તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાના ગ્રાહક છો ? તો આ સમાચાર તમારા માટે છે.

129
તમે દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાના ગ્રાહક છો અને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરતા હોવ તો તમારા માટે આ સમાચાર ખૂબ જ મહત્વપુર્ણ છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાએ એટીએમ ટ્રાન્ઝેક્શનને લઈને નવા નિયમો જારી કર્યા છે. આ નવા નિયમ મુજબ તમારા ખાતામાં બેલેન્સ ઓછું હોય અને તેના કારણે એટીએમ ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જશે તો તમારે દંડ ચૂકવવો પડશે.ટ્રાન્ઝેક્શન નિષ્ફળ થવા પર બેંક ખાતાધારકો પાસેથી પેનલ્ટી પેટે રૂપિયા 20 અને અને તેના પર લાગતો જીએસટી પણ અલગથી વસૂલ કરશે. જો તમે દંડથી બચવા માંગો છો તો તમારા ખાતામા રહેલા બેલેન્સની જાણકારી હોવી જોઈએ.