ડાયમંડ ટાઈમ્સ
રિઝર્વ બેંકે RTI એકટીવીસ્ટને આપેલા આંકડા મુજબ જતિન મહેતાની વિઝડમ ડાયમંડ એન્ડ જવેલરીની રૂપિયા 3098 કરોડની, વિજય માલ્યાની કિંગ ફીશર એરલાઇન્સની રૂપિયા 1314 કરોડની તેમજ ABG શિપયાર્ડની રૂપિયા 1875 કરોડની લોન ‘રાઇટ ઓફ’ કરાઇ,કુલ 100 વિલફુલ ડિફોલ્ટર્સની 62000 કરોડની લોન માંડવાળ
આરટીઆઇ એકટીવીસ્ટ બીશ્વનાથ ગોસ્વામીની અરજીના જવાબમાં રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ આપેલી માહિતી અનુસાર મેહુલ ચોકસીની માલિકીની ગીતાંજલી જેમ્સ સૌથી મોટી વીલફૂલ ડીફોલ્ટર કંપની હતી.આ કંપનીની 5071 કરોડ રૂપિયાની એનપીએ હતી. બેંકે આ કંપનીની લોનમાંથી 622 કરોડ રૂપિયા માંડવાળ કર્યા છે.ગત વર્ષે ઓગષ્ટમાં સેન્ટ્રલ બેંકે ટોપ 100 વીલફૂલ ડીફોલ્ટર્સની યાદી આપવાની ના પાડયા પછી આરટીઆઇ એકટીવીસ્ટે એપેલેટે ઓથોરીટી રીઝર્વ બેન્કમાં તેને પડકારતી અપીલ કરી હતી. ત્યારબાદ રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ઉપરોક્ત માહીતી આપી છે.
આ ઉપરાંત બેંકે માંડવાળ કરેલી લોનમા વીન્સમ ડાયમંડસના 3098 કરોડ,બાસમતી ચોખ્ખાની આરઇઆઇ એગ્રોના 2798કરોડ, કેમીકલ બનાવતી કંપની કુડોસ કેમીના 1979કરોડ,કન્સ્ટ્રકશન કંપની ઝુમ ડેવલપર્સના 1927 કરોડ, જહાજ બનાવતી કંપની એબીજી શીપયાર્ડના 1875 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે.માહિતી અનુસાર વિજય માલ્યાની કિંગ ફીશર એરલાઇન્સના 1314 કરોડ રૂપિયા માંડવાળા કરાયા છે.જો કે અહેવાલો મુજબ કુલ રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ 84000 કરોડ માંડવાળ થયા છે.નાણાકીય વર્ષ 2020માં બેંકોએ કુલ રૂ.2.38 લાખ કરોડની લોન માંડવાળ કરી હોવાના અખબારી અહેવાલ છે.