ રફ હીરાની નિકાસ કરી હતી.જેની સરખામણીએ ગત વર્ષ 2020ના આ જ સમયગાળા દરમિયાન 717 મિલિયન ડોલરની કીંમતની 9 મિલિયન કેરેટ રફ હીરાની નિકાસ કરી હતી.જેની ગણતરી મુજબ રફની નિકાસમાં જથ્થાની દ્રષ્ટ્રીએ 8.91%નો ઘટાડો થયો છે.

જાન્યુઆરી- ફેબ્રુઆરી 2021માં એન્ટવર્પએ કુલ 1.6 મિલિયન ડોલરની કીંમતના 15.9 મિલિયન કેરેટના રફ હીરાની નિકાસ કરી હતી.ગત વર્ષ 2020માં આ સમયગાળા દરમિયાન 1.4 મિલિયન ડોલરની કીંમતના 16.7 મિલિયન કેરેટના રફ હીરાની નિકાસ કરી હતી. આ આંકડાઓ તપાસતા ખ્યાલ આવશે કે ગત વર્ષ 2020ની સરખામણીએ વર્ષ 2021માં જથ્થાની દ્રષ્ટ્રીએ રફની નિકાસમાં 4.50% ઘટાડો થયો હોય પરંતુ વેલ્યુની દ્રષ્ટ્રીએ તેમા 15.76%નો જંગી વધારો સુચવે છે.મતલબ કે અહીયા પણ રફ હીરાના ભાવમા જંગી વધારાનો નિર્દેશ છે.જેના પરથી અનુમાન લગાવી શકાય કે ભારતિય કંપનીઓએ 15 થી 20 ટકા ઉંચા ભાવે રફ હીરાની ખરીદી કરી છે.

એન્ટવર્પએ કરેલી તૈયાર હીરાની આયાત :
ફેબ્રુઆરી 2021 દરમિયાન એન્ટવર્પએ 512 મિલિયન ડોલરની કીંમતના 361.081 કેરેટ તૈયાર હીરાની આયાત કરી હતી.જ્યારે વર્ષ 2020 ફેબ્રુઆરીમાં 684 મિલિયન ડોલરની કીંમતના 512.420 કેરેટ તૈયાર હીરાની આયાત કરી હતી.આ આંકડાઓ ફેબ્રુઆરી 2020ની તુલનાએ તૈયાર હીરાની આયાતમાં જથ્થાની દ્રષ્ટ્રીએ 1.81% નો જ્યારે કીંમતની સરખામણીએ 25.14%નો જંગી ઘટાડો સુચવે છે. મતલબ કે રફ હીરાના ભાવમાં ભલે 20 ટકા નો વધારો થયો હોય પરંતુ ભારતિય કંપનીઓએ સરેરાશ 25.14% જેટલા નીચા ભાવે તૈયાર હીરાની એન્ટવર્પમાં આયાત કરી છે.

જાન્યુઆરી-ફેબ્રુઆરી 2021માં એન્ટવર્પએ કરેલી પોલિશ્ડ હીરાની નિકાસ : જાન્યુઆરી-ફેબ્રુઆરી 2021માં એન્ટવર્પએ કુલ 1.073 બિલિયન ડોલરની કીંમતના 558.728 કેરેટના રફ હીરાની નિકાસ કરી હતી. જાન્યુઆરી-ફેબ્રુઆરી 2020માં કુલ 1.165 બિલિયન ડોલરની કીંમતના 586.222 કેરેટ તૈયાર હીરાની નિકાસ કરી હતી.વેલ્યુ અને વોલ્યુમની દ્રષ્ટ્રીએ તેમા અનુક્રમે 4.69% અને 7.88%નો ઘટાડો નોંધાયો છે.