ચેક રીટર્ન કેસમાં સુપ્રીમ કોર્ટેનું મહત્વનું નિરીક્ષણ : જાણો કલમ 138 પર તેની શુ થશે અસર ?

281

ડાયમંડ ટાઈમ્સ

સુપ્રીમ કોર્ટે એક ચૂકાદામાં જણાવ્યું હતું કે નાદાર જાહેર થનાર વ્યક્તિ વિરુધ્ધ ચેક રીટર્નનો કેસ નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ આવી શકે નહી.

કારોબારમાં દેવાળીયાની સ્થિતિમાં આવનારી કેટલીક ખાનગી કંપનીઓ કેન્દ્રના નવા ઈન્સોલ્વસી કાનૂન હેઠળ ખુદને નાદાર જાહેર કરીને કાનૂની કાર્યવાહીથી પોતાને બચાવતી હોય છે.સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે જે કંપની ઈન્સોલ્વન્સીની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી હોય તેની સામે નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138 હેઠળ કાનૂની કાર્યવાહી થઈ શકશે નહી.જો કે સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યુ હતું કે આ કાનૂની પ્રક્રિયાની સ્થિતિનો લાભ ચેકમાં સહી કરનાર ડીરેકટરને મળતો નથી.સર્વોચ્ચ અદાલતે એક મહત્વના નિરીક્ષણમાં નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138ને નિર્દોષ ઘેટાને ક્રીમીનલ વુલ્ફની ખાલ પહેરાવવા સમાન ગણાવ્યું હતું.