ઓકશન હાઉસ ક્રિસ્ટી જિનીવામાં કરશે શાહી જ્વેલ્સની લિલામી

DIAMOND TIMES – અગ્રણી ઓકશન હાઉસ ક્રિસ્ટી જિનીવા ખાતે 12 મી મે, 2021 ના ​​રોજ શાહી જ્વેલ્સની લિલામી કરશે. ક્રિસ્ટીઝના આ મેગ્નિસિપન્ટ ઝવેરાતની હરાજીમાં સમ્રાટ નેપોલિયનની દત્તક પુત્રી સ્ટેફની ડી બૌહર નાઇસનાં ઝવેરાતના સંગ્રહમાંથી નીલમ અને હીરા પર લિલામી માટે મુકાશે. આ ઉપરાંત એક મુગટ,એક નેકલેસ, એક જોડી બ્રેસલેટ , બે પેન્ડન્ટ, એક બ્રોચેસ , એક વીંટી અને એક બંગડીનો પણ સમાવેશ થાય છે.

આ ઉપરાંત 1800 મી સદીની શરૂઆતના દાયકામાં બર્મીઝ અને શ્રીલંકાની ખાણના દુર્લભ એવા કુલ 38 નીલમનો ઉપયોગ કરીને પોર્ટુગલની મહારાણી મારિયા માટે તૈયાર કરવામાં આવેલા નીલમ જડીત તાજની પણ લિલામી થવાની છે. આ એન્ટીક અને ઐતિહાસિક આભુષણો, હીરા અને રત્નો ખરીદવા વિશ્વના શ્રીમંતો ખુબ ઉંચી બોલી લગાવે તેવી સંભાવનાઓ છે.