DIAMOND TIMES – વૈશ્વિક હીરા ઉદ્યોગમા આવેલી તેજીના પગલે સુરતમાં રફ હીરાની માંગ વધતા આફ્રીકન હીરા ઉત્પાદક દેશ બોટ્સવાનાના અર્થતંત્રમાં સુધાર આવ્યો છે. મીડીયા અહેવાલ મુજબ ગત ફેબ્રુઆરીમાં 8.8 ટકાની આગાહી વચ્ચે બોટ્સવાનાનો આર્થિક વૃદ્ધિ દર 9.7 ટકાને આંબી ગયો છે.

બોટ્સવાનાના નાણાં મંત્રી પેગી સેરેમને જણાવ્યું હતું કે કોરોના મહામારી ના પગલે રફ હીરાની માંગ ઘટતા વર્ષ 2020 માં બોટ્સવાનાના અર્થતંત્રમાં ધારણા કરતા પણ અધિક સંકોચન આવ્યુ હતુ.પરંતુ 2021માં સુધાર સાથે આર્થિક વૃદ્ધિ દર 9.7 ટકા થયો છે.અમેરીકા અને ચીન બજારોમાં તૈયાર હીરા અને હીરા જડીત જ્વેલરીની માંગને કારણે હીરાનગરી સુરતમાં રફ હીરાની માંગ નિકળતા અર્ધ વાર્ષિક ગાળામાં બોત્સવાના સરકાર હસ્તકની રફ કંપની ડેબ્સ્વાનાનું રફ હીરાનું વેચાણ 41 ટકા વધ્યું છે.ઉલ્લેખનિય છે કે કોવિડના કારણે વિતેલા વર્ષ 2020 દરમિયાન રફ હીરાના વેચાણમાં 30 ટકાનો ઘટાડો થયો હતો.