દક્ષિણ અફ્રીકાના એક ગામમાં દૂરદૂરથી લોકો હીરાની શોધમાં ઉમટી પડ્યા

681

DIAMOND TIMES –થોડા દિવસો અગાઉ દક્ષિણ અફ્રીકાના ક્વાહલા ગામની જમીનમાંથી કેટલાક લોકોને હીરા જેવા ચમકદાર સ્ટોન મળી આવ્યા છે.ગામલોકોને ખાતરી છે કે જમીનમાથી મળી આવેલા આ ચમકદાર પત્થરો સાચા હીરા છે.જમીનમાથી હીરા મળી આવ્યા હોવાની આ વાત વાયુવેગે ફેલાતા દુર દુરથી લોકો હીરાની શોધ માટે ક્વાહલા ગામમાં ઉમટી પડ્યા છે.બે જ દિવસમાં અહીં 1000 થી વધુ લોકો હીરાની શોધ માટે આવ્યા છે.જેને પગલે સ્થાનીય તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવીને સંપૂણ વિસ્તારમાં મોનિટરિંગ શરૂ કરવામાં આવ્યુ છે.

દક્ષિણ અફ્રીકામાં અનેક વિખ્યાત હીરાની ખાણો છે.અહી કેટલાક વિસ્તારોમાં તો ખુબ સરળતાથી હીરા મળી આવે છે.હાલમાંજ ક્વાહલાથી ગામમાં કેટલાક ગ્રામિણ લોકોને ખુલ્લા મેદાનમાંથી ખોદકામ દરમિયાન ચમકદાર સ્ટોન મળી આવ્યા હતા,જે ડાયમંડ જેવા હોવાથી લોકોને અહીંથી હીરા પણ મળવાની સંભાવના જણાઇ રહી છે.જેને પગલે એક હજારથી વધુ લોકો પોતાનું નશીબ અજમાવવા દક્ષિણ આફ્રિકાના ક્વાઝુલુ-નાતાલ પ્રાંતના ક્વાહલાથી ગામે હીરાની શોધમાં આવ્યા છે.ગત શનિવારથી અહીં ખોદકામની પ્રક્રીયા ચાલી રહી છે.લોકોનું કહેવુ છે કે એક પશુપાલકે ખુલ્લા મેદાનમાં ખોદકામ કર્યા પછી કેટલાક સ્ટોન મળી આવ્યા હતા.જેને કેટલાક લોકો ક્વાર્ટઝ સ્ફટિકો માનતા હતા,એક શોધક મેન્ડો સાબેલોએ જણાવ્યું હતું કે તેઓને કેટલાક નાના સ્ટોન મળી આવ્યા છે.જેનાથી તેઓનું કિસ્મત બદલાઇ શકે છે.સ્થાનિક ખાણ વિભાગે સોમવારે જણાવ્યું હતું કે તે નમૂનાઓ એકત્રિત કરવા અને વિશ્લેષણ કરવા માટે ભૂસ્તરશાસ્ત્ર અને ખાણકામ નિષ્ણાતોની એક ટીમ સ્થળ પર મોકલશે.આ રિપોર્ટમાં જો ડાયમંડનો રિપોર્ટ આવશે તો અહીં તંત્ર દ્વારા મોનિટરિંગ સહીત અન્ય સુરક્ષા પણ વધારવામાં આવશે.