સોના પર આયાત કર 7.5% થી વધારી 12.5%

DIAMOND TIMES : સરકારે સોના પરનો મૂળભૂત આયાત કર 7.5 ટકાથી વધારીને 12.5 ટકા કર્યો છે. રૂપિયો રેકોર્ડ બ્રેક નીચી સપાટીએ ગબડ્યો હોવાથી આયાતને અંકુશમાં લેવાના પ્રયાસરૂપે આ પગલું લેવામાં આવ્યું છે.

રોગચાળા પછી માંગમાં સુધારો થતાં ભારતે ગયા વર્ષે એક દાયકામાં સૌથી વધુ સોનાની આયાત કરી હતી

વર્ષની શરૂઆતમાં, દેશના અગ્રણી જ્વેલર્સે સોનાની દાણચોરી ઘટાડવા માટે સરકારને બજેટ 2022માં સોના પરની આયાત જકાત 7.5 ટકાથી ઘટાડીને ચાર ટકા કરવા વિનંતી કરી હતી.

ચીન, યુએસએ અને સિંગાપોર જેવા દેશોએ સ્થાનિક બજારને મજબૂત કરવા માટે સોના પરની આયાત જકાત હટાવી દીધી હતી.