જો મિત્ર ગિફટ આપે તો ટેક્‍સ લાગે, પણ સાળી આપે તો ટેકસ ફ્રી

DIAMOND TIMES : ભારતમાં તહેવાર કે અન્‍ય કોઈ ખાસ પ્રસંગે ગીફટ આપવાનો રીવાજ છે.જો તમે પણ કોઇ મિત્ર પાસેથી ગિફ્‌ટ લઇ રહ્યા છો તો સાવધાની રાખજો. નોંધનિય છે કે મિત્રો અને પરિવારના લોકો રોકડા રૂપિયા, સોનુ, ડાયમંડ જેવી અનેક વસ્‍તુઓ ભેટમાં આપતા હોય છે. એ જરૂરી નથી કે તમને મળેલી દરેક ભેટ પર ટેક્સની બચત મળશે. જો તેની કિંમત 50, હજારથી અધિક હોય તો તેના પર પણ ટેક્‍સ લાગી શકે છે. પણ જો કિંમત 50 હજારથી ઓછી હશે તો તે ટેક્‍સ ફ્રી છે. એક વાત એ પણ છે જો તમને સાળીએ ગિફ્‌ટ આપી હશે તો એ ટેક્‍સ ફ્રી છે, પરંતુ જો મિત્રો આપશે તો તેના પર ટેક્‍સ લાગશે.

મુખ્‍ય વાત એ છે કે ગિફ્‌ટ પર ટેક્‍સ લાગશે કે નહિ તે દેનારના સંબંધને આધીન છે એટલા માટે ગિફ્‌ટ સંબંધિત ઈન્‍ક્‍મ ટેક્‍સના નિયમોને જાણી લેવા જરૂરી છે. જેથી બાદમાં કોઈ પણ મુશ્‍કેલીઓનો સામનો કરવાનો રહે નહિ. ઈન્‍ક્‍મટેક્‍સ સેક્‍શન 56 મુજબ સગા-વહાલા પાસેથી મળેલી ગિફ્‌ટ પર કોઈ ટેક્‍સ લાગતો નથી. એટલે ટૂંકમાં કહીએ તો જે લોકો તમારા પરિવારના છે અને જેની સાથે તમારે લોહીની સગાઇ છે (તેમાં પતિ-પત્‍ની બંન્ને પક્ષના લોકોનો સમાવેશ થઇ જાય) તેમણે આપેલી ગિફ્‌ટ પર કોઈ જાતનો ટેક્‍સ લાગશે નહિ. પરંતુ મિત્રોનો સમાવેશ સગા -વહાલામાં કરવામાં આવતો નથી. એટલે જો તેની પાસેથી ગિફ્‌ટ મેળવીશું તો ટેક્‍સ ભરવો પડશે. એટલેકે તમને મળેલ ભેટ જો ટેક્‍સ ફ્રી કેટેગરી નથી આવતી તો તેનો ઉલ્લેખ તમારે કરવો પડશે.

ઘણીવાર તમારા સારા કાર્યને લઈને તમારી કંપની તમને ગિફ્‌ટ મોકલતી હોય છે. પણ જો તેની કિંમત રૂપિયા 50 હજારથી વધુ છે તો સાવધાન થઈ જ,કેમ કે તેના પર તમારે ટેક્‍સ આપવાનો રહેશે. ગિફ્‌ટની રકમ 50 હજાર રૂપિયાથી જેટલી વધુ હશે તેને તમારી ઈન્‍ક્‍મ માનવામાં આવશે અને તેના પર ટેક્‍સ લેવામાં આવશે. ધારોકે તમારી કંપનીએ તમને 60, હજારની કિંમતનો આઈફોન ગિફ્‌ટમાં આપેલો છે તો તમારે 50 હજાર રૂપિયા સુધી ટેક્‍સ લાગશે નહિ. પરંતુ બાકીના 5 હજાર રૂપિયા તમારી ઈન્‍ક્‍મ ગણવામાં આવશે અને તેના ઉપર તમારે ટેક્‍સ ચૂકવવો પડશે.