DIAMOND TIMES : રાજકોટ શહેર ઇમિટેશન માર્કેટનું હબ છે. રાજકોટની ઇમિટેશન માર્કેટ એશિયાની સૌથી મોટી માર્કેટ છે અને અહીંના ઇમિટેશનના ઘરેણાં દેશ વિદેશમાં એક્સપર્ટ થાય છે. આ ઉદ્યોગ મધ્યમ અને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ તરીકે અને એક ગૃહ ઉદ્યોગ તરીકે જાણીતો છે. ત્યારે આ ઉદ્યોગને વૈશ્વિક દરરજો મળી રહે તે માટે રાજકોટમાં ઇમિટેશન જ્વેલરી પાર્ક મંજૂર કરવાની માગ કરી છે. રાજકોટ ઇમિટેશન માર્કેટ એસોસિએશને, ધારાસભ્ય ઉદય કાનગડને સાથે રાખીને મુખ્યમંત્રીને રૂબરૂ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને આ પાર્ક તાત્કાલિક મંજૂર કરવાની માગ કરી હતી.
► ઇમિટેશન પાર્કથી શું ફાયદો થશે ?
ઇમિટેશન માર્કેટ તૈયાર થવાને કારણે ભારત ચીન સાથે સીધી રીતે હરીફાઇ કરી શકશે. ઇમિટેશન રાજકોટ ઉદ્યોગ દ્વારા 10 દેશોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં નિકાસ થવા પાત્ર છે,જેથી સરકારને ખૂબ મોટા પ્રમાણમાં વિદેશી હુડિયામણની આવક થવા પાત્ર થશે. આ ઉપરાંત રોજગારીની પણ વિપુલ તક ઉભી થશે.
► 6 લાખથી વધારે રોજગારીની તકો ઉભી થશે
રાજકોટની ઇમિટેશન માર્કેટ રોજગારીની વિપુલ તક આપે છે.મોટી સંખ્યામાં મહિલાઓને વધારાના સમયમાં ગૃહ કાર્ય કરતા કરતા રોજી રોટી પૂરી પાડે છે એમને રોજગારની મોટી ઊભી કરી રહ્યો છે. જે ઉદ્યોગમાં રાજકોટ ખાતે અંદાજિત 4 થી 5 લાખ લૉકોને રોજગારી પુરી પાડી રહ્યો છે. જે 5 લાખ માણસોમાં અંદાજિત 3 લાખ મહિલાઓને રોજી રોટી પુરી પાડી રહ્યો છે.
આ સમય ગાળામાં વિકસિત થયેલા ઉદ્યોગને સહકાર આપવા માટે ઇમિટેશન એસોસિએશન દ્વારા સરકારને અનુરોધ કરવામાં આવ્યો કે હાલ રાજકોટમાં 12000 થી15000 નાના મોટા પ્રોડક્શન યુનિટો અલગ અલગ જગ્યાએ પથરાયેલા છે, જે સર્વને એક જ જગ્યાએ સંપાદિત કરવાથી ઉદ્યોગને સમય તથા આર્થિક ખૂબ જ મોટો ફાયદો થવા પાત્ર છે.
► સરકારે વહિવટી પ્રક્રિયા પૂર્ણ કરવાની ખાતરી આપી : જીગ્નેશ શાહ
અગાઉ સરકારને રજૂઆત કરવામાં આવી હતી. ઇમિટેશન માર્કેટ માટે સરકાર પોઝિટીવ છે.ફરી મુખ્યમંત્રીને આ અંગે રજૂઆત કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ ખાતરી આપી છે કે આ દરખાસ્ત જે કક્ષાએ હશે ત્યાં આગળ વધારવામાં આવશે અને જલ્દી ઇમિટેશન જ્વેલરી પાર્ક ઉભું થાય તે દિશામાં આગળ વધવામાં આવશે.
ઇમિટેશન ઉદ્યોગને લગતા મુખ્ય મુદ્દાઓ
► અમારે 2 લાખ ચોરસમીટર જગ્યાની આવશ્યકતા છે, જે જગ્યા GIDCમાં મંજૂર કરવા જવાબદાર અધિકારીએ ખાતરી આપી હતી.
►રાજકોટ ખાતે ઇમિટેશન જ્વેલરી મેન્યુફેક્ચરિંગ પ્રસ્તાવિત પાર્કમાં આશરે 700 યુનિટ આવી શકે તેમ છે.
►રાજકોટ ખાતે ઈમિટેશન જ્વેલરી પાર્કમાં કુલ અપેક્ષિત રોકાણ આશરે 450 કરોડ હશે.
►રાજકોટ ખાતે ઇમિટેશન જ્વેલરીનો પ્રસ્તાવિત પાર્ક, રાજકોટ જિલ્લા અને તેની આસપાસના લગભગ 6-7 લાખ લોકોને રોજગારીની તકો પૂરી પાડી શકશે.
►રાજકોટ ખાતે ઇમિટેશન જ્વેલરીનો પ્રસ્તાવિત પાર્ક સમગ્ર વિશ્વમાં નિકાસની મોટી તકો ઊભી કરશે અને ચીન ►અને અન્ય દેશોના સૌથી મોટા ઇમિટેશન જ્વેલરો હબ સાથે સફળતાપૂર્વક સ્પર્ધા કરશે. ઇમિટેશન જ્વેલરીની નિકાસની તકોને કારણે આપણો દેશ જંગી વિદેશી હૂંડિયામણ કમાશે.