IGIએ 150 કેરેટ વજનના લેબગ્રોન રફ હીરાનું વિશ્લેષણ કરી રેકોર્ડ સ્થાપ્યો

DIAMOND TIMES – ઇન્ટરનેશનલ જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ (IGI)એ તાજેતરમાં 150 કેરેટ વજનના લેબગ્રોન રફ હીરાનું વિશ્લેષણ કરી રેકોર્ડ અંકિત કર્યો છે.

બાયોટેક્નોલોજી કંપની મેલર ગ્લોબલ દ્વારા પ્રયોગ શાળામાં 28.55 x 28.25 x 22.53 મિલિમીટરનો અને 150.42 કેરેટ વજનનો બ્લુ ક્રિસ્ટલ લેબગ્રોન રફ હીરો તૈયાર કરવામાં આવ્યો છે.ઉપરાંત 28.90 x 28.50 x 20.75 મીમીના 141.58 કેરેટ વજનના ગ્રે કલરના અન્ય બે ક્રિસ્ટલનું પણ ઇન્ટરનેશનલ જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિશ્લેષણ કરવા માં આવ્યું હતું.

ઇન્ટરનેશનલ જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટના સિનિયર ડાયરેક્ટર ઑફ એજ્યુકેશન જ્હોન પોલાર્ડેએ કહ્યુ કે આ સ્ફટિકો HPHT પ્રક્રિયાનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા હતા.જેનું IGI લેબમાં વિશ્લેષણ કરી નવો રેકોર્ડ સ્થાપ્યો છે.આ અગાઉ સપ્ટેમ્બર 2020માં 115 કેરેટના હીરાના વિશ્લેષણ કરવાનો રેકોર્ડ હતો,જે હવે બ્રેક થયો છે.જ્હોન પોલાર્ડેએ ઉમેર્યુ કે લેબગ્રોન ડાયમંડ સેક્ટરમાં ટેક્નોલોજીનો પ્રવેગ નોંધપાત્ર છે.IGI ખાતે અમે જ્વેલરી એપ્લીકેશન અને તેનાથી આગળના વિશ્વના સૌથી અદ્યતન ઉત્પાદકો તરફથી નવા બેન્ચમાર્ક જોઈ રહ્યા છીએ.

બ્રિટિશ કંપની મેલર ગ્લોબલ મોટી સાઈઝના લેબગ્રોન હીરા તૈયાર કરે છે.

બ્રિટિશ કંપની મેલર ગ્લોબલ મોટી સાઈઝના લેબગ્રોન હીરા તૈયાર કરે છે.આ કંપની લેબગ્રોન હીરાની આંતરરાષ્ટ્રીય સપ્લાયર છે.તેની લેબમાં વિવિધ ગુણવત્તા, રંગ, આકાર અને કદના 1 મીમીથી મોટી સાઈઝના લેબગ્રોન હીરા НРНТ (હાઈ પ્રેશર હાઈ ટેમ્પરેચર) પદ્ધતિથી તૈયાર થાય છે.

આ કંપની દાગીના તેમજ ગુણવત્તા વાળા 0.01 થી 20.00 કેરેટ સુધીના પોલિશ્ડ હીરાનું સેલ્સ કરે છે.કંપની તેના ફેન્સી વાદળી, પીળા અને ગુલાબી રંગના હીરા કુદરતી રંગ સાથે 100% સુસંગત હોવાનો દાવો કરે છે.જે તેની વિકસિત તકનીકને આભારી માને છે.IGI અને GIA જેવી અગ્રણી પ્રયોગશાળાઓ આ હીરાઓ માટે ડાયમંડ ગ્રેડિંગ રિપોર્ટ્સ આપે છે.