માર્ચના અંતિમ દીવસોમાં બેંકોએ આપ્યુ રૂપિયા 1.55 લાખ કરોડનું ધિરાણ

820

રિઝર્વ બેંકના આંકડાઓ મુજબ કોરોના વચ્ચે પણ બેંકોની ડીપોઝીટ વધીને રૂપિયા 15.45 લાખ કરોડ જ્યારે ધિરાણ 5.80 લાખ કરોડ જેટલુ વધ્યુ

DIAMOND TIMES -દેશમાં આર્થિક મોરચે મંદી જેવા વાતાવરણની હવા વચ્ચે બેંક ક્રેડીટમાં લાંબા સમયથી ઢીલાસ વર્તાતી હતી,પરંતુ કોરોના વચ્ચે પણ બેંકોમા થાપણ વધીને રૂપિયા 15.45 લાખ કરોડને પાર કરતા બેંકોએ ડીપોઝીટ વધતા માર્જીન જાળવી રાખવા માર્ચ મહીનાના અંતિમ દીવસોમાં જ કુલ વાર્ષિક લોન પૈકી ચોથા ભાગની લોન આ સમયમાં જ આપી દીધી છે.

રિઝર્વ બેંકના આંકડાઓ મુજબ માર્ચ મહીનાના છેલ્લા પખવાડીયામાં બેંકોએ રૂપિયા 1.55 લાખ કરોડનું ધિરાણ કર્યુ છે. જોકે તેમ છતા બેંકો તેના લક્ષ્યાંકને પહોંચી શકી ન હતી.2019-20 ના નાણાકીય વર્ષમાં બેંકોએ કુલ રૂ.6 લાખ કરોડનું ધિરાણ કર્યુ હતુ. પરંતુ 2020-21 ના વર્ષમાં આ ધિરાણ 5.80 લાખ કરોડનું રહયુ છે.બેંકોનું કુલ બાકી ધિરાણ રૂ. 109.51 લાખ કરોડ નોંધાયુ છે.રિઝર્વ બેંક દ્વારા જાહેર કરાયેલા ડેટા મુજબ બેંકોને કોરોના સમયમાં ડીપોઝીટમાં પણ મોટી વૃધ્ધી નોંધાઇ છે.સમગ્ર વર્ષ દરમિયાન બેંકોને રૂ.15.45 લાખ કરોડની નવી ડીપોઝીટ મળી છે.જે અગાઉના સમય કરતા લગભગ 8 ટકા વધુ છે.હાલ બેંકો પાસે રૂ.151.13 લાખ કરોડની ડીપોઝીટ છે. બેંકોના ડીપોઝીટ અને ધિરાણ વચ્ચે ગત નાણાકીય વર્ષમાં મોટો તફાવત રહયો છે.પરંતુ ચાલુ નાણાકીય વર્ષમાં બેંકોનું ધિરાણ 10 ટકા વધે તેવી ધારણા છે.