ગત વર્ષની તુલનાએ જુન-2021 અમેરીકાની તૈયાર હીરાની આયાતમાં 93 ટકાની વૃદ્ધિ
DIAMOND TIMES – અમેરીકા સહીત વિશ્વના અન્ય દેશોના બજારોમાં સેન્ટિમેન્ટ પોઝિટિવ રહેતા તૈયાર હીરાના પુરવઠાની વૃદ્ધિ વચ્ચે પણ પોલિશ્ડ ભાવો મજબૂત થઈ રહ્યા છે.આ બાબત હીરા ઉદ્યોગ માટે ઉત્સાહજનક છે . માસ્ટર કાર્ડ સ્પેન્ડિંગપલ્સ ના અહેવાલ મુજબ ગત જુલાઈ મહીનામાં અમેરીકામાં હીરા જડીત જ્વેલરીના વેંચાણમાં 83 ટકાનો વધારો નોંધાયો છે.જો કે વૈસ્વિક હીરા અને ઝવેરાત ઉદ્યોગ માટે અત્યંત મહત્વપુર્ણ લાસ વેગાસ શો ના આયોજનમાં વિદેશી પ્રવાસીઓના પ્રતિબંધથી કારોબારીઓ ભારે હતાશ છે.
અલરોઝા, ડીબિયર્સ સહીત મોટાભાગની રફ ઉત્પાદક કંપનીઓ દ્વારા રફ હીરાની કીંમતમાં વૃદ્ધિ થતા મેન્યુફેક્ચરિંગ કંપનીઓનો પ્રોફિટ માર્જિન દબાણ હેઠળ છે. ગત જુલાઈ મહીનામાં અલરોઝાએ 334 મિલિયન ડોલરની રફ હીરાનું વેંચાણ કર્યુ છે.જ્યારે પ્રથમ ક્વાર્ટરમાં જેમ ડાયમંડ્સનું રફ હીરાનું વેંચાણ 41 ટકા વધીને 104 મિલિયન ડોલર થયુ છે લુકારા ડાયમંડએ બીજા ક્વાર્ટરમાં ગત વર્ષે કરેલા 8 મિલિયન ડોલરના રફ હીરાની તુલનાએ 46 મિલિયન ડોલરના રફ હીરાનું વેંચાણ કર્યુ છે.ગત જુન મહીનામાં અમેરીકાએ 93 ટકાની વૃદ્ધિ સાથે 1.6 બિલિયન ડોલરના તૈયાર હીરાની આયાત કરી હતી.
અમેરીકાની બજારની મજબુત માંગ વચ્ચે મોટા ભાગના કદ અને કેટેગરીમાં ફેન્સી હીરાની કિંમતો મજબૂત થઈ રહી છે ફેન્સી-આકારના હીરા જડીત સગાઈ રીંગનુ વેંચાણ વધી રહ્યુ છે.ઓવલ,પિયર્સ,એમરાલ્ડ,પ્રિન્સેસ,માર્કીસ અને લોંગ રેડીયન્ટ્સ હીરાના ઓર્ડરમાં વધારો થયો છે. રાઉન્ડ કટમાં 1 થી 3 કેરેટમાં,G-J, SI-I1 કેટેગરીના હીરાની માંગ સ્થિર છે.
બેલ્જિયમમાં ઉનાળાના વેકેશનના સમયગાળા દરમિયાન કારોબાર ધીમા છે.પ્રવાસ પ્રતિબંધના કારણે કેટલીક કંપનીઓ જેસીકે શોમાં ભાગ નહી લઈ શકવાને કારણે નિરાશ છે. જો કે રફ ટ્રેડિંગ સ્થિર છે. ઇઝરાયેલના કારોબારીઓ યુએસના બજારોની મજબૂત માંગથી ખુશ છે.જો કે કોરોનાના કેસોમાં વધારો થતા બુર્સની વ્યાપારીક પ્રવૃત્તિ વધુ નબળી પડી હતી ચોકાવનારી બાબત એ છે કે ઈઝરાયેલમાં ચોથા લોકડાઉનની શક્યતા છે. જુલાઈમા ઈઝરાયેલની પોલિશ્ડની નિકાસમાં 68 ટકાનો વધારો થયો છે.
અમેરીકા સહીત કેટલાક વિદેશી બજારોમાં ઉનાળૂ વેકેશનના કારણે મુંબઈમાં હીરાનો વેપાર ધીમો પડ્યો છે.અમેરીકા અને હોંગકોંગ તરફથી 0.20 સેન્ટથી નાની સાઈઝના તૈયાર હીરાની ખુબ માંગ છે. હોંગકોંગના બજારમાં પસંદગીની ક્વોલિટીના હીરાના પુરવઠાની અછત છે. 1 કેરેટમાં D-J,VS-SI2,3X કેટેગરીના હીરાની પણ સારી માંગ છે.ચાઇનાનું રિટેલ માર્કેટ સ્થિર છે.જો કે હીરાની અમુક કેટેગરીમાં પુરવઠાની તંગીના પગલે ખરીદદારો ઉંચી કીંમત ચુકવવા તૈયાર છે એમરાલ્ડ અને પિયર્સ કટના ફેન્સી હીરાની મજબુત માંગ વચ્ચે પુરવઠાની અછત છે.