ક્રિસ્ટીઝ જિનીવા મેગ્નિૅફિસન્ટ જ્વેલ્સ સેલમાં ધ ફોર્ચ્યુન પિંક પ્રદર્શિત કરશે, જાણો આ હીરાની ખાસિયતો

DIAMOND TIMES : ક્રિસ્ટીઝ દ્વારા ધ ફોર્ચ્યુન પિંક હીરાની જાહેરાત કરી છે. આ હીરો 18.18 કેરેટ પિઅર-આકારનો ફેન્સી વિવિડ પિંક છે. આ વિશિષ્ટ હીરા 8 નવેમ્બર 2022ના રોજ લુક્સ ક્રિસ્ટીના ભાગ રૂપે જિનીવા મેગ્નિફિસન્ટ જ્વેલ્સ વેચાણમાં સહુના આકર્ષણનું કેન્દ્ર બનશે તે નક્કી છે. આ હીરો 2.5 કરોડથી 3.5 કરોડ યુએસ ડોલર સુધી વેચાય તેવો અંદાજ સેવવામાં આવી રહ્યો છે.

સામાન્ય રીતે અપવાદરૂપ દુર્લભ જેમ્સ એ હરાજીમાં વેચાણ માટે ઓફર કરવામાં આવેલો સૌથી મોટો પિઅર આકારનો ફેન્સી વિવિડ પિંક હીરો છે. આજની તારીખમાં ક્રિસ્ટીઝમાં વેચાયેલો સૌથી મોટો વિવિડ પિંક હીરો 18.96 કેરેટનો વિન્સ્ટન પિંક લેગસી હતો. જેણે 50,375,000 સ્વીસ ફ્રાન્ક હાંસલ કર્યો હતા અને હરાજીમાં વેચાયેલા ગુલાબી હીરા માટે કેરેટ દીઠ વિશ્વ વિક્રમી કિંમત સ્થાપિત કરી હતી.

ફોર્ચ્યુન પિંક શાંઘાઈ, તાઈવાન અને સિંગાપોરના પ્રવાસ પહેલા 3 ઓક્ટોબરના અઠવાડિયે ક્રિસ્ટીઝ ન્યૂયોર્ક ખાતે જાહેર કરવામાં આવશે. આ દુર્લભ હીરાને પછી 2 થી 8 નવેમ્બર દરમિયાન ફોર સીઝન્સ હોટેલ ડેસ બર્ગ્યુસ જીનીવામાં ક્રિસ્ટીઝ લક્ઝરી વીક દરમિયાન જાહેર જનતા માટે પ્રદર્શિત કરવામાં આવશે.