અમેરિકાના પ્રમુખ જો બાયડન અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વચ્ચે પ્રથમ ટેલિફોનિક વાતચીત થઈ છે.વડાપ્રધાન મોદીએ જો બાયડનને તેમની જીત બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.ત્યારબાદની વાતચીતમા ક્લાયમેન્ટ ચેંજ વિરૂધ્ધ સહયોગ આપવા, પેસિફીક રીજીયનમાં શાંતિ અને સુરક્ષા સ્થાપવા,તમામ પ્રકારનો પરસ્પર સહયોગ વધારવા, આતંકવાદનો મજબુતાઈથી સામનો કરવા,ગ્લોબલ ઈકોનોમીને મજબુત કરવા સહીતની બાબતોમા તત્પર હોવાનુ વડાપ્રધાને કરેલી ટ્વીટમા જણાવ્યુ છે.
અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણીમાં જો બાયડનએ જીત મેળવ્યા પછી વડાપ્રધાન મોદીએ પ્રમુખ અને ઉપપ્રમુખ કમલા હેરિસ સાથે પણ વાત કરી હતી.ઉલ્લેખનિય છે કે જો બાયડને સત્તા સંભાળ્યા પછી માત્ર સાત રાષ્ટ્રોના વડા સાથે જ વાત કરી છે. સુપર પાવર અમેરિકા સાથે ભારતની વિદેશ નીતિ બેહદ મહત્વપુર્ણ બાબત હોય છે.