હોંગકોંગમાંથી થતી જ્વેલરીની નિકાસમાં 22.7% નો વધારો

630

DIAMOND TIMES – હોંગકોંગની સેન્સસ અને સ્ટેટિસ્ટિક્સ બ્યુરોના ડેટામાં બહાર આવ્યુ છે કે વૈશ્વિક ઝવેરાત વેપારમાં મજબુત રીકવરીના પરિણામે ફેબ્રુઆરી મહીનામાં હોંગકોંગ દ્વારા થતી સોના – ચાંદી સહીતની જવેલરીની નિકાસમાં 22.7%નો વધારો થયો છે.ગત વર્ષ 2020માં જાન્યુઆરી – ફેબ્રુઆરી મહીનાની તુલનાએ ચાલુ વર્ષ એ જ સમયગાળા દરમિયાન જ્વેલરીની નિકાસમાં 20.8 ટકાનો વધારો થયો છે.

આ ઉપરાંત ભારત સહીત વિશ્વના અન્ય દેશોમાથી હોંગકોંગએ કરેલી જ્વેલરીની આયાતના આંકડાઓ પણ સામે આવ્યા છે.હોંગકોંગએ વિવિધ દેશોમાથી કરેલી ઝવેરાતની આયાતમાં પણ ઉત્સાહજનક વધારો નોંધાયો છે.જેમા ચાલુ વર્ષ – 2021ના ફેબ્રુઆરી મહીનામાં 20.5 ટકા અને જાન્યુઆરી-ફેબ્રુઆરી એમ બે મહીના દરમિયાન ઝવેરાતની આયાતમાં 28.3 ટકા વૃદ્ધિ નોંધાવી છે.

સેન્સસ અને સ્ટેટિસ્ટિક્સ બ્યુરોના જણાવ્યા મુજબ હોંગકોંગએ જ્વેલરીની કરેલી સરેરાશ કુલ નિકાસમાં 37.6 ટકાનો જંગી વધારો થયો છે.આ આંકડાઓ હોંગકોંગના ઝવેરાત કારોબારમાં તીવ્ર વૃદ્ધિ અને વૈશ્વિક પુનરુત્થાનનો નિર્દેશ કરે છે.બજારના વિશ્લેષકોના મત્તે ચીન સહીત વિશ્વના અનેક દેશોની અર્થવ્યવસ્થામાં સુધાર આવતા તેની સકારાત્મક અસર સ્વરૂપે હોંગકોંગના ઝવેરાત ઉદ્યોગની ગતિવિધિ અને નિકાસને ટેકો આપશે.