કોરોના પ્રતિબંધો દુર થતા હોંગકોંગની જ્વેલરી નિકાસમાં વાર્ષિક ધોરણે વધારો નોંધાયો

262

DIAMOND TIMES : હોંગકોંગના સેન્સસ એન્ડ સ્ટેટિસ્ટિક્સ વિભાગના તાજેતરના ડેટા અનુસાર, હોંગકોંગની જ્વેલરી નિકાસ એપ્રિલ 2023માં સુધરા તરફી હતી. આ આંકડાઓ દર્શાવે છે કે શહેરના વ્યાપક નિકાસ ઉદ્યોગ સુધારાની દિશા તરફ આગળ વધી રહ્યો છે. જાન્યુઆરીથી એપ્રિલ 2023 દરમિયાન જ્વેલરી, સુવર્ણકારો અને ચાંદીના વાસણોની શિપમેન્ટ વાર્ષિક ધોરણે 0.8 ટકા વધીને આશરે 10.2 બિલિયન ડોલર થઈ હતી, જ્યારે એપ્રિલમાં 11.3 ટકાનો વધારો નોંધાયો હતો.

ઉલ્લેખનીય છે કે કોરોના પ્રતિબંધોને લીધે મેઇનલેન્ડ ચાઇના અને હોંગકોંગમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો હતો. એ જ કારણ છે કે આ બંને પ્રદેશોમાં જ્વેલરી નિકાસ ઘટી પડી હતી. જો કે હવે કોરોના પ્રતિબંધો હળવા કરવામાં આવ્યા છે તેને લીધે વિદેશી પ્રવાસીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. સાથે જ હોંગકોંગમાં મોટા ઇવેન્ટ્સના આયોજનો પણ હવે શરૂ થયા છે ત્યારે આવનારા સમયમાં જ્વેલરી નિકાસ વધવાની પુરેપુરી સંભાવના જોવામાં આવી રહી છે.