બજેટમાં‘ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ને પ્રોત્સાહન આપવા અનેક પ્રસ્તાવ

156

ઉદ્યોગ-કારોબારને પ્રોત્સાહન આપવા બજેટમાં‘ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ને પ્રોત્સાહન આપવા અનેક પ્રસ્તાવ છે.ભારત ઝડપથી ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ રેન્કિંગમાં પ્રગતિ કરી રહ્યો છે.જેનું મુખ્ય કારણ ગુંચવણ ભરેલી કાગળિયા કરવાની પ્રક્રિયાની જગ્યાએ ઓનલાઈન અને સરળ પદ્ધતિ અમલી બનાવી છે.

ગ્લોબલ કન્સલ્ટન્સી મેકેન્જીના રિપોર્ટમા બહાર આવેલા સર્વેક્ષણ મુજબ 2016માં ભારતની ગ્લોબલ રેન્કિંગમા સુધારો થતા તે 2019માં 63મા રેન્ક સુધી પહોંચી ગઈ છે.આ મુદ્દે વર્ષ 2016માં ભારત છેક 130 મા ક્રમે હતુ. કંપનીના રજિસ્ટ્રેશનથી માંડી ટેક્સ ભરવા,રિટર્ન મેળવવાની પ્રક્રિયા પારદર્શી અને સરળ થઈ છે.કંપનીની રજિસ્ટ્રેશન ફી નાબુદ કરીને હવે માત્ર લીગલ ડ્યૂટી અને સ્ટેમ્પ ડ્યૂટી શુલ્ક જ વસુલવામા આવે છે.માઈક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઈઝીઝ(MSME)નું સૌથી વધુ ધ્યાન રાખવામાં આવે છે.ટ્રેડમાર્ક માટે ફી મા 50% ની છૂટ,ઓનલાઈન રિફંડ અને રિટર્ન ક્લેઇમ કરવાની સુવિધા, કંપનીઓના કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ(PF)થી માંડી ISO સર્ટિફિકેટ માટે ઓનલાઈન સુવિધા સહીતની બાબતોનો સમાવેશ થાય છે.હવે GST આવ્યા પછી કોઈ પડકાર નથી.GST ફોર્મ પણ સરળ થઈ ગયું છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં જાહેરાત કરી છે કે જે કંપનીઓનું વાર્ષિક ટર્નઓવર 10 કરોડ છે અને જેમના 95% ટ્રાન્જેક્શન ડિજિટલ મોડમાં થયા હોય તો તેમને ટેક્સ ઓડિટ કરાવવાની જરૂર નથી.પહેલાં આ લિમિટ 5 કરોડ હતી.ડિજિટલ ટ્રાન્જેક્શનનો રેકોર્ડ પહેલાંથી જ સરકાર પાસે હોય છે.સરકારે બિનભાગીદારી ધરાવતી કંપનીઓના શેરધારકો પાસેથી મળેલા પૈસા અને ટર્નઓવર પર ટેક્સમાં છૂટ આપી છે.સ્ટાર્ટઅપ્સને મળેલી આ છૂટ ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને પ્રોત્સાહન આપશે.વળી નાની કંપનીની પરિભાષા બદલવાનો પ્રસ્તાવ પણ બજેટમાં છે.50 લાખ રૂપિયા સુધીના રોકાણ અને બે કરોડ રૂપિયા સુધીના વાર્ષિક ટર્નઓવર ધરાવતી કંપનીઓ નાની કંપનીઓની વ્યાખ્યામા આવી છે.જેનાથી વ્યાજ વગેરેમાં છૂટ મળશે.વળી MSME માટે 15,700 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે જે જે ગત વર્ષની સરખામણીએ ડબલ છે.
SEBI એક્ટ -1992, સિક્યોરિટીઝ કોન્ટ્રેક્ટ્સ(રેગ્યુલેશન) એક્ટ- 1956 અને ગવર્નમેન્ટ સિક્યોરિટીઝ એક્ટ- 2007ને સંયુક્ત રીતે સિક્યોરિટીઝ માર્કેટ્સ કોડથી એક નવો કાયદો બનવવા સરકાર વિચારી રહી છે.સિંગલ સિક્યોરિટીઝ માર્કેટ કોડ ભારતીય નાણાબજારમાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને વધુ પ્રોત્સાહન આપશે.કોર્પોરેટ મંત્રાલયની વેબસાઈટ પર ડેટા એનાલિટિક્સ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરાશે.જેથી બિઝનેસ અને સ્ટાર્ટઅપને કાયદાકીય મંજૂરી મળવામાં સરળતા રહેશે.સરકારે કહ્યું છે કે મંત્રાલય MCA-21માં AI આધારિત હશે અને તેનું 3.0 વર્જન લોન્ચ કરાશે.સરકારે વિદેશોમાં રહેતા ભારતીય નાગરિકોના વન-પર્સન કંપની ખોલવા માટે દેશમાં રહેવાની મર્યાદાને 182 દિવસથી ઘટાડીને 120 દિવસ કરી દીધા છે.જેથી 120 દિવસ દેશમાં રહેતાં વેપારીઓને દેશી વેપારીઓ જેવી છૂટ મળશે.