DIAMOND TIMES – ઇન્ટરનેશનલ જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ (IGI) ના સિનિયર ડિરેક્ટર ઑફ એજ્યુકેશન તરીકે જ્હોન પોલાર્ડની નિયુક્તિ કરવામાં આવી છે.આ નવી જવાબદારી હેઠળ પોલાર્ડ વિશ્વની રત્નવિજ્ઞાનની 14 શાળાઓમાં શીખવવામાં આવતા વિવિધ પ્રકારના શૈક્ષણિક કોર્ષનું IGIમાં સામેલ કરી તેનુ વિસ્તરણ કરશે.જેમા હીરાનું ગ્રેડિંગ, જ્વેલરી ડિઝાઇન અભ્યાસક્રમોની વિશાળ શ્રેણી,ઇન્ટરેક્ટિવ ઇ-લર્નિંગ અને સેમિનાર-વેબિનારનો સમાવેશ થાય છે. જ્હોન પોલાર્ડ ટેક્સાસ પબ્લિક સ્કૂલના ભૂતપૂર્વ શિક્ષક છે અને તેઓ રત્નશાસ્ત્રની સાથે સંગીતના પણ વિશારદ છે.
IGIના સીઈઓ રોલેન્ડ લોરીએ પ્રતિભાવ આપતા કહ્યુ કે જ્હોન આ મહત્વપૂર્ણ જવાબદારી નિભાવવા તૈયાર થતા ખુબ જ ખુશ છુ.હીરા અને ઝવેરાતના ક્ષેત્રમાં પ્રવેશવાનું પસંદ કરનારા લોકોને યોગ્ય રત્નશાસ્ત્રીય શિક્ષણ પ્રદાન કરવાની જવાબદારી IGI વર્ષોથી નિભાવે છે.હીરા અને ઝવેરાત ક્ષેત્રમાં વધુ નિષ્ણાંતો તૈયાર થશે તો તેનાથી ઉદ્યોગ મજબુત બનશે તો હીરા અને ઝવેરાત સહીત કીંમતિ રત્નો પ્રત્યે ગ્રાહકોનો વિશ્વાસ પણ વધશે.પાછલા 40 વર્ષ દરમિયાન IGIએ હજારો લોકોને શિક્ષિત કર્યા છે.આ પરંપરાને જાળવી રાખીને અમો વ્યાવસાયિકો અને ઉપભોક્તાઓમાં જ્ઞાન અને આત્મવિશ્વાસ વધારવાના પ્રયાસો ચાલુ રાખવા માગીએ છીએ.
પોલાર્ડ એક દાયકા કરતા પણ વધુ સમયથી IGI સાથે આ પ્રોજેક્ટ્સ માટે સહયોગ આપી રહ્યાં છે.2020માં તેમણે અગ્રણી લક્ઝરી બ્રાન્ડ્સ સહિત સંસ્થાના ગ્રાહકો માટે અભ્યાસક્રમ અને તાલીમ ડિઝાઇન કરવાનું શરૂ કર્યું હતુ.તેઓ હીરાના ઉત્પાદકો, વિક્રેતાઓ,ગ્રેડિંગ લેબોરેટરીઓ,સ્થાનિક અને વિદેશીઓ માટે નિયમિત સલાહકાર રહ્યા છે.જેસીકે લાસ વેગાસ,અમેરિકન જેમ સોસાયટી કોન્ક્લેવ,અમેરિકા એલ્યુમની એસોસિએશનની જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ તેમજ બેઇજિંગમાં IGI ટ્રેડ કોન્ફરન્સમાં પોલાર્ડ શૈક્ષણિક સેમિનારો કરી ચુક્યા છે.ઉપરાંત 2005 થી તેઓ ઉદ્યોગ સાહસિકો અને ઉપભોક્તાઓને પરંપરાગત અને ઈ-કોમર્સ એમ બંને ક્ષેત્રોને પ્રશિક્ષિત કરી રહ્યાં છે.આમ પોલાર્ડ આ ક્ષેત્રમાં વિશાળ અનુભવ ધરાવે છે.